દિકરી, દિવો, દિવાળી

એક દિવસ આંગણ ગૂંજશે,  મીઠા સુર ભરી શરણાયી....
પાનેતર માં લાડકી જાણે લજામણી સરમાયી ....
કંકુ ભીના પગલાં પડતા , લઇ જશે એનો છેદ .....
દીકરી મારા ઘર નો "દીવો"...અજવાળા ની હેત  ....
દીકરી એટલે રોજ "દિવાળી"....સુખ ની રેલમછેલ .....

મમ્મી નો તું અંશ છે દીકરી , ઓળખ છે તું પપ્પા ની ....
પાંખ માં તારી જુગલબંધી, સહિયારા સપના ની .....
સાથ માં તારા ગુંથાય એવી , લાગણી ઓ ની વેલ...

દીકરી મારા ઘર નો " દીવો " ....અજવાળા ની રેલ ....

દીકરી માં નો દિલ ધબકારો , દીકરી બાપ નો શ્વાશ....
ઈશ્વર એને દીકરીઓ દેતો .જેન પર વિશ્વાશ....
પાંચે આંગળી એ પરમેશ્વર જેને હોય એ પુંજે ...

 દીકરી મારા ઘર નો " દીવો " ....અજવાળા ની રેલ ...

ટહુકા સુનો માળો ..એવું દીકરી સુરુ સ્વર ...
યાદ નું વાદળ મન ને ઘેરે , વેણુ માં ઝરમર ....
મન ના મારેલી , મોરલા સંગ , જાય ધડકતી એ ઢેલ....

દીકરી મારા ઘર નો " દીવો " ....અજવાળા ની રેલ ...
દીકરી એટલે રોજ "દિવાળી"....સુખ ની રેલમછેલ .....

Comments

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી