Posts

Showing posts from 2018

મૈત્રી

પ્રેમથી આગળનું એક પગલું " મૈત્રી " વિશ્વના આટલા માનવ મહેરામણમાં જે આપણને પ્રેમપૂર્વક ગાળ આપી શકે અને ક્રોધપૂર્વક ચાહી શકે એનું નામ મૈત્રી.... મૈત્રી એટલે વરસાદમાં તરતી કાગળની હોડીનું પાણીમાં ડૂબ્યા વગર સતત વહેવું.... મૈત્રી માટે સૌ પ્રથમ આપણી જાત સાથે દોસ્તી બાંધવી જરૂરી છે, કારણ કે આમ ન કરીએ તો વિશ્વમાં આપણે કોઈની પણ સાથે દોસ્તી બાંધી શકીએ નહીં..... જેમાં ગુણ અને દોષ ઓગળીને એકરૂપ થઈ જાય તે જ ખરી મૈત્રી સાબિત થઈ શકે.... મૈત્રી એટલે જે દીવો બનીને આપણા એકાંતના અને ઉદાસી, વ્યથા તથા પીડાના અંધકારને દૂર કરતું ઓસડ.... મૈત્રી એટલે જ્યાં રુચિ-અરુચિનો લોપ થઈ જાય, જ્યાં અસ્તિત્વ પોતે એકાગ્રતા સાધી શકે. જેને આપણી દરેક ઇચ્છાની અગાઉથી જાણ થઈ જતી હોય તે વ્યક્તિ એટલે મિત્ર.... જે આપણા જીવનના અનાજમાં પડેલાં કાંકરા અને ફોતરાઓને તારવીને અલગ કરી આપે... અને આપણને એની ખબર પણ ન પડવા દે તે ઉત્તમ મિત્ર. મૈત્રી એટલે સમજણપૂર્વકનું શબ્દમય મૌન. મૈત્રી એટલે આપણા આંતરિક વિશ્વને ખોલી આપતી ચાવી. હર્ષ અને શોકનાં આંસુઓનું મિશ્રણ જ્યારે સધાય ત્યારે સમજવું કે બે મિત્રો વર્ષો પછી મળ્યા લાગે છ

"છતાં પણ કરે જ જાઓ "

"છતાં પણ કરે જ જાઓ " તમને રચનાત્મક કામ સાકાર કરવા માં વર્ષો લાગે , એનો નાશ એક જ રાત માં થાય , "છતાં પણ કાર્ય કરે જ જાઓ " લોકો ભલે તર્કહીન હોય , સ્વાર્થી હોય , "છતાં પણ તેમને પ્રેમ કરતા જ રહો . આજે તમે જે સારું કામ કારસો તે કદાચ ભૂલાય જશે , "છતાં પણ સારા કામ કરે જ જાઓ " જો તમે કોઈ સારું કામ કારસો તો લોકો તમારે માથે કોઈ છુપા અને સ્વાર્થી હેતુ નો આરોપ મુકશે " છતાં પણ સારા કામ કરતા જ રહો " પ્રમાણિક અને સ્પષ્ટ વક્તા બનવા થી તમને મુશ્કેલી પડી સકે ! "છતાં પણ પ્રમાણિક અને સ્પષ્ટ વક્તા જ બનો વિશ્વ ને તમારું શ્રેષ્ઠ અર્પણ કરો...મો પર લાત ખાવ "છતાં પણ વિશ્વ ને તમારું શ્રેષ્ઠ અર્પણ કરતા જ રહો" મહાન વિચારો ધરાવતા મહાન માણસો ને પણ નાના માં નાનું મગજ ધરાવતા નાના માં નાના માણસો નષ્ટ કરી સકે છે . "છતાં પણ તમે મહાન વિચારો કરતા જ રહો " જે નવું છે તે નવું પણ હોય , નવા સ્વરૂપ માં જુનું પણ હોય , "છતાં પણ નવા નવા પ્રયોગો ચાલુ જ રાખો " લોકો તો કહે છે કે કચડાયેલા ઓ ની તેમને ચિંતા છે , પણ હકીકતે તો માત્ર તેઓ પ

યુગ નો અનુભવ

એકવખત યુધિષ્ઠીર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કળયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને કળીયુગમાં કેવી સ્થિતી પ્રવર્તતી હશે એ જાણવાની ઇચ્છા બતાવી એટલે ભગવાન શ્રીકૃષ્ણએ ચારે દિશાઓમાં એક એક બાણ છોડ્યુ અને પછી ચારે ભાઇઓને એ બાણ શોધી લાવવા માટે આજ્ઞા કરી. અર્જુન જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એણે એક વિચિત્ર ઘટના જોઇ. એક કોયલ મધુર અવાજે ગીતો ગાતી હતી. અર્જુનના પગ થંભી ગયા એણે કોયલ તરફ જોયુ તો આશ્વર્યથી આંખો પહોળી થઇ ગઇ. મધુર કંઠે ગીતો ગાનારી કોયલ એક સસલાનું માંસ પણ ખાતી જતી હતી. સસલુ દર્દથી કણસતુ હતુ અને કોયલ ગીત ગાતા ગાતા એનું માંસ ખાતી હતી. ભીમ જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એને પણ એક કૌતુક જોયુ. એક જગ્યાએ પાંચ કુવાઓ હતા. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા. આ ચારે કુવાની બરોબર વચ્ચે પાંચમો કુવો હતો જે સાવ ખાલી હતો. ભીમને એ ન સમજાણું કે ચાર કુવાઓ ઉભરાય છે તો વચ્ચેનો પાંચમો કુવો સાવ ખાલી કેમ છે ? નકુલ જે દિશામાં બાણ લેવા ગયો હતો ત્યાં તેણે એક ગાયને બચ્ચાને જન્મ આપતા જોઇ. બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય એને ચાટવા લાગી. થોડીવારમાં બચ્ચાના શરીર પરની ગંદકી સાફ થઇ ગઇ

અદભૂત શિક્ષિકા, અદભૂત લિસ્ટ...

એક દિવસ એક શિક્ષિકા બહેને નવમાં ધોરણના વિદ્યાર્થીઓને બે મોટા કાગળમાં પોતાના ક્લાસના વિદ્યાર્થીઓના નામ લખવા કહ્યું. દરેક નામની સામે તેમ જ નીચે બે લીટી ખાલી રાખવાનું કહ્યું. વિદ્યાર્થીઓને નવાઈ લાગી. થોડીક ઇન્તેજારી પણ થઇ કે બહેન શું કરવા માંગે છે ? શિક્ષિકા બહેને ત્યારબાદ દરેક વિદ્યાર્થીના નામની સામે જે તે વિદ્યાર્થીના સૌથી સારા ગુણો વિષે બધાને યાદ આવે તેટલું લખવાનું કહ્યું. દરેકે દરેક વિદ્યાર્થીના સદગુણને યાદ કરીને લખવામાં બધા વિદ્યાર્થીઓને ખાસ્સી વાર લાગી. આવા નવતર પ્રયોગનો આનંદ પણ આવ્યો. ક્લાસનો બાકીનો સમય પણ આજ કામમાં પૂરો થયો. શાળા છૂટ્યા બાદ દરેકે પોતાનું લખાણ શિક્ષિકા બહેનને સુપરત કરીને વિદાય લીધી. અઠવાડિયાના અંતે શિક્ષિકાબહેને દરેક વિદ્યાર્થીના નામવાળો એક એક કાગળ તૈયાર કર્યો. પછી તેના પર દરેક વિદ્યાર્થીએ તેના વિષે શું સરસ લખ્યું છે તેની યાદી તૈયાર કરી. સોમવારે ફરીથી ક્લાસ મળ્યો ત્યારે તેમણે દરેકને પોતાના નામવાળું લિસ્ટ આપ્યું. દરેક વિદ્યાર્થી આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયો. દરેકના મોઢેથી આનંદના ઉદગારો સરી પડ્યા. અરે ! ભગવાન ! બધા મારા વિષે આટલું સરસ વિચારે છે ? દરેકના હૃદયમાં

પુરુષ વિશે અનુભવેલુ અછાંદસ...

એના આંસુ તમે જોયા નથી, એટલે એવું ધારી લેવાનું કે એને ખારાશ વિશે ખબર જ નથી? રાત્રે દસ વાગે, થાકીને ને ક્યારેક હારીને પણ, જ્યારે કદમ સાચવીને... એ ઘેર આવે છે... ત્યારે આવકાર ને સ્વીકારના બદલે... એક ગ્લાસ પાણી માંગે છે ફક્ત.... બદલામાં એને પાણીની સાથે, બીજું કેટલું આપીએ છીએ ને ખડકીએ છીએ એના માથે? ક્યારેય વિચાર નહિ આવતો હોય કોઈને..? કે પુરુષોને પણ સપના હોય છે? ને જવાબદારીઓને લીધે એણે એ સપના... પડતાં મૂક્યા છે, જેમ કોઈ નદીમાં પડતું મૂકે- એમ જ.... સાચી વાત છે. સ્ત્રી સંવેદનશીલ હોય છે.... એને લગભગ દરેક બાબતમાં અન્યાય થાય છે.... પણ, એમાં ફક્ત પુરુષનો વાંક છે? વિચારવા જેવું છે.... એકવાર પુરુષને - ફક્ત માણસ તરીકે જોઈને... એના વિશે વિચારો.... એની જિંદગી નથી બદલાતી દરેક પડાવે? એ પણ કેટલાથી છૂટે છે.... કેટલું તૂટે છે... કેટલો ખૂટી જાય છે અંદર અંદર.... એના ખાલીપાનો વિચાર... કેમ કોઈ નારી સંસ્થાને નહિ આવતો હોય? એક જ વાત સમજાઈ છે હજી સુધી.. કે જે ચૂપ થઈ ગયો છે ને... એને એકવાર સાંભળી લેવો જોઈએ... શક્ય છે કે, થોડાક પડ ઉખેડવાથી, એક દટાતો જતો જીવ- ભૂતકાળ બનત

BUSY અને BE-EASY

એક ખિસકોલી રોજ પોતાના કામ પર સમયસર આવતી હતી અને પુરી મહેનત અને ઇમાનદારી થી કામ કરતી હતી.... ખિસકોલી જરૂરત થી વધારે કામ કરીને પણ ખુબ ખુશ હતી. કેમ કે તેનો માલિક, જંગલ નો રાજા સિંહે તેને દસ બૉરી અખરોટ  આપવા નો વાયદો કરી રાખ્યો હતો.... ખિસકોલી કામ કરતાં કરતાં થાકી જતી હતી તો મનમાં વિચાર આવી જતો કે લાવ, થોડો આરામ કરી લઉં, તરત જ યાદ આવી જતું કે સિંહ તેને દસ બૉરી અખરોટ દેવાનો છે. તે પાછી કામ પર લાગી જતી ... તે જ્યારે બીજી ખિસકોલીઓ ને રમતા જોતી તો તેને પણ રમવાનું મન થઇ આવતું, પણ અખરોટ યાદ આવી જતાં અને પાછી કામ પર..... એવું નહોતું કે સિંહ તેને અખરોટ દેવા નથી માંગતો, સિંહ બહુ ઇમાનદાર હતો.... આમ જ સમય વિતતો રહ્યો..... એક દિવસ એવો આવ્યો કે સિંહ રાજાએ ખિસકોલી ને દસ બૉરી અખરોટ આપી આઝાદ કરી દિધી. પણ... ખિસકોલી અખરોટ ની પાસે બેસી વિચાર કરવા લાગી કે હવે અખરોટ મારે શું કામ ના ? *આખી જિંદગી કામ કરતાં કરતાં દાંત તો ઘસાઇ ગયા, આને ખાઇશ કઇ રીતે ! ! !* *આ વાત આજ જીવન ની હકીકત બની ગઇ છે ! મનુષ્ય પોતાની ઇચ્છાઓ નો ત્યાગ કરે છે, પુરી જિંદગી નોકરી, વ્યાપાર અને ધન કમાવા માં વિતાવી દે છે ! ૬૦ વરસ ન

આત્મ અવલોકન

આપણે સતત ફરિયાદ કરીએ છીએ કે સમાજ હિંસક બનતો જાય છે. આજ નું બાળક અત્યંત અશાંત, જિદ્દી અને ક્ષુબ્ધ બનતું જાય છે... તો સરવાળે એના માટે ક્યાંક મા-બાપ તરીકે આપણો જ વ્યવહાર જવાબદાર નથી ને ? તેવું આત્માવલોકન કરવાની આવશ્યકતા છે.... એક વિચારકે બહુ જ સરસ વાત કરી, “To be in your children's memory tomorrow, you have to be in their lives today” (આવતીકાલે તમારા બાળકોની યાદોમાં રહેવા માટે તમારે તેની આજની જિંદગીમાં રહેવું પડશે.)... હવે નક્કી આપણે કરવાનું છે કે, આપણે તેના માટે કેવી યાદો છોડી જવી છે ? અંગ્રેજીનું એક સુંદર વાક્ય છે, “We worry about what a child will become tomorrow, yet we forgot that he is someone today.” એ બાળકને આપણે કેવું ભવિષ્ય આપવા ઈચ્છીએ છીએ અને તેના આધારે આવતીકાલના સમાજના તાણાવાણા કેવાં હશે તેનો સમગ્ર આધાર આજના યુવા દંપતીના વ્યવહાર પર રહેલો છે. આવો... એક જવાબદાર મા-બાપ બની જવાબદાર નાગરિક બનીએ... બાળક ને બાળક જ રહેવા દો , તમારી રેષના ઘોડા ના બનાવશો કે તેને સારા નાગરિક બનાવવાની ચેષ્ઠા ના કરશો, સારા નાગરિક તો તમારે બનવાની જરૂર છે તે તો હજી બાળક છે... તમે સારા નાગરિક હ
મારી દીકરી 5 વર્ષની છે.. ત્યારે એક દિવસ  મને પૂછેલું કે, "પપ્પા, મધરનો સ્પેલિંગ શું થાય ? મેં કહ્યું બેટા, "M O T H E R" પછી એ બોલી, પપ્પા, આમાંથી "M" કાઢી નાખીએ તો શું થાય ? મેં કહ્યું,  "OTHER". પછી એને થોડી ઠાવકાઈથી મને કહ્યું , "જેમ "MOTHER" માંથી "M" નીકળી જાય તો other થઇ જાય, એમ જો ફેમીલીમાંથી Mother નીકળી જાય તો બધા Other થઇ જાય...!!!" હું હસી પડ્યો....!! મેં આગળ પુછ્યુ, "તો FATHER માંથી "F " નીકળી જાય તો????" તો એ હસતા હસતા બોલી, "પપ્પા તો તો બધા “અધ્ધર” જ થઇ જાય...!!!" કેટલી સહજતાથી એને ઘણુંબધું કહી દીધું. પિતા ભલે માતાની જેમ એની કુખે સંતાનને જન્મ નથી આપતા પણ પિતા થકી જ સંતાનનો જન્મ સાર્થક થાય છે. દેવકીની પીડા સૌ જાણે છે, પણ અડધી રાત્રે નદીના ઘોડાપૂર પાર કરનાર વાસુદેવની પીડા કોણે જાણી? કૌશલ્યાના ગુણગાન ગવાય છે, પણ મજબૂરીના પહાડ નીચે દટાયેલા અને પુત્રવિયોગમાં તરફડીને મૃત્યુ પામેલા દશરથની પીડા અકલ્પનીય છે. એજ રીતે સરદાર પટેલના પિતા ઝવેરભાઈ હોય કે મહાત્મા ગાંધીના પિતા કરમ

ભુલેગા દિલ, વો દિન જીંદગી કા આખરી દિન હોગા

એક 75 વર્ષના વૃધ્ધ ને છાતીમાં ખુબ દુ:ખાવો થતો હતો. શહેરના હદયરોગ ના સૌથી નામાંકિત ડોકટરની એપોઇન્ટમેન્ટ લઇને આ વૃધ્ધ એમની હોસ્પીટલ પર પહોંચ્યા. ડોકટરે જાત-જાતના ટેસ્ટ કર્યા અને તમામ ટેસ્ટના પરિણામ બાદ ડોકટરે વૃધ્ધને કહ્યુ, “ દાદા, તમારા હદયની કેટલીક નળીઓ બંધ થઇ ગઇ છે આ માટે તાત્કાલિક ઓપરેશન કરવુ પડશે. હવે વધુ લાંબો સમય રાહ જોઇ શકાય તેમ નથી.” દાદાથી તકલીફ સહન થતી ન હતી એટલે દાદા સહીતના પરિવારના તમામ સભ્યો એ ઓપરેશન કરવા માટેની પરવાનગી આપી. બીજા જ દિવસે દાદાના હદયની બાયપાસ સર્જરી કરવામાં આવી. હદયનું ઓપરેશન સફળ રહ્યુ અને રીકવરી પણ ખુબ સારી હતી. ઓપરેશનના એક અઠવાડીયા પછી દાદાને રજા આપવાનું નક્કી થયુ. હોસ્પીટલ તરફથી દાદા ના દિકરા ના હાથ માં ઓપરેશન અને દવાઓ તથા હોસ્પીટલ ચાર્જનું બીલ આપવામાં આવ્યુ. દાદાએ દિકરાના હાથમાં રહેલુ બીલ માંગ્યુ. બીલ હાથમાં લઇને દાદાએ એના પર નજર કરી અને ચૂકવાવાની કૂલ રકમ પર નજર પડતાની સાથે જ દાદા ઉંડા વિચારમાં સરી પડ્યા અને થોડીવાર પછી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. સાવ અચાનક દાદાને રડતા જોઇને ડોકટર સહિત ત્યાં હાજર બધાને આશ્વર્ય થયુ. ડોકટરે કહ્યુ, “દાદા, આપના

વારંવાર ડોકટરને ત્યાં જવામાં શરમ નથી આવતી ?

આ લેખ સાહેબ આદરણીય ગુણવંત શાહ નો છે....આજે આત્મદશઁન થયુ જેથી મારા બ્લોગ મા રજુ કરુ છુ....   આવતાં દસ–પંદર વર્ષો બાદ ઘણાં ઘરોમાં એક વીચીત્ર દૃશ્ય જોવા મળશે. આરોગ્ય જાળવીને જીવતો પંચોતેર વર્ષનો બાપ, વ્યસનોને કારણે ખખડી ગયેલા પચાસેક વર્ષના પુત્રની ખબર કાઢવા હૉસ્પીટલ જશે. ધુમ્રપાન, ગુટખા અને શરાબને કારણે યુવાનને ‘પ્રમોશન’ મળે છે. એ જલદી ઘરડો થાય છે અને વળી જલદી ઉપર પહોંચી જાય છે. આવા યુવાનની ચાકરી એનો તંદુરસ્ત પીતા કરશે. આરોગ્યમય જીવનનું રહસ્ય સમજાય તે માટે ડૉક્ટર હોવાનું ફરજીયાત નથી. કેટલાક ડૉક્ટરો એવી રીતે જીવે છે, જેમાં એમની મૅડીકલ સમજણનું ઘોર અપમાન થતું હોય છે. ઘણાખરા ડૉક્ટરો દરદીઓને દવા આપે છે; આરોગ્યની દીક્ષા નથી આપતા. કેટલાક ડૉક્ટરો દરદીને બદલે દવા બનાવનારી કંપનીને વફાદાર હોય છે. હૃદયરોગનો હુમલો થાય ત્યારે માણસનું માથું શરમથી ઝુકી જવું જોઈએ. હું એવું તે કેવું જીવ્યો કે મારું હૃદય મારાથી હારી બેઠું ? પ્રત્યેક હૃદયને સ્વમાન હોય છે. માલીક હદ વટાવે અને ખાવાપીવામાં કે હરવા ફરવામાં ભયંકર બેદરકારી બતાવે ત્યારે હૃદય બળવો પોકારે છે. હૃદયરોગ મફતમાં નથી મળતો. એને માટે વર્ષો સુધી તૈયારી ક

માતૃભાષા ની મમતા

માતૃભાષા આપણી આંખ છે. એ આંખ વધારે સારું જોઈ શકે એ માટે અન્ય ભાષાનાં શ્રેષ્ઠતમ ચશ્માંની મદદ લેવી જોઈએ... ટપાલી તો કોરું પોસ્ટકાર્ડ પણ યોગ્ય સરનામે પહોંચાડી શકે. શુદ્ધ ગુજરાતીમાં પાંચ વાક્યો બોલનારો યુવાન ક્યાંક ભેટી જાય ત્યારે દિવસ સુધરી ગયો હોય એવી લાગણી થાય છે.... એ વળી, ખરું અંગ્રેજી બોલે ત્યારે લાગે કે ભવ સુધરી ગયો.... મને ગુજરાતી બોલતાં ફાવતું નથી, એમ કહીને સાવ ખોટું અંગ્રેજી બોલનારને લાફો મારવાનું મન થાય છે. અંગ્રેજી માધ્યમમાં ભણનારાં ગુજરાતી બાળકો નરસિંહ મહેતાના કાવ્ય ‘નાગદમન’થી વંચિત રહ્યાં અને વળી, વર્ડ્ઝવર્થના કાવ્ય ‘ધ ડોફોડિલ્સ’નું સૌંદર્ય પણ ન પામ્યાં. કલાપીની ‘ગ્રામ્ય માતા’ ન ભણ્યાં તે તો ઠીક; પરંતુ થોમસ હાર્ડીની ‘વેધર્સ’ની સૌંદર્યનુભૂતિ પણ ન પામ્યાં. તેઓ પ્રેમાનંદ કે મેઘાણીને ન પામ્યાં અને વળી, વોલ્ટ વ્હીટમનથી પણ અનભિજ્ઞ રહી ગયાં. બચારાં ન ઘરનાં રહ્યાં, ન ઘાટનાં. નાદાન માતાપિતાને આ બધું કોણ સમજાવે ? વિચારવાની ટેવ છૂટી જાય પછી તો પોપટની માફક ‘થેંક યુ’, ‘ઓ.કે.’ અને ‘સોરી’ બોલનારો લાડકો ગગો પણ સ્માર્ટ લાગે છે..

જીંદગી ની છેલ્લી Exit

કોઈકનું કંઈક સારું કામ કરવા દરેક વખતે રુપિયા જ જોઈએ.. એ જરુરી નથી.. તમારા વિચારો...કોઈકને એના કપરા સમયમાં તમે આપેલી હિંમત...કોઈકની જિંદગી માં તમે  ચિંધેલો સારો રસ્તો...કોઈકના વ્યક્તિત્વ  ને  તમે આપેલો ઓપ...કોઇકની બિમારીમાં  તમે આપેલી એને હૈયાધારણા..કોઇકના મનોબળને તૂટવા ન દઈ એને  positive વિચારો થી  મજબૂત ને stable બનાવવું... કોઈકની ખરાબ વ્યસન કે કોઈક  ખરાબ લત છોડાવવી... ઈશ્રવરને ચડાવવા માંગતા રુપિયા કે મિઠાઈ એને ચડાવવા બદલે કોઇક ભૂખ્યાને કે કોઈક ને  એ રુપિયાથી મદદ કરી દેવી..ઈશ્ર્વરને ખોટું નહીં લાગે. એની હું Gurantee આપું છું.....એવી તો કેટલી મદદ કે કેટલા કાયોઁ   આપણે કોઈપણ અપેક્ષા વગર કે કોઈકની મદદ વગર કરી શકીએ છીએ.. જિંદગીમાં કરેલા આ નાના કામો તમને જે આત્મસતોષ આપશે..એ કરોડો રુપિયાનું દાન પણ તમને નહીં આપી શકે... તમે જિંદગી ખુશખુશાલ જીવો ..ને દરેક પરિસ્થિતમાં હસતાં રહી  એનો હિંમતપૂવઁક સામનો કરો જીવનની દરેક ઘટમાળાઓનું સ્વાગત કરો..કારણ આપણા કરેલા કમોઁ તો આપણે કેટલું પણ કરીશું તો ભોગવવા તો પડશે..તો પછી રડીને શા માટે દુઃખી થઈએ..હસતાં હસતાં એનો સામનો ન કરીએ...???.... કોઈક તમારા જીવનમાં

દુખ ની શોધ

_સોક્રેટીસના શિષ્યએ મોટી દુકાન (મોલ) ની શરૂઆત કરી._ _આ દુકાનની મુલાકાતે સોક્રેટીસને લાવ્યા અને કહ્યું સાહેબ અહી એકવીસ હજાર વસ્તુઓ એક જગ્યાએ જ મળે છે. આપને જે જરૂરી હોય તે બેજીજક લઈ લેજો._ _સોક્રેટીસ હસ્યા અને બોલ્યા મને આમાં થી એક પણ વસ્તુ જીવવા માટે જરૂરી નથી લાગતી અને મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે માણસો બીન જરૂરી એકવીસ હજાર વસ્તુ વાપરે છે._ _વાર્તા પુરી થઈ... હવે અહીંથી આપણી વારતા શરૂ થાય છે._ _આપણે આવી અનેક બીનજરૂરી વસ્તુ વગર ઘડી પણ ચલાવી નથી શકતા._ _ઓડોનીલ જેવા એરફ્રેશનર વગર કેટલા જણાંનો શ્રવાસ રૂંધાઈ ગયો છે ?_ _હાર્પીક વગર કોની લાદીમાં ધોકડ ઉગી ગઈ છે ?_ _ફેશવોશ વગર કઈ બાઇ ને મુછો ઉગી નીકળી છે ?_ _હોમ થીએટર લાવી કયો મરદ કલાકાર બની ગયો છે ?_ _કંડીશનરથી કોના વાળ પંચોતેર વરસે મુલાયમ અને કાળા રહી ગયા ?_ _ડાઈનીંગ ટેબલ વગર જમવા બેસનાર ને શું ઘુટણનો વા થયો છે ?_ _હેન્ડવોશ વગર આપણા કયા ડોસાને કરમીયા થયાં હતા ?_ _ડિઓડન્ટ છાંટીને નીકળ્યા પછી આપણને કેટલા દોડી દોડી સુંઘવા આવે છે ?_ _કુદરતની તમામ વ્યવસ્થાઓ સામે આપણે ચેલેન્જ કરીએ છીએ.._ _બાકી...._ _બગલો કયા શેમ્પ

ભગવાન ની છઠ્ઠી

એક છોકરો શાળાએથી ઘરે આવીને પોતાનું હોમવર્ક કરી રહ્યો હતો. પડોશમાં રહેતા એક બહેન આવ્યા અને બાળકને કહ્યુ, " બેટા, મને તારી નોટબુક અને પેન જોઇએ છે." છોકરાને થયુ કે આંટીને વળી નોટ અને પેનની શું જરૂર પડી ? એણે આ બાબતે આન્ટીને પુછ્યુ એટલે આન્ટીએ સ્પષ્ટતા કરતા કહ્યુ, " બેટા, આજે મારે ત્યાં બાળકની છઠ્ઠી છે એટલે બુક અને પેનની જરૂર છે. આપણી પારંપરિક માન્યતાઓ પ્રમાણે આજે વિધાતા બાળકના લેખ લખવા માટે આવશે અને એ માટે વિધાતાને કાગળ અને કલમની જરૂર પડે. છોકરાને સમજાય ગયુ કે ભગવાન પહેલેથી જ દરેક માણસનું ભવિષ્ય લખી નાંખે છે. એકદિવસ આ બાળકને સપનું આવ્યુ અને સપનામાં એ ભગવાન પાસે પહોંચી ગયો. બાળકે ભગવાનને પુછ્યુ, " પ્રભુ, આપ ખરેખર દરેક માણસનું ભવિષ્ય પહેલેથી જ લખી રાખો છો ? " ભગવાને હસતા હસતા કહ્યુ, " બેટા, તે જે સાંભળ્યુ છે એ સાચુ જ છે. હું માણસના જન્મના છઠ્ઠા દિવસે જ એનું ભવિષ્ય લખી નાંખું છું." બાળકે ભગવાનને કહ્યુ, " પ્રભુ, મારે એ ભવિષ્યવાણીનો ચોપડો જોવો છે જેમાં તમે દરેક બાળકનું ભવિષ્ય લખો છો." ભગવાન બાળકને એક બહુ જ મોટા હોલમાં લઇ ગયા જ્યાં અનેક ચોપડાઓ હત

જીંદગી

ફાટેલું સ્વેટર, કાન સુધી ન પહોંચતી ટોપી, અને હાડ થીજાવતી ઠંડી.. છતાંયે કાકા લારી ખેંચી જાય છે .... ગભરાતું બચ્ચું, વેર- વિખેર માળો, અને વૃક્ષની ડગમગતી ડાળખી.. છતાંયે પંખી ઉડી જાય છે ... ધસમસતી ટ્રેન, તલવારનાં પાટા, અને સુનકારના સુસવાટા.. છતાંયે નાસમજ - કૂદી જાય છે ... થરથરાવતી હોસ્ટેલ, એનાં પથ્થરના સળિયા, અને ફૂંફાડા મારતો દરવાજો.. છતાંયે કેદીઓ ખમી જાય છે .... "જવાબદારી" !!! ટકાવી પણ રાખે છે, અને પતાવી પણ નાખે છે. ચમકતી વીજળીઓ, આથમતી ક્ષિતિજો, અને વેરાઈ જતી સમજણો.. છતાંયે જિંદગી ગમી જાય છે ....

સંબંધ નુ મુલ્ય

પોતાની કાર લઇને ફુલવાળાની દુકાન પર પહોંચ્યો. આજે એની માતાનો જન્મદિવસ હતો અને એની ‘માં’ એનાથી 200 કીલોમીટર દુર રહેતી હતી.માતાને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે ફુલોનો એક બુકે માતાના રહેઠાણ સુધી પહોંચતો કરવા માટેનો ઓર્ડર આપવા આવ્યો હતો. એ કારમાંથી નીચે ઉતર્યો, બુકે પસંદ કર્યો અને પોતાની માતાનું સરનામું આપીને ત્યાં બુકે પહોંચાડવાનો ઓર્ડર આપ્યો. યુવક પોતાની કાર તરફ પરત ફરી રહ્યો હતો ત્યારે એણે જોયુ કે એક નાની છોકરી ઉદાસ ચહેરે બાજુના ઓટલા પર બેઠી હતી. યુવક એ છોકરી પાસે ગયો અને પુછ્યુ “ બેટા, કેમ મુંઝાઇને બેઠી છે ?” એ નાની છોકરીએ આંખમાં આંસુ સાથે કહ્યુ , “ આજે મારી મમ્મીનો જન્મ દિવસ છે. મારે મારી મમ્મીને લાલ-ગુલાબ ભેટમાં આપવા છે કારણ કે લાલ ગુલાબ મારી મમ્મીને બહુ જ ગમે છે. પરંતું દુકાનવાળા ભાઇ લાલ-ગુલાબના 50 રૂપિયા કહે છે અને મારી પાસે માત્ર 20 રૂપિયા જ છે.” યુવકે ખીસ્સામાંથી પાકીટ કાઢ્યુ અને તેમાથી 10-10ની ત્રણ નોટ કાઢીને છોકરીના હાથમાં મુકી. છોકરી તો એકદમ ખુશ થઇ ગઇ. યુવકનો આભાર માનીને એ દોડતી દુકાનવાળા ભાઇ પાસે ગઇ અને મમ્મીને ગમતા લાલ-ગુલાબ ખરીદ્યા. યુવક આ છોકરીના ચહેરા પરનો અવર્ણનિય આનંદ જ

વાંદરા ની વ્યથા

એક વખત એક પ્રાણીવિદ માણસ કેટલાક યુવાનો ને સાથે લઇને જંગલ માં ફરવા માટે નિકળ્યો.. જંગલ માં વસતા જુદા જુદા પ્રાણીઓ નો યુવાનો ને એ ભાઇ પરિચય કરાવતા હતા. એક જગ્યાએ વાંદરાઓનું મોટુ ટોળુ હતુ અને ધમાચકડી કરતુ હતું. એક ડાળથી બીજી ડાળ પર કુદી રહેલા આ વાંદરાઓને પેલા યુવાનો જોઇ રહ્યા હતા. કુદાકુદી કરી રહેલા એક વાંદરાને ઝાડની સુકાયેલી ડાળી વાગી અને ઉંડો ઘા પડયો. ઘા માંથી લોહી વહેવાનું શરુ થયું. વાંદરો કુદકા મારતો મારતો ટોળાથી દુર જતો રહ્યો અને સાવ એકલો બેસી ગયો. યુવાનોએ આ દ્ર્શ્ય જોયુ એટલે એ પેલા પ્રાણીવિદને પુછ્યા વગર ન રહી શક્યા કે આ વાંદરાને ઘા પડ્યો તો એ ટોળાથી દુર કેમ જતો રહ્યો ? પ્રાણીવિદે યુવાનોને સમજાવતા કહ્યુ , " વાંદરાઓની એક લાક્ષણિકતા છે કે જ્યારે કોઇને વાગે તો બધા જ વાંદરા એની ખબર કાઢવા આવે. જ્યારે ખબર કાઢવા આવે ત્યારે એ શાંતિથી બેસી ના રહે પણ જે વાંદરાને વાગ્યુ હોય એનો ઘા પહોળો કરીને કેટલુ વાગ્યુ છે એ જુવે અને પરિણામે ઘા મોટો થાય. ઘા ઋઝાવાને બદલે વધુ વકરે અને ખુબ પીડા થાય. આથી જ જ્યારે કોઇ વાંદરાને વાગે તો એ તુરંત જ ટોળાથી જુદો જતો રહે જેથી કોઇ એના ઘા ને પહોળો ન કરે અ

મારુ જીંદગી નુ નાટક

નાટક પૂરું થયું તાળીઓનો ગડગડાટ થયો. ધીરે ધીરે પડદો પડી ગયો છે. જે પ્રેક્ષકો સાથે લોહીનો સંબંધ લાગતો હતો .... તે અચાનક ધીમે ધીમે ઓડીટોરીયમ છોડીને જઈ રહ્યા છે.. કોણ જાણે કેમ, પણ એ મને ગમતું નથી. બેકસ્ટેજના માણસો ઉતાવળે બધું સમેટવા લાગે, અને સેટ વાળાના માણસો સેટને હટાવા લાગે. .. આ દ્રશ્ય મને ભૂકંપ થયા પછીના ઉજ્જડ નગર જેવું ભાસે છે... બધા કલાકારો એક બીજાને જાણે ઓળખાતા જ ના હોય એમ એક પછી એક ઉતાવળે સ્ટેજની બહાર નીકળી જાય છે.... ત્યારે મને માણસ ખૂબ જ સ્વાર્થી લાગે છે. ગ્રીન રૂમમાં જઈને હું પણ મારા હાવ ભાવ ઉતારી નાખું છું. અને પછી હુંયે .... બહાર નીકળી જાઉં છું જે વિસ્તાર નાટક પેહલા ભરેલો અને ખીચોખીચ હતો તે હવે તદ્દન નિર્જન ટાપુ જેવો લાગે છે. કોઈ દેખાતું નથી. હું આગળ ચાલવા માંડુ છું એક રિક્ષાવાળો પાછળથી બુમ પાડે છે "કહાઁ જાના હૈ ?" અને હું અચાનક એને કહું છું "જીંદગી તરફ" એ હસીને એની રિક્ષા હંકારી મુકે છે. હવે આ સાચું હતું કે નાટકમાં બોલતો સંવાદ હતો એ ખબર નથી... પણ મને એ નાટકમાં બોલાતા "ઉછીના સંવાદો" મારા પોતાના લાગતા હતા. હવે આ દુન

શિક્ષક એટલે કોણ?

શિક્ષક એટલે કોણ? ખુબજ મજાની વાત છે.... અને છતાંયે છે કંપાવી મૂકે તેવી... એક શાળાના આચાર્ય એ વિદાય સમારંભના પ્રવચન માં કહેલું કે, “ડોક્ટર તેના બાળકને ડોક્ટર બનાવવા માગતો હોય છે, એંજીનીયર તેના બાળકને એંજીનીયર બનાવવા માગતો હોય છે, અને કોઈ બિઝનેસમેન તેના બાળકને કોઈ કંપની નો સીઈઓ બનાવવા માગતો હોય છે! પરંતુ એક શિક્ષક પણ તેના બાળકને આમાનું જ કૈંક બનાવવા માંગતો હોય છે! કોઈ ને ય પોતાની અંગત પસંદગીથી શિક્ષક બનવું નથી. ઘણું દુ:ખદ છે, પરંતુ હકીકત છે! ભોજન સમારંભમાં ટેબલ ની ફરતે બેઠેલા મહેમાનો જિંદગી વિષે ચર્ચા કરી રહ્યા હતા. એક વ્યક્તિ જે કોઈ કંપની ના સીઈઓ હતા, તેમણે શિક્ષણ માં રહેલ મુશ્કેલી ની ખુલાસાવાર ચર્ચા કરવાનો નિર્ણય કર્યો. તેમણે દલીલ કરી કે, “જે વ્યક્તિ એ પોતાની જિંદગી ના ઘડતર માટે શિક્ષણને શ્રેષ્ઠ વિકલ્પ તરીકે પસંદ કરેલ હોય, તેની પાસેથી કોઈ એક બાળક શું શીખી શકે?” પોતાના મુદ્દા ઉપર વધુ વજન આપવાના હેતુથી તેમણે ટેબલના બીજા છેડે બેસેલા એક મહેમાન ને કહ્યું, “પ્રામાણિકતાથી કહેજો બોની, તમે શું બનાવો છો?” એમનો મતલબ કમાણી થી હતો. શિક્ષિકા શ્રીમતિ બોની, પોતાની પ્રામાણિક્તા તેમ

સંદેશ

એક વખત એક શાળાના વિદ્યાર્થીઓ શહેરની બહાર ફરવા માટે ગયા, ત્યાં એમણે જોયું કે તળાવમાં એક ગરીબ વ્યક્તિ એના વસ્ત્રો, ચપ્પલ ઉતારી સ્નાન કરતો હતો... બાળકોના મગજમાં તોફાન કરવાનો વિચાર જન્મ્યો અને એક વિદ્યાર્થીએ કહ્યું, આપણે આ કપડા સંતાડી દઈએ અને થોડીક વાર આ માણસને હેરાન કરીએ, બહુ મજા આવશે ! આ વાત એમના ગુરુ સાંભળી ગયા, એમણે કહ્યું 'તમારે આ માણસ ને હેરાન જ કરવો છે ને? તો હું કહું એમ કરો. તમે છાના માના એના વસ્ત્રોમાં આ ૧૦૦ રૂપિયા મૂકી આવો" વિદ્યાર્થીઓ ઓ એમ જ કર્યું... થોડીક વાર રહી, એ માણસ સ્નાન કરીને બહાર આવ્યો, વસ્ત્રો પહેરતા એને જોયું કે એમાં ૧૦૦ રૂપિયા છે... એ હેરાન થઇ ગયો !!! બેબાકળો થઇ આજુ બાજુ જોવા લાગ્યો પણ એને કોઈ જોવા નો મળ્યું, ભીની આંખે એને આકાશ સામે જોયું અને બે હાથ જોડી કર્હ્યું 'હે ભગવાન, તારી દયા પણ અપરંપાર છે, આ ૧૦૦ રૂપિયાથી મારા પરિવારને આજે જમવાનું મળશે, મારી પત્ની ને દવા મળશે, જેને આ પૈસા મુક્યા હોઈ એનો ખુબ ખુબ આભાર'... બધા વિદ્યાર્થીઓ પણ આ સાંભળી લાગણીશીલ થઇ ગયા, અને એમને જીવન નો એક મહત્વ નો સંદેશ મળી ગયો કે બીજા ને તકલીફ આપી હેરાન કરવા કરતા, એમને ખ