Posts

Showing posts from 2017

અંતિમ પ્રાથૅના

એવી ખુમારીથી જીવ્યા છીએ... કે કોઈના પર ડીપેન્ડન્ટ રહ્યા નથી. વેન્ટીલેટર ઉપર પણ નહિ રહી શકીએ.... શરીરમાં પાંચ જગ્યાએ નળીઓ ભરાવેલી હોય... અને ખાટલા પર પાથરેલી કોઈ જૂની કરચલીઓવાળી ચાદરની જેમ પડ્યા હોઈએ...  ત્યારે નહિ મારતો.... મંદિરમાં સાંજ ટાણે દીવો કર્યો હોય અને કોઈ સુગંધી પવનની એક થપાટ સાથે એ દીવો ઠરે...  એવી રીતે અમને ઠારજે... હે ઈશ્વર, અમે પૂરેપૂરા જીવતા હોઈએ ને.. ત્યારે જ અમને મારજે. પાનખર આવવાની રાહ જોઈને, ડાળી ઉપર લટકી રહેલા શ્વાસ અમારાથી નહિ જોવાય... જેમની સાથે આખી જિંદગી વિતાવી છે, એ બધા લોકોને કેવી રીતે કહી શકશું ગૂડબાય ?? તું મૃત્યુને તૈયાર થતી પત્નીઓની જેમ મોકલતો નહિ,  ‘આવું છું આવું છું’ કહીને અમારે ક્યાં સુધી રાહ જોવાની ?? તું મૃત્યુને ઘરમાં રહેલા કોઈ વડીલના આશીર્વાદની જેમ મોકલજે... ખબર પણ ન પડે અને વરસી જાય... હે ઈશ્વર, અમે પૂરેપૂરા જીવતા હોઈએ ને, ત્યારે જ અમને મારજે...

સંબધ ભવોભવ

એક જ કામ સંબંધમાં કીધું...  લીધું એથી બમણું દીધું.... શૈલ પાલનપુરી સંબંધો બહુ અટપટી ચીજ છે.  સંબંધો વગરનો સમાજ  શક્ય  નથી.  સંબંધો વગર સંસ્કૃતિ શક્ય નથી. આપણે બહુ સંબંધો રાખતા નથી પણ સંબંધો જીવીએ છીએ. સંબંધો જ માણસને સાથે જોડી અને જકડી રાખે છે. દરેક સંબંધો જુદા જુદા હોય છે. કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાક સંબંધો માત્ર શબ્દોના હોય છે. દરેક સંબંધની એક સીમા હોય છે. દરેક લોકો માટે આપણે અલગ અલગ વર્તુળો દોરી રાખ્યાં હોય છે અને કોને ક્યાં સુધી આવવા દેવો તે આપણે  નક્કી કરી રાખ્યું હોય છે. આપણા સંબંધો આપણા વર્તન દ્વારા વ્યક્ત થાય છે. આપણા વર્તનમાં જ આપણા સંસ્કારો અને સંસ્કૃતિ છતાં થાય છે. તમે તમારા લોકો સાથે કેવી રીતે રહો છો તેના પરથી જ તમારા સારા-નરસા કે લાયક-નાલાયક ની છાપ ખડી થતી હોય છે. આ છાપ જ પછી માણસની ઓળખ બની જાય છે. સંબંધો માણસની જરૂરીયાત છે. સંબંધો બંધાતા રહે છે.  સંબંધો તૂટતા પણ રહે છે.  સબંધો દૂર પણ જતાં રહે છે. સંબંધો સરળ નથી. સંબંધો જાળવવામાં આવડત અને કુનેહની જરૂરત પડે છે. કેટલા સંબંધો કાયમી ટકે છે ? સંબંધો કેવા રહે છે તે બે વ્યક્

આજની પરીક્ષા સિસ્ટમ

વાદળ બંધાય એટલે મોરને કહેજો કે એના બચ્ચાને ટહુકો ગોખાવે. પક્ષીઓના બચ્ચાને કહી દેવાનું પાંખો હોય તેથી શું ?  માળામાંથી ઉડતા પહેલા તમારે એન્ટ્રન્સ એક્ઝામ આપવાની..... માછલીઓને તરતા શીખવા માટે સ્વીમીંગ ક્લાસ ફરજિયાત છે. જંગલની પરીક્ષામાં first rank આવે તો જ સિંહને રાજા ગણવાનો. નાપાસ થશે તો સિંહનું ગર્જના કરવાનું લાયસન્સ રદ કરવામાં આવશે. પતંગિયાઓને કહીદો કે રંગો ઊપર નિબંધ લખીને લાવે. રેસમાં પહેલા આવવા માટે સસલાને મેરાથોન દોડાવો. કાચબા સામેની હરિફાઇ જીતવા માટે હવે સસલાને ટયુશનમાં મોકલો. મોરને એના મોરપીંછના સમ. Examiner ની સામે જો કળા નહિ કરી શકે તો આવતી કાલથી ટહુકા કરવાના બંધ. માછલીઓને માનસિક રીતે તૈયાર કરી દો કે પરીક્ષક કહેશે તો ઝાડ ઉપર પણ ચડવું પડે. પરીક્ષામાં જો પાસ થવું હોય તો કાચબાને પણ ઉડીને દેખાડવું પડે. ગધેડાઓને કહી દો પાઠ્ય પુસ્તકો વાંચીને intelligent બની જાય. હાથી જેવા ભારેખમ સપનાઓ ખભે લઈને  તમારે ખિસકોલી બનીને પરીક્ષા આપવાની. બોસ, કીડી જેવી જાત લઈને તમારે હાથી હોવાની સાબિતી આપવાની....

ભારત નો સાવજ

સુરતના જાંબલી થઈ ચૂકેલા કેસરિયા આકાશમાં મોદી...મોદી...મોદી...ના ગગનભેદી નારા ગુંજી રહ્યા હતા, એક સાથે મોબાઇલ કેમેરાની હજારો કિલક થઈ રહી હતી, લાખો હાથ ઊંચા થઈ રહ્યા હતા...હર્ષની ચિચિયારીઓ સાથે સિટીઓ પર સિટીઓ વાગતી હતી. સુરત જાણે ગાંડુતુર બન્યું હતું. જ્યારથી આ દ્શ્ય જોયું ત્યારથી એ વિશે લખવાની અદમ્ય ઇચ્છા મારામાં જોર કરી રહી હતી કેમકે આ બધું જ જોયુ હતું...કોઈ પક્ષ, સમાજ કે ધર્મ પ્રેરિત નહીં. દોસ્તો , ખરેખર ગજબનો સિનારિયો હતો. રવિવારની સાંજે સુરત એરપોર્ટથી લઈને છેક અઠવા લાઇન્સ Circuit હાઉસ સુધીની ડામરની પહોળી સડકના બંને કિનારે, સડકની મધ્યમાં ડિવાઇડરની ધાર પર લોકોની હકડેઠઠ્ઠ ભીડ જામી હતી. મુખ્ય માર્ગની પાછળના રસ્તાઓ પરથી કિડિયારાની જેમ લોકો આવી રહ્યા હતા ને સડકના કિનારે ઊભેલા લોકોની સાથે જોડાઈ રહ્યા હતા. જાણે મુખ્યમાર્ગની બંને કોર પર માનવસમુહનો સમંદર હિલોળા લેતો હતો તેમના Real Heroની એક ઝલક જોવા માટે. ...અને એ ક્ષણ આવી ગઈ, પ્રજાના હર્ષોઉલ્લાસનો બાંધ તૂટી ગયો જ્યારે રસ્તાના બેય કિનારે હિલોળા લેતા માનવ સમંદરનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીકળ્યા. ક્ષણો પૂરતો જાણે સમય થંભી ગય

સ્વરાજ નો મિજાજ

Beautiful Article on Senior Citizen by Great Gujarati  Writer shri. Gunvant Shah સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: સમય અને અવકાશ. સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો ‘મોકળાશ’ કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે, કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે !             ઘણાખરા સીનીયર સીટીઝનોને ગ્રહદશા નહીં આગ્રહદશા નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક આગ્રહો નવી પેઢીને પજવનારા હોય છે. જેમ ઉંમર વધે તેમ આગ્રહો પણ ઉંમરલાયક બનીને થીજી જાય છે. આગ્રહ પોતાને માટે ભલે રહ્યો ! પોતાના આગ્રહો બીજા પર લાદે તે મુર્ખ છે. મુર્ખતા પણ ખાસ્સી સીનીયર હોઈ શકે છે. દીકરાવહુને પોતાનો અભીપ્રાય એક

સંઘષૅ ની સમજ

વિજ્ઞાનના એક શિક્ષક પોતાના વર્ગમાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા. ઇયળનું રૂપાંતર પતંગિયામાં કેવી રીતે થાય છે તે વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા હતા. એક વિદ્યાર્થીએ કુતુહલ વશ પુછ્યુ , “ સર, ઇયળમાંથી પતંગિયુ કેવી રીતે બની શકે ? એને પાંખો કેવી રીતે આવે ?” શિક્ષકે આ વિદ્યાર્થીને સમજાવવાને બદલે એવું કહ્યુ કે કાલે આપણે બધા ક્લાસમાં જ આ બાબતે પ્રેકટીકલ જોઇશું. બીજા દિવસે શિક્ષક ક્લાસમાં એક કોસેટો લાવ્યા.બધા જ વિદ્યાર્થીઓને ભેગા કરીને કહ્યુ , “ જુવો , આ કોસેટામાંથી ઇયળ બહાર નીકળશે અને પછી એ ઇયળને પાંખો ફુટશે અને ઇયળમાંથી એ પતંગિયુ બની જશે. આ માટે સમય લાગશે તમારે બધાએ ધિરજ રાખીને ધ્યાનથી આ ઘટનાને જોવાની છે.” શિક્ષક આટલી સુચના આપીને જતા રહ્યા. હવે શું થાય છે એ ઉત્સુકતા સાથે બધા વિદ્યાર્થીઓ કોસેટોને જોવા લાગ્યા. થોડીવારમાં કોસેટાનો થોડો ભાગ તુટયો. ઇયળ બહાર આવવા માટે ખુબ સંઘર્ષ કરતી હતી. એને કોસેટોમાંથી બહાર નિકળવામાં ખુબ તકલીફ પડી રહી હતી. ઇયળ કોશેટામાંથી બહાર આવવા તરફડતી હતી એ જોઇને એક વિદ્યાર્થીને તેની દયા આવી. એણે કોસેટોને તોડીને ઇયળને સરળતાથી બહાર નિકળવામાં મદદ કરી. ઇય

મેં હું ના

હું સવાર ના છાપું વાંચી રહયો હતો...ત્યાં..રસોડામાંથી મધુર અવાજ પત્નીનો સાંભળ્યો... એ ય ! સાંભળો છો.. ચ્હા-નાસ્તો તૈયાર છે. મારા દરેક કામ પડતા મૂકી તેનો સુરીલો અવાજ સાંભળવા નો લ્હાવો હું ચુકતો નથી ... આ .એજ અવાજ..છે જયારે લગ્ન થયા હતા.. અને આજે ૬૧ વર્ષ ની ઉંમરે પણ આ જ શબ્દ ની મધુરતા.... આ એજ ધર્મપત્ની છે...જેની સાથે 39 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા ત્યારે ..તેની સાથે દલીલ કરતા કરતા હું થાકી જતો.પણ એ હથિયાર કદી નીચે ના મુકતી... જબરજસ્ત જીવનમાં ઉંમર પ્રમાણે પરિવર્તન છેલ્લા દશ વર્ષ થી હું જોઈ રહ્યો છું....તેનું અાધ્યાત્મિક લેવલ ઉપર જતું હતું.. ઘડપણ..આવે એટલે ઝગડા કરવાની શક્તિ અદ્રશ્ય થતી જાય. સમજ શક્તિ ખીલતી જાય  પહેલાં ..નાની.. નાની વાતો ઉપર દલીલ અને ઝગડાનું સ્વરૂપ લેતા હતા આજે.. દલીલો..ને હસવામાં કાઢી નાખીએ છીએ.. કારણ ...સમય અને પરિસ્થિતિ ની થપ્પડ એ ભલ ભલાને ઢીલા કરી નાખે છે... એક કારણ  ઉમરનું પણ છે...સતત એક બીજા ને બીક લાગે છે... કયું પંખી કયારે ઉડી જશે તે ખબર નથી.. બચેલા દિવસો આનંદ અને મસ્તીથી વિતાવી લઈએ . પતિ...પત્ની ના સંબંધોમાં નિખાલસતા આવતી જાય.. જીતવા કરતા હારવા

હું ક્રાંતિ છું

સાંભળી લે! આ પહેલાં પણ હું હજારોવાર  કતલ થયો છું. ક્યારેક તીક્ષ્ણ ખંજરોના વારથી કદીક છાતીની  આરપાર  નિકળેલી તલવારથી મને બેડીઓથી  જકડીને સદીઓ બાંધી રખાયો છે. શૂળીઓ પર ટાંગી જાહેરમાં  પ્રદર્શિત કરાયો છે યા તો તેલ છાંટી જીવતો સળગાવ્યો છે. આજે પણ તૂં મને બંદૂકની ગોળીથી વીંધી નાખશે એ હું જાણું છું તેમ છતાંય મને ભરોસો છે કે, હું  ફરી કોઇ મહેનતકશ પરસેવાથી તરબતર મહેંકતા શરીરોના સંસર્ગથી ગુલામ જાંઘોની વચ્ચે મુક્તિની ઝંખના સાથે પેદા થઇ જવાનો! કેમકે હું ક્રાંતિ છું.. અને ક્રાંતિ અમર રહે છે!

એક જ કામ સંબંધમાં કીધું, લીધું એથી બમણું દીધું

સંબંધો બહુ અટપટી ચીજ છે. સંબંધો વગરનો સમાજ શકય નથી. સંબંધો વગર સંસ્કૃતિ શકય નથી. આપણે સહુ સંબંધો રાખતા નથી પણ સંબંધો જીવીએ છીએ. સંબંધો જ માણસને માણસ સાથે જૉડી અને જકડી રાખે છે. દરેક સંબંધો જુદા જુદા હોય છે. કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાક સંબંધો માત્ર શબ્દોના હોય છે. દરેક સંબંધોની એક સીમા હોય છે. દરેક લોકો માટે આપણે અલગ અલગ વર્તુળો દોરી રાખ્યાં હોય છે અને કોને કયાં સુધી આવવા દેવો તે આપણે નક્કી કરી રાખ્યું હોય છે. આપણા સંબંધો આપણા વર્તન દ્વારા વ્યકત થાય છે. આ વર્તનમાં જ આપણાં સંસ્કારો અને સંસ્કòતિ છતાં થાય છે. તમે તમારા લોકો સાથે કેવી રીતે રહો છો તેના પરથી જ તમારા સારા-નરસા કે લાયક-નાલાયકની છાપ ખડી થતી હોય છે. આ છાપ જ પછી માણસની ઓળખ બની જાય છે. એટલે જ આપણે ઘણી વખત કોઈની વાત નીકળે ત્યારે એવો સવાલ કરીએ છીએ કે, એ કેવો માણસ છે? સંબંધો માણસની જરૂરિયાત છે. સંબંધો બંધાતા રહે છે. સંબંધો તૂટતા પણ રહે છે. સંબંધો દૂર પણ જતા રહે છે. સંબંધો સરળ નથી. સંબંધો જાળવવામાં આવડત અને કુનેહની જરૂર પડે છે. કેટલા સંબંધો કાયમી ટકે છે? સંબંધો કેવા રહે છે તે બે વ્યકિત ઉપર નિર્ભર કરે છે. સાથોસ

ઘર મંદીર ક્યારે બને???

  વિશ્વ  આખા માં પ્રવાસ કરનાર ને પુછવામાં આવે કે , હવે તમને સોથી વધારે  કંઇ લાગણી થાય છે?તો જવાબ મળશે ,મને થાય છે કે હવે બને એટ્લી ઝડપ થી હું મારા ઘરે જાઊં. ઘર એટ્લે દરેક માણસે ખુલ્લી આંખે જોયેલું એક સવજિવન નું સપનું . ચાર દિવાલ વચ્ચે ની આખી સૃષ્ટિ માણસ ની પોતાની છે. ઘર એક સાંત્વના છે .બાળક જેમ માતા ની ગોદ માં નિશિન્ત થૈ જાય છે. તેમ દરેક માણસ ઘર માં જઇ    હળવો થઇ   જાય છે. ગૃહસ્થ  જિવનની ઇમારત પ્રેમ થી બનેલી છે. તેના પાયા માં પ્રેમ છે. તેની  દિવાલો પ્રેમ ની ઇટો થી ચણેલી છે. તેના       છત માં પ્રેમ છે. પરિવાર માં સવ જીવ પણ પ્રેમ રુપી તાતણાં થી બંધાયેલા છે.પ્રેમ એ પ્રભુ નાં અમાપ સ્નેહ  નું નિરુપણ છે. લાગણી ભી નાં સબંધો પ્રેમ દ્વારા જ સચવાતા હોય છે.   પ્રેમ એ એવુ પુરણ છે ….જે મોટાંમોટાં રાગ-દ્વેષ, ઇર્ષા -વેર રુપી ખાડાઓ પુરી દેવાને સામાર્થ્ય હોય છે.પ્રેમ દ્વારા હોમ લાઇફ ને ગુલાબની જેમ મહેકાવી શકાય છે.ઘરમાં બધા એક  બીજાની હુફ ના    ભુખ્યા હોય છે. પરિવાર એ પણ એક યાત્રા છે્ તિર્થ સ્થાનના દર્શને જવું, દેવ દર્શન કરવાં , સત્સંગ કરવો ,એ જ માત્ર યાત્રા નથી . કુટુંબ માં   સર્વે સા થે રહે ,સાથે જી

બલી નો બકરો

ઈદને અહિંસક ન બનાવી શકાય ? ઇસ્લામ ધર્મ ઈન્સાનિયતનો વિરોધી હરગિઝ નથી જ, એવા ભરોસા સાથે આ વાત કહેવી છે. કહેવાય છે કે, હઝરત ઇબ્રાહિમની કસોટી કરવા ખુદાએ એક વખત એમની સૌથી પ્રિય ચીજની કુરબાની આપવા કહ્યું. ઇબ્રાહિમને પોતાનો પુત્ર સૌથી પ્રિય હતો. તેઓએ પોતાની આંખો પર પટ્ટી બાંધીને પુત્રની કુરબાની આપી, પરંતુ જયારે પટ્ટી ખોલીને જોયું તો એમના પુત્રને બદલે એમના બકરાની કુરબાની ખુદાએ કબૂલ કરી લીધી હતી અને એમનો પુત્ર સલામત જ ઊભો હતો. આ ઘટનાના પ્રતીક રૂપે ઇદની ઉજવણી માટે બકારાનું બલિદાન આપવાની ટ્રેડિશન છે. સીધો સાદો સવાલ એ થાય કે હિંસાનો માર્ગ કદીય ધર્મનો માર્ગ હોઈ શકે ખરો ? ઇમ્પોર્ટન્ટ સવાલ તો એ પણ છે કે, બીજાના જીવની કુરબાની આપવાનો આપણને હક જ કેટલો ? અરે, નીતિની અને ઈમાનની વાત કરીએ તો બીજાની કોઈ નિર્જીવ વસ્તુ પર પણ આપણો કશો હક નથી હોતો, તો બીજા નિર્દોષ અને અબોલ જીવની કુરબાની આપવાનો હક કઈ રીતે મળે ? જો પ્રિય ચીજ ભેટ આપવી જ હોય તો શું પોતાનો જીવ પ્રિય નથી હોતો ? કેમ કોઈ પોતાની કુરબાની નથી આપતું ? શું દરેક મુસલમાનને બકરો જ પ્રિય હોય છે ? કુરબાની અને બલિ માટે હંમેશાં કાયર અને કમજોર પ્રાણીઓ

જિંદગી ના યુ ટર્ન !

જિંદગી વિશે હંમેશાં એવું કહેવાતું આવ્યું છે કે જિંદગીને વહેવા દેવી જોઈએ..... સાચી વાત છે, પણ એનો મતલબ જરાયે એવો નથી.... કે જે થાય એ થવા દેવું..... જિંદગીની દરેક ઘટનાને આપણે મૂક પ્રેક્ષક બનીને જોતા ન રહી શકીએ. જિંદગીના અમુક બનાવો એવા હોય છે જેની અસરો આખી જિંદગી લંબાતી હોય છે. સ્મરણો ભુલાતાં નથી. વેદનાઓ વિસરાતી નથી. પરિણામો ભોગવવાં પડતાં હોય છે. ભૂલોને સહન કરવી પડતી હોય છે. એટલા માટે જ દરેક ઘટનાઓ પર વિચાર કરવો પડતો હોય છે. ભૂતકાળના બનાવો ભવિષ્ય પર પ્રકાશ ફેલાવી શકે અને અંધકાર પણ લાવી શકે..... જિંદગીમાં જે કંઈ બને છે એ બધું આપણા હાથમાં નથી હોતું. આમ છતાં કંઈક ન ધારેલું બની જાય પછી તો આપણે એને આપણી ઇચ્છા....મરજી અને આવડત મુજબ વાળવું પડતું હોય છે. જિંદગીમાં ભૂલો પણ થવાની. ભૂલનું એવું છેને કે એ તો પરિણામ આવે ત્યારે જ સમજાય. અમુક ભૂલો થતા થઈ જતી હોય છે. અમુકમાં તો આપણને ખબર પણ હોય છે કે આપણે જે કરીએ છીએ એ સાચું નથી. આપણે ક્યાંક જતા હોઈએ અને ખબર પડે કે આપણે ભૂલથી ખોટા રસ્તે આવી ગયા છીએ... ત્યારે આપણે યુ-ટર્ન લઈને પાછા ફરતા હોઈએ છીએ..... જિંદગીમાં પણ ક્યારેક યુ-ટર્ન લેવો પડતો હોય છે.

હું માનવી માનવ થાઉં તો ઘણું….

પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી, હું માનવી માનવ થાઉં તો ઘણું. આજે આપણે વિશ્વમાં ઘણા લોકોને જોઈએ છીએ જે સફળતાના ઉચ્ચતમ શિખરો પર હોય. દુનિયાના દરેક માનવીના નસીબમાં કે એના પ્રારબ્ધમાં સફળ બનવું કે મહાન બનવું શક્ય નથી અને એ જરૂરી પણ નથી જો માનવ માનવતાના ગુણોવાળો અને જેને સાચાં અર્થમાં મનુષ્ય કહી શકાય તેવો માનવી બની ને રહે. બસ આ જ માનવતા એના માટે અને સમાજ માટે હિતકારી અને પૂરતું છે. આપેલ પંક્તિમાં કવિ કહે છે કે પૃથ્વીમાતાના ખોળે ઉછરી રહેલા દરેક માનવીના નસીબમાં મહાસિદ્ધિ ન હોય પરંતુ તે સારા ગુણવાળો, સારા ચારિત્યવાળો અને સારા વિચારવાળો માનવી બને ને રહે તોય ઘણું છે. આપણા ભારતીય શાસ્ત્રોમાં કહ્યું છે કે દરેક જીવને 84 લાખના ફેરામાંથી પસાર થવાનું છે અને એ બધામાં જો કોઈ અજાયબી જેવું હોય તો એ મનુષ્ય છે. ક્યારેક મનુષ્ય જાત-ભાતના ભેદ, ધર્મના ભેદ, રંગના ભેદ વગેરેની નિતિને કારણે હિંસા તરફ વળે છે. મંદિર હોય કે મસ્જિદ કે પછી ચર્ચ બધેથી જોઈએ તો આ આખું આકાશ એક સમાન જ દેખાય છે, આપણું શારીરિક બંધારણ સમાન છે, બધાના લોહીનો રંગ લાલ છે, પૂજા કરવાની રીતો ભલે અલગ હોય પરંતુ માનવતાના ગુણો કે લક્ષણો તો એક જ છે. તો પછ

વિચારોરૂપી જળનો જથ્થો

સમસ્યાઓથી ઘેરાયેલો એક યુવાન પોતાના પ્રશ્નોના ઉકેલ માટે એક વિદ્વાન પાસે ગયો. આ યુવાનની વાતો સાંભળતા જ વિદ્વાનને સમજાઇ ગયુ કે યુવાન એના જીવનમાં આવેલી સમસ્યાઓને કારણે હતાશ થઇ ગયો છે. વિદ્વાને આ યુવાનને પાણીનો એક ગ્લાસ આપ્યો અને આ ગ્લાસમાં મુઠી ભરીને મીઠું નાખ્યુ હતુ. યુવાને તો એને સાદા પાણીનો ગ્લાસ સમજીને મોઢે માંડ્યો. હજુ તો સહેજ પાણી મોઢામાં ગયુ કે તુરંત જ ઉભો થઇ ગયો અને ' થું.....થું......' કરવા લાગ્યો. વિદ્વાને પુછ્યુ , " કેમ ભાઇ શું થયું ? કેમ ઉભો થઇને પાણી બહાર થુકી આવ્યો ? " યુવાને ગુસ્સા સાથે કહ્યુ, " તમે પણ શું પંડીત થઇને આવી મશ્કરી કરો છો ! આટલુ ખારુ પાણી તે મોઢામાં જતુ હશે .. ?" પંડીતે યુવાનની માફી માંગી અને પછી કહ્યુ " ચાલ આપણે બહાર ફરવા માટે જઇએ. તારા બધા જ સવાલના જવાબ તને ત્યાં આપીશ અને તારી સમસ્યાઓના ઉકેલ પણ તને બતાવીશ. " યુવાન અને પંડીત ચાલતા ચાલતા ગામની બહાર આવ્યા. એક સરસ મજાનું તળાવ હતુ એ તળાવના કાંઠા પર બંને બેઠા. વિદ્વાને પોતાના કોટના અંદરના ખીસ્સામાંથી એક નાની થેલી બહાર કાઢી તો તેમાં મીઠું હતુ. યુવાન વિચારમાં પડી ગયો કે અહિ

અભણ ની ભાષા

અભણ કોને કેહવાય આંખો માં રહેલી લાગણી ની ભીનાશ વાંચી શકે તેને અભણ ના કેહવાય.... દર્દ ની સ્થિતિ ને આનંદ માં ફેરવી દેનાર વ્યક્તિ ને અભણ ના કેહવાય... તમારા ચેહરા ના સ્મિત પાછળ રહેલી વેદના ને સમજી સકે તેને અભણ ના કેહવાય.... જયારે તમારું જીવન મુશ્કેલી ના વાદળ થી ઘેરાયેલું હોય,એમાં અંદરાધાર ખુશીઓ નો વરસાદ તમારા જીવન માં લાવી દે એને અભણ ના કેહવાય.... પ્રેમ ની પરિભાષા જે તમને શબ્દો ની આંટી ઘૂંટી માં નાખ્યા વિના શીખવી દે તેને અભણ ના કેહવાય.... તમારા કોરા પાટિયા જેવા જીવન ને મેઘધનુષ્ય રૂપી રંગો માં ફેરવી દેનાર વ્યક્તિ ને અભણ ના કેહવાય.... તમારા બદલાયેલા વર્તન પાછળ ની વાસ્તવિકતા ને સમજનાર વ્યક્તિ ને અભણ ના કેહવાય..... તમારા જીવન ના તીખા સ્વાદ ને મધ ની મીઠાશ માં બદલી નાખનાર વ્યક્તિ ને અભણ ના કેહવાય.... તમારા ભાગ્ય ની રેખાઓ એ ભલે તમારા જીવન માં નિરાશાઓ લખી હોય, પણ એ નિરાશાઓ ને ઊંચી આંકાંક્ષાઓ માં ફેરવી જનાર વ્યક્તિ ને અભણ ના કેહવાય.... તમારા હૃદય ની શુન્દરતા ને ઓળખી જનાર વ્યક્તિ ને અભણ ના કેહવાય.... ડેમ ના રોકાયેલા પાણી ની જેમ રોકાયેલા તમારા વિચારો ને નદી ના વહેણ ની માફક વહેતા

.....મને ગમે.......!!!

સિંહની ગર્જના કરતાં મને કોયલના ટહુકાથી શરૂ થતી સવાર ગમે... આંજી નાખવા આતુર સૂરજના મારકણા તેજ કરતાં કાળી ભમ્મર રાત્રિમાં શરમાતી ઝબૂકતી તારલીની શીતળતા મને ગમે... મુશળધાર વરસાદ તાંડવ કરતાં છાનાંમાનાં ટપકી જતાં ઝાપટાંઓની હળવી ભીનાશ મને ગમે... ઘૂઘવતા દરિયાના ઉછળતા પ્રચંડ મોજા કરતાં કિનારી એ મરકમરક કરતી લહેરીઓની કુમાશ મને ગમે... સેટ કરેલા વાળની સ્ટાર્ચ કરતાં તાજા ધોઈને બેફિકર વેરાયેલા વાળની સુંવાળપ મને ગમે... પહેલો નંબર લાવનારના ગુમાનવાળા ચહેરા કરતાં સ્વપ્નમાં ખોવાયેલ બેકબેન્ચરના પ્રસન્નમુખ ચહેરાની મીઠાશ મને ગમે... જ્યાં, જ્યારે પણ લાગ મળ્યે સાથીદારોને આગળ-પાછળ છરીની અણી ભોંકતા આગળ ધસતા સફળ એક્ઝિક્યુટિવ કરતાં ‘લૂઝર’નું લેબલ પહેરી પોતાના ટેબલે શાંતિથી કામ કરતો કલાર્ક મને ગમે... શબ્દોથી બીજાને વહેરી નાખતાં ન અચકાતાં, ન ખચકાતાં કર્કશ વેણપ્રહાર કરતાં બે-માત્ર બે જ- મીઠા બોલ થી દુઃખથી ખરડાયેલા કોઈના મન ને ટાઢક આપનાર દિલદાર મને ગમે... કોઈ પણ ભોગે ધનના ઢગલા સર કરવાની મથામણ માં જિંદગી ખરચી નાખનાર કરતાં હાઈકુની નાનકડી રચનામાં મનના બધા ભાવો ઉલેચી દેવા મથતા કવિની મથામણ મને ગમે... '

મદદ

આજથી લગભગ 30 વર્ષ પહેલાની આ વાત છે. મેરી એન્ડરસન નામની એક મહિલા નોર્વેમાં નોકરી કરતા એના પતિને મળવા માટે જઇ રહી હતી. અમેરીકાના મીયામી એરપોર્ટ પર ચેક-ઇન માટેની લાઇમાં ઉભેલી મેરી જાત-જાતના સપનાઓ જોઇ રહી હતી કારણકે હજુ હમણા જ એના લગ્ન થયા હતા અને પતિ સાથે વધુ સમય પણ વિતાવી શકી નહોતી. હવે પતિ સાથે જ બધો સમય વિતાવવા મળશે એ વિચાર મેરીને આનંદીત કરી રહ્યો હતો. મેરીનો વારો આવ્યો એટલે પોતાની ટીકીટ બતાવી અને બોર્ડીંગ માટેનો સામાન આપ્યો. સામાનનો વજન કર્યા બાદ ફરજ પરના કર્મચારીએ કહ્યુ, “મેડમ, આપના સામાનનું વજન મર્યાદા કરતા વધુ છે. કાં તો આપને સામાન ઓછો કરવો પડશે કાં તો વધારાના 103 ડોલર ચુકવવા પડશે.” હજુ હમણા 1 મીનીટ પહેલા જે ચહેરા પર અનોખો આનંદ હતો તે ચહેરા પર ચિંતાની રેખાઓ દેખાવા લાગી. મેરી મુંઝાઇ ગઇ કારણકે એની પાસે ચૂકવણી કરવા માટે કોઇ રકમ નહોતી. આ અજાણ્યા એરપોર્ટ પર હવે શું કરવું એની મેરીને સમજ પડતી નહોતી. અચાનક પાછળથી અવાજ આવ્યો “બહેન ચિંતા ના કરો તમારા પૈસા હું ચુકવી આપુ છું.” મેરીએ પાછળ જોયુ તો એક અજાણ્યો પુરુષ હતો જે 103 ડોલર ચુકવી રહ્યો હતો. કોઇ ઓળખાણ નહોતી અને છતા પણ મેરીને એ ભાઇ મદદ

સ્ત્રીત્વ

સ્ત્રી ને પુરુષ શા માટે ચાહે છે ? કારણકે સ્ત્રી પુરુષ ને ચાહે છે !! માટે જ આ ચાહત છે !! શું એ સ્ત્રી વિદ્વાન છે ? હોંશિયાર છે? પુરુષના શોખ માં ભાગીદાર થઈ શકે છે માટે?? ના, એ પુરુષ ને ચાહે છે !! એટલું જ બસ છે .. સ્ત્રી - પુરુષ બંને એક બીજા ને ચાહે છે,, અને આ ચાહવાની પ્રક્રિયા એટલે આપણે જેને ચાહિયે છીએ એના જેવું બની જવું તે !! અમે બને એક છીએ " એવો આત્મીયતાનો અનુભવ ''  આ જ ખરું લગ્ન........!!! હું નું તું માં વિગલન, એજ પ્રેમ !! ત્યાં સ્ત્રી પુરુષ નો સ્થુળ જાતી ભેદ હોય જ નહીં, પુરુષ એ જ્ઞાન છે, અને સ્ત્રી એ સ્નેહ છે ..... પ્રેમની આ ભૂમિકા એ જ્ઞાન સ્નેહમય બને ! સ્નેહ જ્ઞાનમય બને !.... સ્નેહ અને જ્ઞાન એક બીજા ને આલિંગ્યા જ કરે !! એ પળ જ સ્વર્ગ છે .... શોભાના, સ્ત્રી પુરુષ બંને સખા ની કોટી એ હોવા જોઈએ,,બસ ....!! આપણે એક બીજા ને આમ અનંત સુધી ''આનંદમય'' પ્રેમ કરતા રહીએ .....!! આવો પ્રેમ મળે એટલે પ્રભુતા આપોઆપ મળી જાય ...!! પ્રેમ રસ વગર જ્ઞાન ભક્તિ નકામી !! પ્રેમ વિના મોક્ષ હોય જ નહિ !! અન્યોઅન્યનું એક બીજામાં સ્વાર્પણ એજ પ્રેમ ....!! સાચ

પુષ્પ અને પાંદડા

રેલવે સ્ટેશને ગયેલા માણસને ખબર હોય છે કે પોતે સ્ટેશન પર શા માટે ગયો છે. બજારમાં પહોંચેલા માણસને પણ ખબર હોય છે કે પોતે ક્યા હેતુસર બજારમાં ગયો છે. પૃથ્વી પર આવી પડેલા મનુષ્યને ભાગ્યે જ ખબર હો ય છે કે પોતે શા માટે પૃથ્વી પર આવ્યો છે...??!!! બહુ થોડા માણસોનેપોતાના જીવનના ધ્યેય અંગે આછા અણસારા પ્રાપ્ત થાય છે.. આવા થોડાક માણસો જુદાપડી આવે છે..... આવા નોખા-અનોખા માણસોને સાધુ ગણવાનું ફરજિયાત નથી. સમાજ એવા માણસોને હેરાન ન કરે એટલું જ પૂરતું છે.....!! સીધી લીટીના માણસને પજવવો એ કેટલાક દુર્જનોની હોબી હોય છે. આવી પજવણી થાય ત્યારે પણ એ માણસની જીવનસુગંધ પ્રસરતી રહે છે. મનુષ્યની જીવન સુગંધને બહુમતીના ટેકાની ગરજ નથીહોતી.... કોઇ પણ બાગમાં પાંદડાં બહુમતીમાં હોય છે અને પુષ્પો લઘુમતીમાં હોય છે. ચર્ચા કાયમ પુષ્પોની જ થાય છે...

શૈક્ષણિક_બળતરા

એક ભાઈ પાસે 200 મરઘાં હતાં. એમાંથી અચાનક 10 મરઘાં મરી ગયા. ઉપરથી અધિકારીઓ આવ્યા. ચર્ચાઓ થઇ મીટીંગો થઇ. સર્વાનુમતે નક્કી થયું કે ગરમીને કારણે મરઘાં મર્યા છે. માટે એ પોલટ્રી ફાર્મ માં પંખા ઓ લગાવવા.  તાલીમો અપાઈ!! પંખા લગાવ્યા.  15 દિવસ માં બીજા 90 મરઘાં મરી ગયાં!! પાછા અધિકારીઓ આવ્યા!! ચિંતન શિબિરો થઇ!! તજજ્ઞોના અભિપ્રાયો લેવાયાં.  પછી સર્વાનુમતે નિર્ણય લેવાયો કે પંખા ને કારણે નહિ પણ પંખાની ગરમ હવા ને કારણે મરઘાં મર્યા છે માટે નીચે ઠંડુ પાણી ભરી ને પંખા શરુ કરવા!! આયોજન થયા!! ગ્રાન્ટો આપી તાલીમો કરી. રેલીઓ પણ થઈ અને નીચે ઠંડુ પાણી ભર્યું!! 15 દિવસ માં બધા જ મરઘાં મરી ગયા!!! પાછી કમિટી નિમાણી!! તજજ્ઞો આવ્યા.  સર્વાનુમતે નક્કી થયું કે!! નીચે પાણી ભરવા થી અને ઉપર પંખો હોવાથી શરદી ને કારણે મરઘાં મર્યા છે!!! ખાતા ના ઉપરી અધિકારી એ અફસોસ કર્યો કે અમારી પાસે યોજના તો પુષ્કળ છે પણ હવે મરઘાં જ નથી!!! આપણી પાસે યોજના તો પુષ્કળ છે પણ સરકારી શાળામાં બાળકો રહેશે ???? શૈક્ષણિક_બળતરા

પ્રાથૅના

પ્રાર્થના. એટલે શું? આ વિષયનું અર્થઘટન કરવાનું બહુ જ ગમશે....કારણ કે આ મારો પ્રિય વિષય છે. પ્રાર્થના એટલે પલાઠી વાળીને બેસી જવું માત્ર નથી. પ્રાર્થના એટલે.... હંમેશા હકારાત્મક વિચારવું અને સહુ કોઈનું હંમેશા હિત ઇચ્છવું છે. પ્રાર્થના એટલે... તમે કોઇ મિત્રને તેના મુશ્કેલ સમયમાં પ્રેમથી ભેટી તેની પડખે ઉભા રહેવું એ છે પ્રાર્થના એટલે... કાળજાળ ગરમીમાં રસોડામાં ઉભા રહી કુટુંબના અને મિત્રો માટે રસોઇ બનાવવી... એ છે પ્રાર્થના એટલે.... આપણે જ્યારે કોઇને 'આવજો કહીએ..... ત્યારે આપણા મનની ભાવના.... તમને ઈશ્ર્વર સલામત રાખે અને તમારી યાત્રા શુભ રહેની ભાવના. પ્રાર્થના એટલે.... તમે કોઇને મદદરૂપ થવા જે સમય અને શક્તિ આપો છો તે છે. પ્રાર્થના એટલે... તમે જ્યારે કોઈને દિલથી માફ કરી... તેની ભુલને ભૂલી જાઓ તે છે. પ્રાર્થના એટલે એક અનુભૂતિ, લાગણી અને એક પ્રેમભર્યો અવાજ છે. જે હંમેશા શાંતિનુ જ વહન કરે છે. પ્રાર્થના એટલે.... સુંદર કૌટુંબિક સંબંધો, મિત્રતા અને દરેક વ્યવહારમાં સહ્દયતા છે. શું તમે આમાની કોઈ પણ પ્રાર્થના કરો છો  ???

એક મધૂર બાળપણ

યાદ છે બરાબર, ધાબા પર સાંજથી ગાદલાંઓ પથરાઈ જતા, રાતે સૂતી વખતે કોની પથારી ઠંડી છે એની ખાતરી પથારીમાં આળોટીને કરતા. મા પાણીની ઢોચકી મૂકવા માટે વારંવાર યાદ કરાવતી. ધાબા પર મૂકેલી એ પાણીની ઢોચકી અડધી રાતે ફ્રીઝની ગરજ સારતી. બરફ્ગોળો ખાવા જવા માટે ખાસ કાર્યક્રમ ઘડાતો ને એક જ ગોળા પર ચાર પાંચ વાર મસાલો છંટાવીને,  જીભ કેસરી થઇ છે કે નહિ એ જોઈ કરીને પછી પાછા આવતા. ઘરે સંચાનો આઈસ્ક્રીમ બનાવવા માટે પહેલેથી તારીખ નક્કી થતી, મોટા ભાગે તો ફોઈ આવે પછી કે પછી છોકરાંઓનું પરિણામ આવી જાય પછી બનતો આઈસ્ક્રીમ. સવારથી આસપાસ ગોઠવાઈ જતાં ને સંચો જરાક જેટલો ઉઘાડીને કેવોક આઈસ્ક્રીમ બનશે એની ગંભીરતાપૂર્વક જાહેરાત મોટેરાઓ કરતા. ઘરે આઈસબોક્સમાં ભરેલો બરફ રાત પડતાં ખલાસ થઇ જતો ને કોકને ત્યાંથી બરફની ટ્રે મળી જાય તો કુબેરના ભંડાર મળ્યા જેટલો આનંદ થતો. રાત પડ્યે ઢગલાબાજી ને ચારસોવીસની રમત મંડાતી, ભારોભાર જૂઠું બોલીને જીતી જવાતું પત્તાની એ રમતમાં  તે કોઈ વડીલ સૂઈ જાઓ એમ ધમકાવે ત્યારે પૂરી થતી. સવારે કોયલના ટહુકારે ઉઠી જવાતું તો પણ માથે મોઢે ઓઢીને સૂરજનાં અણિયાળા કિરણો આંખમાં ન ભોંકાય ત્યાં સુધી પથારીમાં

આંસુ

તમે બઘા કોણ? અમે? અમે આંસુ. તો અહીંયા કેમ આવ્યા? અમને પોતપોતાની ઓળખ જોઈએ છે. ઠીક છે,અહી લાઈનમાં આવી પોતપોતાનો પરિચય આપો. એક રડમસ આંસુ આવી બોલ્યું: હું રુમાલથી લુછેલું આંસુ,મારુ અસ્તિત્વ રુમાલમાં જ રહી જાય છે...! તેના પછી લાઈનમાં વૃધ્ધ લાગતુ આંસુ લાકડીના ટેકે આવ્યું: હું નોધારું છું, ટપ કરીને માટી પર પડી જાઉ છું ને એટલી માટી ખારી બસ એટલું જ...! એક આંસુ તો ભીનો તકીયો નાચોવીને કહે: હું છું પણ કોઈને દેખાતું નથી કારણ કે હું રાતે જ આવુ છું....! ત્યાં કોઈ અભિમાની જેવું લાગતું આંસુ લાઈનમાં વચ્ચે જ ઘુસીને કહે: અરે! આપણે પડીયે તો સીધા હથેળીના ત્રાજવે પડીયે....ને અનમોલ થઈ જાઈએ...હંહ...! અરે તમે ત્યાં કેમ ઊભા છો બધાથી અલગ? તમારે ઓળખ નથી જોઈતી? ત્યા ખુણેથી એક સુકાયેલું આંસુ આગળ આવ્યુ ને કહે: ના સાહેબ મારે કોઈ ઓળખ-બોળખ ન જોઈએ ...ગરીબના આંસુ છીએ ગાલ પર રહેવા જગા મળે તોયે બસ...! અરે વાહ! તમે તો બહું જ સુંદર છો.. મલક મલક થાતું એક જણ આગળ આવ્યું: હા ...હું હરખના આંસુ છું એટલે જ તો...આ જુઓ મારા પર તો સોનાનો વરખ પણ ચડેલો છે..! ત્યા અચાનક એક આંસુને જોઈ અંદરોઅંદર બધા ગુસપુસ

દિકરી, દિવો, દિવાળી

એક દિવસ આંગણ ગૂંજશે,  મીઠા સુર ભરી શરણાયી.... પાનેતર માં લાડકી જાણે લજામણી સરમાયી .... કંકુ ભીના પગલાં પડતા , લઇ જશે એનો છેદ ..... દીકરી મારા ઘર નો "દીવો"...અજવાળા ની હેત  .... દીકરી એટલે રોજ "દિવાળી"....સુખ ની રેલમછેલ ..... મમ્મી નો તું અંશ છે દીકરી , ઓળખ છે તું પપ્પા ની .... પાંખ માં તારી જુગલબંધી, સહિયારા સપના ની ..... સાથ માં તારા ગુંથાય એવી , લાગણી ઓ ની વેલ... દીકરી મારા ઘર નો " દીવો " ....અજવાળા ની રેલ .... દીકરી માં નો દિલ ધબકારો , દીકરી બાપ નો શ્વાશ.... ઈશ્વર એને દીકરીઓ દેતો .જેન પર વિશ્વાશ.... પાંચે આંગળી એ પરમેશ્વર જેને હોય એ પુંજે ...  દીકરી મારા ઘર નો " દીવો " ....અજવાળા ની રેલ ... ટહુકા સુનો માળો ..એવું દીકરી સુરુ સ્વર ... યાદ નું વાદળ મન ને ઘેરે , વેણુ માં ઝરમર .... મન ના મારેલી , મોરલા સંગ , જાય ધડકતી એ ઢેલ.... દીકરી મારા ઘર નો " દીવો " ....અજવાળા ની રેલ ... દીકરી એટલે રોજ "દિવાળી"....સુખ ની રેલમછેલ .....

પ્રેમ એટલે શું ?

પ્રેમ એટલે શું ? પ્રેમ એટલે સલામતી ? કે ૫છી પ્રેમ એટલે સમાધાન? હૂંફની હાજરી એટલે પ્રેમ ? કે ભયનો અભાવ એટલે પ્રેમ ? પ્રેમ એટલે અધિકારની માગણી કે અધિકારની સોં૫ણી? પ્રેમ એટલે શું ? કશુંક મેળવી લેવું ? કે ૫છી કશુંક આપી દેવું ? એકબીજાની સાથે રહીને જે અનુભવ થાય તે પ્રેમ ? કે ૫છી દૂર રહીને ૫ણ જે લાગણી થતી રહે એ પ્રેમ ? પ્રેમ એટલે ભવિષ્યનાં સ૫નાં ? કે પ્રેમ એટલે ભૂતકાળનાં સ્મરણો ? પ્રેમ એટલે સાગરના પાણી ૫ર વરસી ૫ડતી વાદળી ? કે ૫છી પ્રેમ એટલે દરિયાનાં જળમાંથી આકાશે બંધાઈ જતી વરાળ ? સ્પર્શાળુ ઈચ્છાઓનો વિસ્ફોટ એટલે પ્રેમ ? કે એ ઈચ્છાઓનું ઓગળી જવું એટલે પ્રેમ ? પ્રેમ એટલે તળેટી ૫રથી નજર કરતાં છેક ઉ૫ર દેખાતું શિખર ? કે ૫છી શિખરેથી જોયેલું પ્રથમ પગથિયું પ્રેમ? પ્રેમ એટલે શું? પ્રેમ એટલે સમાધાન કરીને સચવાય એટલીસાચવી લીધેલી જીવનની ક્ષણો... પ્રેમ એટલે સલામતીની સતત તૂટતી રહેલી દીવાલોની બાકી રહી ગયેલી ઈંટો.... અને પ્રેમ એટલે ખુલ્લા પરબીડિયામાં મૂકેલો સરનામા વિનાનો પત્ર.

વિધાતા ની છઠ્ઠી

ભુતકાળમાં વિધાતા છઠ્ઠી ના દિવશે બાળકનું ભાગ્ય લખતી. અને આજે...? હા આજે શુક્રાણું સ્રી બીજને મળે તે પહેલાં એનું ભવિષ્ય નક્કી કરે છે મા બાપ... જ્યારે બાળક લીક્વીડ ફોર્મમાં પણ ન હોય ત્યારથી તેને ટેલેન્ટેડ બનાવવાની હોડ લાગી છે. ચાર પાંચ વર્સના બાળકોને જ્યારે ટીવીના કોઇ રીયાલીટી શોમાં નાચતાં, ગાતાં, મિમીક્રી કરતાં જોઇએ ત્યારે વિચાર આવે.... કે આ બાળકના માબાપ ને છોકરું જોઇએછે કે એક મલ્ટી ટેલેન્ટેડ મશીન. છ વર્સની છોકરી ટીવી કે ફીલ્મ જોઇને ગીત ગાય છે. લેલા મે લેલા એસી હું લેલા... સાંથે નાચે પણ છે, હકીકત માં આ ટેલેન્ટ કરતાં નકલ વધું છે, મા બાપ છાતી ફુલાવી આ નકલીયાવ્રુતીને ક્રીયેટી વીટીમાં ખપાવે છે..... મા બાપનું કામ તો શીક્ષણ અને સંસ્કાર આપવાનું છે, પછી કુદરતી ટેલેન્ટ તો આપોઆપ બહાર આવશે, કિશોર કુમાર કે રફીના મા બાપે એ બોલતા થયાં ત્યારથી ગાતાં ન હોતું શીખવ્યું. રાજકપુર ના રણધીર અને રાજીવ બંન્ને છોકરાં કલાકાર તરીકે નિસ્ફળ રહ્યા.  કેમ....? એતો ઘર અને કુટુંબમાંજ પ્ટેટફોર્મ લૈને જનમ્યા હતા. એવુંજ રાજેન્દ્ર કુમાર ના કુમાર ગૌવરવ નું થયું.... કેમ કે એમના પોતાનામાં એ સફળતા માટેની કુદ

~ લોકો મારા જીવનના ~

મારા જીવનમાં આવનજાવન કરતાં, સ્થાઈ-અસ્થાઈ લોકોની બાબતમાં હું જ્યારે પણ વિચારું છું, ત્યારે એક વૃક્ષ સાથે તેમની સરખામણી કર્યા વિના હું રહી શકતો નથી. ભલેને પછી તે વ્યક્તિ મારો મિત્ર હોય, પરીવારજન હોય, પાડોશી હોય, ઓફિસનો કોઈ સહ-કર્મચારી હોય, કે પછી કોઈ પણ હોય.. આ બધાને હું જે નિરીક્ષણ-ક્રિયા હેઠળ પસાર કરું છું, તે ક્રિયાને મેં નામ આપ્યું છે- ‘વ્રુક્ષ-કસોટી’..! અને કસોટી બાદ, આ બધાં લોકો મારા માટે બની જાય છે -કાં તો ‘પાનજીભાઈ’.. અથવા તો ‘શાખજીભાઈ’..અને કાં તો ‘મૂળજીભાઈ’ ... આ માટેનો તર્ક નીચે મુજબ છે. . . . પાનજીભાઈ- અમુક લોકો તમારી જીંદગીમાં એવી રીતે રીતે આવે છે, જાણે કે ઝાડ ઉપર પાંદડા. આવા લોકો બહુ અલ્પ સમય માટે તમારા જીવનમાં રહે છે…એમ કહોને કે, એક ચોક્કસ ઋતુ-કાળ માટે. તમે તેમના પર નિર્ભર ના રહી શકો, બીજા શબ્દોમાં કહું તો..-તેમને તમે ખાસ કંઈ ગણી ના શકો. કારણ.. આ લોકો નબળા હોય છે. થોડો ઘણો છાંયડો કદાચ મળી રહે એમના થી.. બસ એટલું જ. બહુ ફાયદો નથી હોતો આવા લોકોથી. પરંતુ પાંદડાઓની જેમ જ, આ લોકો તમારા જીવનમાં આવે છે પોતાની જરૂરિયાત માટે.. પોતાને ખપ હોય તેટલું લઇ જવા માટે.

પપ્પા

આ પપ્પા એટલે ? પપ્પા એટલે ખાલી એક નામ ? પપ્પા એટલે ખાલી એક દેખાવ ? પપ્પા એટલે ખાલી એક પદ ? પપ્પા એટલે ખાલી બાયોડેટા્માં જોડવું પડતું એક નામ  ? ના …. પપ્પા એટલે પરમેશ્વરના પુરાણો કરતા પણ વધુ પ્રેકટિકલ પ્રેરણાદાઇ પુસ્તક... આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણા માંથી ઘણા પુરાણો વાંચવાની અને સમજવાની વાતો કરે છે પણ ઘરમાં બેઠેલા પપ્પાને નથી વાંચી શકતા... આ પપ્પા નામે પ્રોફાઇલને ક્રેડિટ સાથે બહુ લેવાદેવા નહી.. મા ને ઇશ્વર માની લેનાર સમાજ પપ્પાને પપ્પા જ સમજે કારણકે આ પપ્પાએ કોઇ દિવસ પોતાની જાતને એ કેટેગરી માંટે નોમીનેટ કરી જ નથી. "ખબરદાર જો આમ કર્યુ છે તો... આવવા દે તારા પપ્પાને.. બધ્ધું જ કહી દઇશ" આવા વાક્યો દરેક મા એ કયારેક ને કયારેક પોતાના બાળકને નાનપણમાં કહ્યાં જ હશે.. અને ન છૂટકે પણ પેલો ઓફિસમાં ફેમીલી માંટે કમાતો બાપ બાળકનો અજાણ્યો દુશ્મન બની ગયો હોય છે.. અને બાળક સાથેનું આ છેટું ઘણું લાંબુ ચાલે છે. ઘણા કિસ્સાઓમાં તો બાપની ખરી કિંમત સમજાય છે ત્યા સુધીમાં બાપ ખીલ્લી પર ટાંગેલ ફોટો બની ગયો હોય છે. બાકી પપ્પાતો એવા પરમેશ્વર છે જેને પામવા વ્રત, ઉપવાસ કે અધરા શ્લોકના

શિક્ષક એટલે કોણ?

શિક્ષક એટલે કોણ? ખુબજ મજાની વાત છે!  અને છતાંયે છે કંપાવી મૂકે તેવી... એક શાળાના આચાર્ય એ વિદાય સમારંભના પ્રવચન માં કહેલું કે, “ડોક્ટર તેના બાળકને ડોક્ટર બનાવવા માગતો હોય છે, એંજીનીયર તેના બાળકને એંજીનીયર બનાવવા માગતો હોય છે, અને કોઈ બિઝનેસમેન તેના બાળકને કોઈ કંપની નો સીઈઓ બનાવવા માગતો હોય છે! પરંતુ એક શિક્ષક પણ તેના બાળકને આમાનું જ કૈંક બનાવવા માંગતો હોય છે! કોઈ નેય પોતાની અંગત પસંદગીથી શિક્ષક બનવું નથી. ઘણું દુ:ખદ છે, પરંતુ હકીકત છે! ભોજન સમારંભમાં ટેબલ ની ફરતે બેઠેલા મહેમાનો જિંદગી વિષે ચર્ચા કરી રહ્યા હતા. એક વ્યક્તિ જે કોઈ કંપની ના સીઈઓ હતા, તેમણે શિક્ષણ માં રહેલ મુશ્કેલી ની ખુલાસાવાર ચર્ચા કરવાનો નિર્ણય કર્યો. તેમણે દલીલ કરી કે, “જે વ્યક્તિ એ પોતાની જિંદગી ના ઘડતર માટે શિક્ષણને શ્રેષ્ઠ વિકલ્પ તરીકે પસંદ કરેલ હોય, તેની પાસેથી કોઈ એક બાળક શું શીખી શકે?” પોતાના મુદ્દા ઉપર વધુ વજન આપવાના હેતુથી તેમણે ટેબલના બીજા છેડે બેસેલા એક મહેમાન ને કહ્યું, “પ્રામાણિકતાથી કહેજો બોની, તમે શું બનાવો છો?” એમનો મતલબ કમાણી થી હતો. શિક્ષિકા શ્રીમતિ બોની, પોતાની પ્રામાણિક્તા તેમજ

તળીયા વગર ની ઇચ્છાઓ

કયારેક વિચારો તડકા ની જેમ ઝીંકાઈ છે મારા ઉપર......મારા એકાંત ને ....મારા અંધકાર ને તહસનહશ કરી નાખે છે .સરનામુ નથી.......... ને ,એ "દિવા"માથી નીકળેલા જીન ની જેમ પ્રગટ થયા જ કરે છે . મારા અંધારા મન મા ....કોઈ ગાઢ જંગલ ની જેમ ઊંચી....લીલી....ને ધનધોરફ ...તળીયા વગર ની ઈચ્છા મારી હસ્ત રેખાઓ દાવાનંળ ની જેમ ફેલાઈ છે ...પળે.....પળે ...વિટળાઈ પડે છે એ ગાઢ જંગલ ને ....!!!!....ભીની ,ગાઢી, વાંસ ....લીલાશ પહેરી ને ભડ ભડ ....બળે છે.......!!! અસ્તીત્વ નો પયાઁય પૂછતા ઉચા લીલા વ્રૄક્ષો ની છાલ ઉખડે છે વરસોવરસ .......ને, ફરી નવી ઉગે છે ......સાપ ની કાચડી ની જેમ !! ....તળીયા વગર ની ઇચ્છા કાચ ની બોટલ ની જેમ પારદશઁક બની  લલચાવે મનેકયીરેક.....પણ એ પ્રવાહી પીવા જતા.....બે ખોબા તરસ ઉમેરાય છે ....મારા ગળા મા ....! રકત્ વાહીની ઓ નુ જાળુ સંકોચાતુ જાય છે ...અસ્તીત્વ ચારે.....તરફ ફેલાઇ છે......તુટેલી બોટલ ની જેમ મન ટુટે છે ને ખુપે છે પેટ મા ......ને ધબ ધબ કરતી લાલ ચોળ અપેક્ષાઓ વહી નીકળે છે .......એ લાલ ચોળ અપેક્ષાઓમા.....એ ગરમ ગરમ પ્રવાહી ના વહેણ મા વાળ પલાડી ને ........ભર સભા મા થયેલા અપમાન નો બદલો લ

સંબંધો નું સમીકરણ

સરસ વાત એ છે કે મને સંબંધો વિષે બહુ સમજ નથી , મારી અલગ અલગ અનેક વ્યાખ્યા ઓ છે , હું બીજા થી તદ્દન જુદું વિચારું છું એવી તો મને પેહલા થી જ ખબર હતી . કદાચ સમય કરતા વહેલો જન્મ્યો હોય એવું કોઈકવાર સમજાય , હું સમય કરતા આગળ પણ જીવી ચુક્યો હોય એવું પણ અનુભવ્યું . અને જે લોકો સમય કરતા વેહલા જીવે છે એની પાસે સમય સારી એવી કિંમત પણ વસુલે છે . મેં પણ મારા સબંધ ની કિંમત ચૂકવી છે અને બહુ આકરી ! હું જે માનુ છું તે જીવયો છું એવું હું માનુ છું ! મને નથી ખબર કે આ મારા મન ની કોઈ એક વાત અમુક  રીતે આપ વાચકો સુધી પોહ્ચશે કે નહિ , પણ મારે જે કેહવું છે તે તે આ જ , એટલું નક્કી છે ! માણસ માત્ર એના સંબંધો ને આધારે જીવે છે . બુદ્ધિશાળી હોય કે અભણ .....લૂચ્ચોહોય કે ખુબ ભોળો ..... લાગણીશીલ હોય કે અલ્ટ્રા પ્રેકટીકેલ.....કે પછી સ્માર્ટ ..... એને એના પોતાના આગવા સંબંધો હોય છે . જેને તોડવાના -સાચવવાના એના પોતાના કારણો એની પાસે હોય જ છે . આપણે સૌઉ સંબંધો માંથી જન્મેલા અનુભવ અને અનુભવ માંથી જન્મેલા વ્યક્તિત્વો છીએ . સમજદારી ખુબ સારી વાત છે!!  પણ વાત ને તોડી ને ઉખાડીને જોવાથી એનાવિષે બધું સમજાય જ જાય એવું બનતું

ન્યુકલીયર ફેમીલી

વિભક્ત કુટુંબમા નું આ એક મોટા માં મોટું દુષણ છે .જયારે ચાર જ જણા એકબીજાની સાથે રહેતા હોય ત્યારે એકબીજાની જિંદગી માં સતત દખલ દીધા કરવાની એક અજબ જેવી આદત સહુ કોઈ ને પડી જાય છે . કોણ શું ખાશે ??થી શરુ કરી ને કોણ શું પેહરશે !! કેમ અને કઈ રીતે જીવવું જોઈએ ?? અને શું ના કરવું જોઈએ એના બધા જ નિર્ણયો એકબીજા ને બદલે કરતા ,આ લોકો ધીમે ધીમે તણાવાના ની જેમ એક બીજા માં એવી રીતે ગુંથાય જાય છે કે કોઈ પાંચમી વ્યક્તિ એમના ઘરમાં ક્યારેક કે ક્યારે દાખલ થશે એવો ખ્યાલ શુધ્ધ પણ રહેતો નથી . બહુ ધ્યાન માં લેવા જેવી બાબત એ છે કે મોટા ભાગ ના માતા પિતા દીકરી ને ફક્ત એના પતિ પૂરતા જ સંબંધો નું જ્ઞાન આપેછે " સમજદારી " કે સહનશીલતા " ની જરૂર એમને કદાચ વિભક્ત કુટુંબ ના લીધે સમજાયી જ નહિ હોય ! ફક્ત ચાર જણ ની જિંદગી માં આ બે શબ્દ અને બે શબ્દ ના અનુભવ પ્રત્યક્ષ અને પરોક્ષ કે કોઈ પણ આડકતરી રીતે થયા જ ના હોય એવું પણ બનતું જ હશે !! ભણેલી , સ્માર્ટ , મોર્ડર્ન અને અર્બન યુગ ની સ્ત્રી , મોટા ભાગે કમાતી અને સ્વતંત્ર જીવન જીવેલી દીકરી જયારે પરણી  ને બીજા ને ઘેર જાય છે ત્યારે એ, બીજા ના ઘરે  ચાલી રહેલી સિસ