ન્યુકલીયર ફેમીલી




વિભક્ત કુટુંબમા નું આ એક મોટા માં મોટું દુષણ છે .જયારે ચાર જ જણા એકબીજાની સાથે રહેતા હોય ત્યારે એકબીજાની જિંદગી માં સતત દખલ દીધા કરવાની એક અજબ જેવી આદત સહુ કોઈ ને પડી જાય છે . કોણ શું ખાશે ??થી શરુ કરી ને કોણ શું પેહરશે !! કેમ અને કઈ રીતે જીવવું જોઈએ ?? અને શું ના કરવું જોઈએ એના બધા જ નિર્ણયો એકબીજા ને બદલે કરતા ,આ લોકો ધીમે ધીમે તણાવાના ની જેમ એક બીજા માં એવી રીતે ગુંથાય જાય છે કે કોઈ પાંચમી વ્યક્તિ એમના ઘરમાં ક્યારેક કે ક્યારે દાખલ થશે એવો ખ્યાલ શુધ્ધ પણ રહેતો નથી .

બહુ ધ્યાન માં લેવા જેવી બાબત એ છે કે મોટા ભાગ ના માતા પિતા દીકરી ને ફક્ત એના પતિ પૂરતા જ સંબંધો નું જ્ઞાન આપેછે " સમજદારી " કે સહનશીલતા " ની જરૂર એમને કદાચ વિભક્ત કુટુંબ ના લીધે સમજાયી જ નહિ હોય ! ફક્ત ચાર જણ ની જિંદગી માં આ બે શબ્દ અને બે શબ્દ ના અનુભવ પ્રત્યક્ષ અને પરોક્ષ કે કોઈ પણ આડકતરી રીતે થયા જ ના હોય એવું પણ બનતું જ હશે !!

ભણેલી , સ્માર્ટ , મોર્ડર્ન અને અર્બન યુગ ની સ્ત્રી , મોટા ભાગે કમાતી અને સ્વતંત્ર જીવન જીવેલી દીકરી જયારે પરણી ને બીજા ને ઘેર જાય છે ત્યારે એ, બીજા ના ઘરે  ચાલી રહેલી સિસ્ટમ ને તોડી ફોડી ને રીતે ગોઠવવાનો પ્રયાશ કરે છે . ક્યાં તો એ એ સિસ્ટમ માં અંદર જ નહિ ઉતારવાનું શોષણ નું સર્જન કરે છે ....એ ઈચ્છે છે કે આખી સિસ્ટમ એના મુજબ જ ચાલે ........અથવા તો એમના ઘર મુજબ એટલે કે વિભક્ત પારિવારિક સિસ્ટમ મુજબ જ ચાલે ....
અનેપરિણામે જન્મે છે ............વિરોધ !! " અને વિરોધ માંથી નવો યુગ અવતાર નો જન્મ એટલે " વિદ્રોહ" !!
વિદ્રોહ અપાર ઘર્ષણ લાવે ! 
ઉદાહરણ ( જે કુટુંબ આજ સુધી સાંજે ભાખરી ને શાક ખીચડી ખાતું હતું, એ પીત્ઝા , પાવભાજી કે રાગડા પેટીસ ખાવા ) એવું સજેશન બની શકે છે . આ ફક્ત ઉદાહરણ આવા અનેક સંજોગ માં વિચારભેદ અને "જડતા"નું પ્રમાણપત્ર મળી શકે . ....પણ ઘર માં જીવતી તમામ વ્યક્તિ ઓ ને બદલે એ નિર્ણય કરવાનો અધિકાર હજી હમણાં જ પરણી ને આવેલી અર્બન ઈન્ડિપેન્ડન્ટ સ્ત્રી કે પુત્રવધુ પાસે નથી એનો ખ્યાલ નથી રહેતો . 
ફક્ત આજ દીકરી પોતાના માતા ને ત્યાં એ વાત ચીતરે ને એક નવું દાવાનળ બને.....
 દરેક કુટુંબ માં  એક પ્રથા હોય છે , એક પરંપરા હોય છે એ પ્રથા કે પરમ્પરા ને તોડવાના બદલેપરંપરા માં દાખલ નહિ થવાની ભાવના છોડી , સમજદારી થી નાના મોટા ફેરફાર કરવાની આવડત કદાચ આજ ના યુગ ની યુવતી ઓ માં નથી રહી ..
જ્ઞાતિ માં જ લગ્ન કરવા અથવા સંયુક્ત કુટુંબ માં રહેવા ના જે ફાયદા છે તેમનો સૌવથી મોટો ફાયદો આ છે કે પરંમ્પરા પ્રમાણે ઉછરેલી છોકરી ઘર માં સેહલાય ગોઠવાય જાય . 

સંબંધો બંધાતા લાગે છે - તમે લાગણી નું બી , સમજદારી નું  ખાતર , સંવેદના નું પાણી અને સ્નેહ નો તડકો આપવો પડે છે. ગેરસમજ નુ નિંદામણ કરી નાખવું પડે . ત્યારે એક સુંદર વૃક્ષ નું નિર્માણ થાય , કુટુંબ નું વૃક્ષ એ ઉગવા , પાંગરવા માટે ઘણી બધી માવજત ની જરૂર પડે છે અને આ માવજત બાળક ને સાવ નાનપણ થી જ શીખવી પડે છે . 
"રામ સચવાતો નથી અને રાવણ જેરવાતો નથી" એવી સ્થિતિ માં છુટા છેડા નું પ્રમાણ વધે છે અને વિદ્રોહ નો જન્મ જાગે ને ત્યાં થી ગુનાહિત કર્યો નું નિર્માણ શરુ  થાય જાય છે વિશાળ પ્રમાણ માં .
લગ્ન એ ફક્ત કે માત્ર શારીરિક સંબંધ બાંધવાનું લાયસન્સ ન બને - ને નથી . 
પરંતુ આપણી પરંપરા સંસ્કૃતિ સામાજિક સભ્યતા ને જાળવી રાખવાની એક અગત્ય ની અતુલ્ય ભેટ છે અને એ વ્યવસ્થા અને એનું સન્માન થાય એ શીખવવાની અને કેળવણી ની ફરજ ફક્ત અને ફક્ત માતા પિતા ની જ હોય છે .
લગ્ન એ માત્ર મંત્રો બોલી ને વેદી ની આસપાસ ફેરા ફરી ને કે *કાગળ પાર સહી કરવાથી કે *કરાવી ને કે , કાબુલ છે કેહવા થી , કે પરિવાર થી દૂર થાય જઇ ને શાંતિ થી સહન  કરી ને રહેવાનો ,  થી બંધાય જતો કોઈ મામૂલી સંબંધ નથી . ...
લગ્ન એ સાવ જુદા વાતાવરણ માંથી આવતા , સાવ જુદી રીતે ઉછરેલા એ માણસો એ સાથે જીવવાની એક સુંદર સામાજિક વ્યવસ્થા  છે.... એના તૂટવા વિષે જો આપણે અત્યારે નહિ જાગીએ તો પશ્ચિમી દેશો ની જેમ મેરેજ કાઉન્સિલર ને સાયકોલોજિસ્ટ ને ચૂકવવા પડતી રકમો અને છુટા છેડા ને કારણે વિદ્રોહી બની જતા બાળકો ની સંખ્યા તથા અને નવા "વિભક્ત પરિવાર" નું નિર્માણ થતા કે વધતા વાર નથી લગતી

Comments

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી