Posts

પ્રેરક પ્રસંગ- આચરણ

 ભારતીય સંસ્કૃતિ નો ડંકો વિશ્વ માં વગાડનાર સ્વામી વિવેકાનંદ ના જીવન નો એક પ્રસંગ ધર્મ નજીક કેવળ તેઓ જ રહી શકે છે જે દુ:ખ પોતાના માટે રાખે છે અને સુખ અને સુરક્ષા અન્યને આપે છે. વિવેકાનંદ હિન્દુસ્તાનથી અમેરિકા જતા હતા. રામકૃષ્ણ પરમહંસનાં પત્ની શારદા માના આશીર્વાદ લેવા ગયા.  એ સમયે રામકૃષ્મ પરમહંસ અવસાન પામ્યા હતા. શારદા મા રસોડામાં કામ કરી રહ્યાં હતાં. વિવેકાનંદજીએ આવીને કહ્યું, ‘મા, મને આશીર્વાદ આપો હું અમેરિકા જઉં છું.’ શારદા માએ પૂછ્યું, ‘અમેરિકા જઇને શું કરશો?’ ‘હું હિંદુ ધર્મનો સંદેશ પ્રસરાવીશ.’ શારદા માએ કોઇ પ્રતિભાવ ન આપ્યો.  ચૂપ રહ્યાં. થોડી પળ પછી પોતાનું કામ કરતાં કરતાં બોલ્યાં, ‘પેલી શાક સુધારવાની છરી મને આપશો?’ વિવેકાનંદજીએ છરી ઉપાડીને શારદા માને આપી. શારદા માએ છરી આપતા વિવેકાનંદજીના હાથ પર એક નજર કરી. પછી વિવેકાનંદજીના હાથમાંથી છરી લેતાં બોલ્યાં, ‘જાઓ, મારા આશીર્વાદ છે તમને’.હવે વિવેકાનંદજીથી ન રહેવાયું. ‘મા છરી ઉપાડવાને અને આશીર્વાદ આપવાને શો સંબંધ છે?’ શારદા માએ કહ્યું, ‘હું જોતી હતી કે તમે છરી કેવી રીતે ઉપાડીને મને આપો છો. સામાન્ય રીતે કોઇ છરી ઉપાડીને આપે ત્યારે હાથો તેના

દિકરા દિકરી ના ધડતર નુ મહત્વ

 પિન્ટુ હસતા હસતા મારી પાસે બેસી બોલ્યો.. આવતા જનમ માં... ભગવાન જોડે એક ડીલ કરવી છે..., એમને કહેવું છે... તમે મને એક કિડની ઓછી આપશો તો ચાલશે... પણ દિલ ❤️ બે આપજો....!!! હું તેની સામે જોઈ હસી પડ્યો...કેમ શું થયું  બેટા ? પપ્પા લગ્ન પછી એક દિલ થી કામ નથી ચાલતું..., પત્ની અને માઁ બાપ  વચ્ચે  એક દિલ હોવાથી બેલેન્સ નથી રહેતું...! કોઈ વખત બેલેન્સ કરવા જાઉં છું તો...મગજ નું બેલેન્સ ગુમાવી દઉં છું...!!! પપ્પા...આ જૂઓ ને લગ્ન પછી મમ્મી વાતે વાતે મને કહે છે તું બૈરા નો ગુલામ..થઈ ગયો છે...પત્ની કહે તું માવડિયો થઈ ગયો છે.. પિન્ટુ થોડો ગંભીર થઈ બોલ્યો..પપ્પા સ્ત્રીના રુદન પરથી તેનાં દુઃખ દર્દ ની ઊંડાઈ માપી શકાય... પણ... પુરુષના હાસ્ય પરથી જીદંગી માં એ કેટલાં ઘા સહન કરીને બેઠો છે એ દુનિયાની કોઈ તાકાત ના માપી શકે...!!! સ્ત્રી પિયરમાં જઈ..રડીને હળવી થઈ જાય...,પુરુષ રડે તો માઁ બાપ કહે...ડૂબી મર...,મર્દ થઈ રડે છે...?!! એક પત્ની ને હેન્ડલ નથી કરી શકતો ? વાત વધારે ગંભીર ન બને એટલે મેં પિન્ટુ ને હસતા હસતા કીધુ...બેટા સ્ત્રી પુરુષ ની હાલત પણ ચેસ  નાં ક્વીન - કિંગ જેવી છે.  રાણી મન ફાવે એમ ચાલે અને  બિચારો ર

સૌના સંવાદનો નાદ શંખનાદ

સૌના સંવાદનો નાદ શંખનાદ 22 માર્ચ 2020 ભારતના ઇતિહાસમાં ઉમેરાયેલું તારીખનું નવું પાનું. ન ભૂતો ન ભવિષ્યતિ. કોરોનાને પણ રડવું આવ્યું હશે એવો પડઘો બ્રહ્માંડમાં પડ્યો. મારે કોરોના વિશે કોઈ જ વાત નથી કરવી કારણ કે એના જાણકારો કરી જ રહ્યા છે. મારે તો વાત કરવી છે આજે ફક્ત અને ફક્ત સૌ ભારતીયોના અંતરના નાદની, જે શંખનાદ દ્વારા એક સચોટ અને મજબૂત સંવાદ બની રહ્યો. કોઇ જ પક્ષપાત નહીં, કોઈ જાતિ તે મહાન બનવાની કે કોઈ રાજકારણની વાત નહીં. આજે તો એક હતું તો ફક્ત ભારત, દિવાળીમાં જેમ સેટેલાઇટ દ્વારા પૃથ્વી નો ફોટો લેવામાં આવે અને ઝળહળતી દેખાઈ એમ આજે પણ એકાદ ફોટો લેવાયો હોય તો સારું. કારણ બ્રહ્માંડ માં આજે પૃથ્વી નાચતી દેખાય હશે. એક સ્વર એકતાનો, એક જ ધર્મ માનવતાનો. વડાપ્રધાનની એકવારની અપીલ અને જયઘોષ- ધ્વનિઘોષ. સંધ્યાકાળે મંદિરમાં કે પછી મસ્જિદમાં અજાન ના સમયે જે અવાજ થતો હોય એ બ્રહ્મનાદ આજે બે કલાક આપણે ભારતીયોએ વહેલો કર્યો અને બ્રહ્માંડને ડોલાવ્યુ. અવસરનો આનંદ હોય એમ ઝૂમી ઉઠ્યું ભારત. વાતાવરણ એકદમ આહલાદક - સકારાત્મક બની રહ્યું. સ્વયં ભારતમાતા જાણે આજે આખો દિવસ પંખીઓના કલરવમાં ગીત ગાતા રહ્યા અને આપણે

જિંદગી અને જહાજ

જ્યારે ટાઈટેનીક ડૂબ્યુ ત્યારે એની આસપાસ ત્રણ જહાજો હતાં... એકનું નામ 'સેમ્પસન' હતું જે ટાઈટેનીકથી ૭ માઈલ જ દૂર હતું. તેઓએ ટાઈટેનીકમાંથી આવતાં સફેદ ધૂમાડાની ખતરાની નિશાની જોઈ પણ તે જહાજનો ક્રૂ ત્યાં ગેરકાયદેસર સીલ માછલીનો શિકાર કરતો હતો આથી તે ટાઈટેનીક પાસે જવાને બદલે વિરુદ્ધ દિશામાં જતું રહ્યું... આ જહાંજ દર્શાવે છે કે આપણામાંના અમૂક એવા લોકો હોય છે જે પોતાના પાપ માં અને જિંદગીમાં એટલાં વ્યસ્ત હોય છે કે 'બીજાને આપણી જરૂર છે' એ પારખી નથી શકતાં... બીજુ શીપ હતું 'કેલિફોર્નીઅન' આ શીપ માત્ર ૧૪ માઈલ દૂર હતું પણ એ બધી બાજુથી બરફથી ઘેરાયેલું હતું અને જહાંજના કેપ્ટને સફેદ ધૂમાડો જોયો પણ પરિસ્થિતી અનૂકુળ નહોતી અને અંધારું પણ હોવાથી તેઓએ ત્યારે સુઈ જવાનું અને સવાર સુધી રાહ જવાનુ નક્કી કર્યું. ક્રૂ પોતાને જ મનાવતું રહ્યું કે કંઈ નહીં થાય... આ શીપ આપણામાંના એવાં લોકોને દર્શાવે છે જેઓ વિચારતા હોય છે કે 'હું અત્યારે કંઈ નહીં કરી શકું, પરિસ્થિતી બરાબર નથી એટલે આપણે અનુકૂળ પરિસ્થિતી થવાની રાહ જોઈશું અને પછી કામ કરશું' અને છેલ્લું શીપ હતું 'કાર્પેથીઆ' આ

પુરૂષ ના સપ્તરંગો 🌈

એક સ્ત્રી માટે પુરૂષ શું હોય શકે? તમારા નામની પાછળ લખાતું દિવાલ જેવું અડીખમ નામ? હાથમાં દર મહિને આવી જતી ઘર-ખર્ચની રકમ? તમારા સંતાનોનો પિતા? સમય કરતાં વહેલાં ભરાઇ જતાં લોનનાં હપ્તા? સોલિટેરની ગિફ્ટ? લાઇફ ઇન્સ્યોરન્સ, મેડિક્લેમનાં પ્રિમિયમ્સ વચ્ચે વહેંચાઇ જતો, તમારા નામે રોકાણ કરતો અને તમને સલામતી આપવા લોહી-પાણી એક કરીને પોતે કમાયેલું ઘર તમારા નામે કરી દેતો એક મર્દ? પુરૂષ શું છે? પિતા? પ્રેમી? પતિ? કે દોસ્ત? પુરૂષ એક મેઘ-ધનુષ છે. એની પાસે સાત રંગો છે અને એ સાતેય રંગ દ્વારા એ તમારા જીવનમાં ઢગલેબંધ રંગ ઠાલવતો રહે છે. પુરૂષનાં આ સાત રંગ છે.🌈 સલામતી, સ્વીકૃતિ, સંવેદના, સહકાર, સમર્પણ, સંગાથ અને સંવાદ. પુરૂષ એ સલામતી છે… અડધી રાત્રે તમને ઘરે મૂકવા આવે એ પુરૂષ નથી-પણ જેનાં સાથે હોવા માત્રથી તમારા દરેક ડર પૂંછડી દબાવીને ભાગી જાય એ પુરૂષ છે. આર્થિક રીતે સ્વતંત્ર સ્ત્રી પોતાની માલિકીનાં ઘરમાં સલામતી મહેસૂસ કરતી નથી પણ ગમતા પુરૂષની છાતી વચ્ચે એ પોતાની જાતને સૌથી વધારે સલામત મહેસૂસ કરતી હોય છે. સ્ત્રી આખી જીંદગી સલામતી ઝંખતી રહે છે અને પુરૂષ લાગણીઓથી લઇને લગ્ન સુધીની

ખેડુત નો ગધેડો

એક ખેડૂતના ખેતરમાં એક ઊંડો ખાડો હતો.એક દિવસ એ ખેડૂતનો વૃદ્ધ ગધેડો એ ખાડામાં પડી ગયો.હવે શું કરવું? કોઈ સંજોગોમાં એ ગધેડો એ ઊંડા કુવા જેવા ખાડામાંથી બહાર નીકળે એમ નહોતો કે નહોતો કોઈ ઉપાય સુજતો.ગધેડો બહુ વૃદ્ધ હતો અને ખાડો આમ પણ પૂરવાનો હતો.ખેડૂતે ગધેડા સહીત એ ખાડાને પૂર્વનું નક્કી કર્યું. ખેડૂતે પોતાના મજૂરોને બોલાવ્યા અને પાવડાથી એ કુવા કમ ખાડામાં માટી નાખવાનું શરુ કર્યું. ગધેડાને ખ્યાલ આવી ગયો કે શું થવા જઈ રહ્યું છે.મોતનો ભય દેખાતા એણે જોર જોરથી ભોંકવાનું કરવાનું શરુ કર્યું પણ કોઈ ફાયદો નહિ.અચાનક ગધેડાને કાંઈક સુજ્યુ અને તે શોર કરતો બંધ થઇ ગયો... ખેડૂત અને એના મજુરે પાવડાથી ઘણી માટી પુરી.ખાડો લગભગ હવે પુરાવા આવ્યો હતો.અને ખેડૂતે અંદર જોયું તો આ શું? જેમ જેમ માટી નંખાતી હતી તેમ તેમ એ ગધેડો એ માટી ઉપર ચડીને કહો કે માટીના પગથિયાં બનાવીને ઉપર આવતો ગયો અને છેવટે જયારે ખાડો સાવ પુરાવા આવ્યો એટલે ગધેડો છલાંગ લગાવીને ખાડાની બહાર આવી ગયો... જયારે તમે સફળતાનાં માર્ગે હશો અથવા લોકોનો સ્વાર્થ જયારે પૂરો થશે ત્યારે હંમેશા લોકો તમારા રસ્તામાં પથ્થર નાખવાનું શરુ કરશે....એ તમારા પર નિર્ભર કરે છે

કેન્સર જાગૃતી

"હવે હું એન્જેલિના જોલીનું હાફ ઇન્ડીયન વર્ઝન બની ગઈ છું!" આ આશ્વર્ય આપતું વાક્ય હમણાં જ કોઈકે કહ્યું હતું યાદ છે? તાહિરા કશ્પયનું આ સ્ટેટમેન્ટ છે! ૨૦૧૩માં હોલિવૂડની ખ્યાતનામ અભિનેત્રી એન્જેલિના જોલીને બ્રેસ્ટ કેન્સર થયેલું અને તેણે પોતાના બંને બ્રેસ્ટની સર્જરી કરાવી હતી. બોડીમાંથી બ્રેસ્ટને બાતલ કર્યાં બાદ પણ પ્રબળ જિજીવિષા વડે એ અભિનેત્રી હાલ જીવી રહી છે, બહુ સારી રીતે! તાહિરા કશ્યપ ખુરાના એટલે આયુષ્યમાન ખુરાનાની અર્ધાંગિની એવી ઓળખ તો જાણે ઠીક, પણ એક રેડિયો કાર્યક્રમની હેડ, થિયેટર રાઇટર, ડાયરેક્ટર અને મીડિયા ટ્રેઇનર તરીકે તાહિરાની એક સ્વતંત્ર અલગ ઓળખ પણ છે. આ તાહિરા બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની 'હતી'. હજુ એકાદ મહિના પહેલાંની એ બાબત હવે ભૂતકાળ બની ગઈ એમ કહેવામાં કદાચ બહુ અતિશ્યોક્તિ નહી રહે. કેમ કે, ૧૨ કિમોથેરાપીની અગ્નિરેખા પસાર કરીને તાહિરા બહાર નીકળી ચુકી છે.... સારવાર દરમિયાન તાહિરાએ ઇન્સ્ટાગ્રામ પર ઘણાં ફોટા શેર કર્યા. તેમાં તેને કેન્સર સામે ઝઝૂમતી અને ધૈર્ય ધરતી જોઈ શકાય છે. પૈસો છે, હાયર સુવિધાઓ છે, હજારો લોકોની હૂંફ છે; છતાં હિંમત હોવી - આત્મવિશ્વાસ હોવો બહ