અભણ ની ભાષા

અભણ કોને કેહવાય

આંખો માં રહેલી લાગણી ની ભીનાશ વાંચી શકે તેને અભણ ના કેહવાય....

દર્દ ની સ્થિતિ ને આનંદ માં ફેરવી દેનાર વ્યક્તિ ને અભણ ના કેહવાય...

તમારા ચેહરા ના સ્મિત પાછળ રહેલી વેદના ને સમજી સકે તેને અભણ ના કેહવાય....

જયારે તમારું જીવન મુશ્કેલી ના વાદળ થી ઘેરાયેલું હોય,એમાં અંદરાધાર ખુશીઓ નો વરસાદ તમારા જીવન માં લાવી દે એને અભણ ના કેહવાય....

પ્રેમ ની પરિભાષા જે તમને શબ્દો ની આંટી ઘૂંટી માં નાખ્યા વિના શીખવી દે તેને અભણ ના કેહવાય....

તમારા કોરા પાટિયા જેવા જીવન ને મેઘધનુષ્ય રૂપી રંગો માં ફેરવી દેનાર વ્યક્તિ ને અભણ ના કેહવાય....

તમારા બદલાયેલા વર્તન પાછળ ની વાસ્તવિકતા ને સમજનાર વ્યક્તિ ને અભણ ના કેહવાય.....

તમારા જીવન ના તીખા સ્વાદ ને મધ ની મીઠાશ માં બદલી નાખનાર વ્યક્તિ ને અભણ ના કેહવાય....

તમારા ભાગ્ય ની રેખાઓ એ ભલે તમારા જીવન માં નિરાશાઓ લખી હોય, પણ એ નિરાશાઓ ને ઊંચી આંકાંક્ષાઓ માં ફેરવી જનાર વ્યક્તિ ને અભણ ના કેહવાય....

તમારા હૃદય ની શુન્દરતા ને ઓળખી જનાર વ્યક્તિ ને અભણ ના કેહવાય....

ડેમ ના રોકાયેલા પાણી ની જેમ રોકાયેલા તમારા વિચારો ને નદી ના વહેણ ની માફક વહેતા કરી દેનાર વ્યક્તિ ને અભણ ના કેહવાય....

નફરત તો દુનિયા તમને શિખવેજ છે પણ, આ નફરત ના દરિયા માં પ્રેમ રૂપી નાનું ઝરણું રચી જનાર વ્યક્તિ ને અભણ ના કેહવાય......

અભણ તો એને કેહવાય જે

પી એચ ડી સુધી ભણ્યો હોવા છતાં તમારા જીવન ની કક્કા બરાક્ષરી ના વાંચી સકે.....

       (મેહુલ છગ ના દાદી માં ના સ્મરણો માંથી)

            

Comments

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી