વિધાતા ની છઠ્ઠી

ભુતકાળમાં વિધાતા છઠ્ઠી ના દિવશે બાળકનું ભાગ્ય લખતી. અને આજે...?

હા આજે શુક્રાણું સ્રી બીજને મળે તે પહેલાં એનું ભવિષ્ય નક્કી કરે છે મા બાપ...

જ્યારે બાળક લીક્વીડ ફોર્મમાં પણ ન હોય ત્યારથી તેને ટેલેન્ટેડ બનાવવાની હોડ લાગી છે.

ચાર પાંચ વર્સના બાળકોને જ્યારે ટીવીના કોઇ રીયાલીટી શોમાં નાચતાં, ગાતાં, મિમીક્રી કરતાં જોઇએ ત્યારે વિચાર આવે....

કે આ બાળકના માબાપ ને છોકરું જોઇએછે કે એક મલ્ટી ટેલેન્ટેડ મશીન.

છ વર્સની છોકરી ટીવી કે ફીલ્મ જોઇને ગીત ગાય છે. લેલા મે લેલા એસી હું લેલા... સાંથે નાચે પણ છે,

હકીકત માં આ ટેલેન્ટ કરતાં નકલ વધું છે, મા બાપ છાતી ફુલાવી આ નકલીયાવ્રુતીને ક્રીયેટી વીટીમાં ખપાવે છે.....

મા બાપનું કામ તો શીક્ષણ અને સંસ્કાર આપવાનું છે, પછી કુદરતી ટેલેન્ટ તો આપોઆપ બહાર આવશે,

કિશોર કુમાર કે રફીના મા બાપે એ બોલતા થયાં ત્યારથી ગાતાં ન હોતું શીખવ્યું. રાજકપુર ના રણધીર અને રાજીવ બંન્ને છોકરાં કલાકાર તરીકે નિસ્ફળ રહ્યા.

 કેમ....? એતો ઘર અને કુટુંબમાંજ પ્ટેટફોર્મ લૈને જનમ્યા હતા. એવુંજ રાજેન્દ્ર કુમાર ના કુમાર ગૌવરવ નું થયું....

કેમ કે એમના પોતાનામાં એ સફળતા માટેની કુદરતી ટેલેન્ટ ન હતી.

નરેન્દ્ર મોદી સાહેબ ના બા હીરાબા એ કાંઇ બાળ નરેન્દ્ર બોલતા થયા ત્યારથી જાહેર માં સ્પિચ આપવાનું નતું શીખવ્યું કે નતો એ બાળકને વક્રુત્વ સ્પર્ધા ના ક્લાસ કરાવ્યા. કુદરતી ટેલેન્ટ સમય આવે બહાર આવેજ....

સામે પક્ષે પાંચ પેઢીથી ભાષણબાજી અને જાહેરજીવન ના પ્લેટફોમ વાળા રાહુલજી ભાષણમાં એટલા એગ્રેસીવ નથી લાગતા.

ધીરુભાઇ અંબાણીના માતા બાળ ધીરુને ઉંધાડવા હાલરડાંને બદલે કોઇ કંપનીના નફા નુકશાન ના સ્ટેટમેન્ટ નહોતા સંભળાવતા કે વાર્તાની જગ્યાએ બેન્કની પાસબુક વાંચી સંભળાવતા....

આજે તો ચાર વર્સની ચાર્મી ને એશ્વર્યા બનાવી દેવી છે. અને પાંચ વર્સના પપ્પુને સલમાન......

બાળકના બાળપણની જીંદગીની ભ્રુણહત્યા ની હોડ જામી છે. એ સફળજ છે, જરુરી નથી કે બધા સલમાન બને, શાહરૂખ કે રુત્વીક કે તેન્ડુલકર બને....

પહેલાં એને પ્રાથમીક શિક્ષણ આપો, સારા શંસ્કાર આપો, પછી કુમાર અવસ્થામાં એનામાં રહેલી શક્તિ આપો આપ ખીલશે.

 અને જો ટેલેન્ટ હશે તો નાનકડા વડ નગર જેવા પછાત ગામમાં થી દોડીને એ દીલ્હીની ગાદીએ બેસસે... એને નાનપણમાં સરપંચના રોલ કરાવી એનામાં રહેલા વડાપ્રધાન ની ટેલેન્ટ નું ગળું ન દબાવી દો.

જે પિંપળાને ફુટવુંજ છે એતો આરસીસી નો સ્લેબ ફાડીને પણ ફુટશે.....

Comments

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

ભગવાન ની છઠ્ઠી