Posts

Showing posts from May, 2017

પ્રાથૅના

પ્રાર્થના. એટલે શું? આ વિષયનું અર્થઘટન કરવાનું બહુ જ ગમશે....કારણ કે આ મારો પ્રિય વિષય છે. પ્રાર્થના એટલે પલાઠી વાળીને બેસી જવું માત્ર નથી. પ્રાર્થના એટલે.... હંમેશા હકારાત્મક વિચારવું અને સહુ કોઈનું હંમેશા હિત ઇચ્છવું છે. પ્રાર્થના એટલે... તમે કોઇ મિત્રને તેના મુશ્કેલ સમયમાં પ્રેમથી ભેટી તેની પડખે ઉભા રહેવું એ છે પ્રાર્થના એટલે... કાળજાળ ગરમીમાં રસોડામાં ઉભા રહી કુટુંબના અને મિત્રો માટે રસોઇ બનાવવી... એ છે પ્રાર્થના એટલે.... આપણે જ્યારે કોઇને 'આવજો કહીએ..... ત્યારે આપણા મનની ભાવના.... તમને ઈશ્ર્વર સલામત રાખે અને તમારી યાત્રા શુભ રહેની ભાવના. પ્રાર્થના એટલે.... તમે કોઇને મદદરૂપ થવા જે સમય અને શક્તિ આપો છો તે છે. પ્રાર્થના એટલે... તમે જ્યારે કોઈને દિલથી માફ કરી... તેની ભુલને ભૂલી જાઓ તે છે. પ્રાર્થના એટલે એક અનુભૂતિ, લાગણી અને એક પ્રેમભર્યો અવાજ છે. જે હંમેશા શાંતિનુ જ વહન કરે છે. પ્રાર્થના એટલે.... સુંદર કૌટુંબિક સંબંધો, મિત્રતા અને દરેક વ્યવહારમાં સહ્દયતા છે. શું તમે આમાની કોઈ પણ પ્રાર્થના કરો છો  ???

એક મધૂર બાળપણ

યાદ છે બરાબર, ધાબા પર સાંજથી ગાદલાંઓ પથરાઈ જતા, રાતે સૂતી વખતે કોની પથારી ઠંડી છે એની ખાતરી પથારીમાં આળોટીને કરતા. મા પાણીની ઢોચકી મૂકવા માટે વારંવાર યાદ કરાવતી. ધાબા પર મૂકેલી એ પાણીની ઢોચકી અડધી રાતે ફ્રીઝની ગરજ સારતી. બરફ્ગોળો ખાવા જવા માટે ખાસ કાર્યક્રમ ઘડાતો ને એક જ ગોળા પર ચાર પાંચ વાર મસાલો છંટાવીને,  જીભ કેસરી થઇ છે કે નહિ એ જોઈ કરીને પછી પાછા આવતા. ઘરે સંચાનો આઈસ્ક્રીમ બનાવવા માટે પહેલેથી તારીખ નક્કી થતી, મોટા ભાગે તો ફોઈ આવે પછી કે પછી છોકરાંઓનું પરિણામ આવી જાય પછી બનતો આઈસ્ક્રીમ. સવારથી આસપાસ ગોઠવાઈ જતાં ને સંચો જરાક જેટલો ઉઘાડીને કેવોક આઈસ્ક્રીમ બનશે એની ગંભીરતાપૂર્વક જાહેરાત મોટેરાઓ કરતા. ઘરે આઈસબોક્સમાં ભરેલો બરફ રાત પડતાં ખલાસ થઇ જતો ને કોકને ત્યાંથી બરફની ટ્રે મળી જાય તો કુબેરના ભંડાર મળ્યા જેટલો આનંદ થતો. રાત પડ્યે ઢગલાબાજી ને ચારસોવીસની રમત મંડાતી, ભારોભાર જૂઠું બોલીને જીતી જવાતું પત્તાની એ રમતમાં  તે કોઈ વડીલ સૂઈ જાઓ એમ ધમકાવે ત્યારે પૂરી થતી. સવારે કોયલના ટહુકારે ઉઠી જવાતું તો પણ માથે મોઢે ઓઢીને સૂરજનાં અણિયાળા કિરણો આંખમાં ન ભોંકાય ત્યાં સુધી પથારીમાં