Posts

Showing posts from April, 2019

એક વિદ્વાન બ્રામ્હણ

એક વિદ્વાન બ્રામ્હણ પોતાના ગામનાં ખેતરોમાં ફરી રહ્યા હતા, ત્યારે અચાનક એક વેદનાભરી ચીસ સંભળાઈ. તે સમજી ગયા કે આ ચીસ કોઈ સ્ત્રીની હતી. તેમણે માન્યું કે મહિલા કોઈ સંકટમાં હોવી જોઈએ. તેમણે ઘટનાસ્થળે દોડી જઈ જોયું કે આ સ્ત્રીના પગે સર્પદંશ થયો હતો. આ સ્ત્રી ખેતરમાં કામ કરતી દલિત મજૂર હતી. ડંખવાળા ભાગને કસીને બાંધવા માટે દોરી આમતેમ ખોળવા લાગ્યા પણ દોરી ક્યાંયથી મળી નહીં. તરત જ તેમણે પોતાની જનોઈ ઉતારીને તે સ્ત્રીના પગે બાંધી દીધી અને ડંસેલા ભાગ પર તેમણે ચીરો મૂકી, દબાવી વિષયુક્ત લોહી બહાર કાઢી નાખ્યું. ત્યાં સુધીમાં તો અન્ય લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા. પેલી સ્ત્રી બચી ગઈ. આ ઘટનાના સમાચાર જ્યારે ગામમાં પહોંચ્યા ત્યારે કેટલાક સંકુચિત વિચારોવાળા લોકો આ વિદ્વાનની ટીકા કરતાં કહેવા લાગ્યા, ‘બ્રામ્હણ થઈ પોતાની પવિત્ર જનોઈ એક અછૂત જાતિની સ્ત્રીના પગે બાંધી તમે અપકૃત્ય કર્યું છે.’ પરંતુ આ મહાશયે આ ટીકાની કોઈ પરવા ન કરતાં કહ્યું, ‘આપણો સાચો ધર્મ તો વિપત્તિમાં પડેલ વ્યક્તિના પ્રાણ બચાવવાનો છે. એક જ ઈશ્ર્વરે બનાવેલા જીવોમાં ભેદભાવ કેવો?’ આ મહાપુરુષ હતા હિન્દી સાહિત્યના પ્રખર સાહિત્યકાર આચાર્ય હ

દોસ્તી

માણસને મળતી મોટાભાગની વસ્તુઓ સુખ સગવડો કે વૈભવ વારસામાં મળી જતાં હોય છે પરંતુ સંપૂર્ણપણે પોતાની પસંદગીની કોઈ બાબત હોય તો એ મિત્રતા છે. મિત્રતા હંમેશા સ્વપાર્જિત હોય છે. અને એની પસંદગીમાં આપણે સંપૂર્ણપણે મુક્ત હોઈએ છીએ. ઈશ્વરે દરેક માણસને આપેલી આ અણમોલ ભેટ છે. આપણા સહુનો એ અનુભવ હોય છે કે બે મિત્રો કે બે બહેનપણીઓ જ્યારે ભેગા થાય છે ત્યારે એમની વચ્ચેનો સંવાદ બિલકુલ પારદર્શક હોય છે. એમાં કાંઈ છુપાવવાનું હોતું નથી. માણસમાત્રનું દિલ તેના અંગત દોસ્ત આગળ અનાયાસ ખુલી જતું હોય છે. આપણા સહુની એવી શ્રદ્ધા હોય છે કે મિત્રને કહેલી કોઈ વાત કે દુઃખનું કારણ હંમેશા સલામત રહેશે અને એમાંથી કોઈ મદદ ચોક્કસ મળશે. દુઃખની કોઈ વિકટ ઘડીમાં કે મુશ્કેલીઓથી ઘેરાઈ ગયા હોઈએ ત્યારે સાચા મિત્રનો સધિયારો જીવવાનું પ્રેરક બળ બની જતાં હોય છે. મિત્રના ખભે માથું મૂકીને રડવાની બાબત એ વાતની ખાત્રી આપે છે કે મિત્રનો ખભો એ દુનિયાનું સૌથી સલામત સ્થળ હોય છે જેનું ઉષ્ણતામાન હંમેશા સમઘાત હોય છે. એક મિત્ર બીજાને માટે જે કાંઈ કરે છે એમાં કેવળ નિસ્વાર્થ ભાવના હોય છે એમાં ‘થેંક્યૂ’ કે ‘આભાર’ જેવા ઔપચારિક શબ્દોની જરૂરિયાત રહેતી