Posts

Showing posts from March, 2017

~ લોકો મારા જીવનના ~

મારા જીવનમાં આવનજાવન કરતાં, સ્થાઈ-અસ્થાઈ લોકોની બાબતમાં હું જ્યારે પણ વિચારું છું, ત્યારે એક વૃક્ષ સાથે તેમની સરખામણી કર્યા વિના હું રહી શકતો નથી. ભલેને પછી તે વ્યક્તિ મારો મિત્ર હોય, પરીવારજન હોય, પાડોશી હોય, ઓફિસનો કોઈ સહ-કર્મચારી હોય, કે પછી કોઈ પણ હોય.. આ બધાને હું જે નિરીક્ષણ-ક્રિયા હેઠળ પસાર કરું છું, તે ક્રિયાને મેં નામ આપ્યું છે- ‘વ્રુક્ષ-કસોટી’..! અને કસોટી બાદ, આ બધાં લોકો મારા માટે બની જાય છે -કાં તો ‘પાનજીભાઈ’.. અથવા તો ‘શાખજીભાઈ’..અને કાં તો ‘મૂળજીભાઈ’ ... આ માટેનો તર્ક નીચે મુજબ છે. . . . પાનજીભાઈ- અમુક લોકો તમારી જીંદગીમાં એવી રીતે રીતે આવે છે, જાણે કે ઝાડ ઉપર પાંદડા. આવા લોકો બહુ અલ્પ સમય માટે તમારા જીવનમાં રહે છે…એમ કહોને કે, એક ચોક્કસ ઋતુ-કાળ માટે. તમે તેમના પર નિર્ભર ના રહી શકો, બીજા શબ્દોમાં કહું તો..-તેમને તમે ખાસ કંઈ ગણી ના શકો. કારણ.. આ લોકો નબળા હોય છે. થોડો ઘણો છાંયડો કદાચ મળી રહે એમના થી.. બસ એટલું જ. બહુ ફાયદો નથી હોતો આવા લોકોથી. પરંતુ પાંદડાઓની જેમ જ, આ લોકો તમારા જીવનમાં આવે છે પોતાની જરૂરિયાત માટે.. પોતાને ખપ હોય તેટલું લઇ જવા માટે.