Posts

Showing posts from December, 2017

અંતિમ પ્રાથૅના

એવી ખુમારીથી જીવ્યા છીએ... કે કોઈના પર ડીપેન્ડન્ટ રહ્યા નથી. વેન્ટીલેટર ઉપર પણ નહિ રહી શકીએ.... શરીરમાં પાંચ જગ્યાએ નળીઓ ભરાવેલી હોય... અને ખાટલા પર પાથરેલી કોઈ જૂની કરચલીઓવાળી ચાદરની જેમ પડ્યા હોઈએ...  ત્યારે નહિ મારતો.... મંદિરમાં સાંજ ટાણે દીવો કર્યો હોય અને કોઈ સુગંધી પવનની એક થપાટ સાથે એ દીવો ઠરે...  એવી રીતે અમને ઠારજે... હે ઈશ્વર, અમે પૂરેપૂરા જીવતા હોઈએ ને.. ત્યારે જ અમને મારજે. પાનખર આવવાની રાહ જોઈને, ડાળી ઉપર લટકી રહેલા શ્વાસ અમારાથી નહિ જોવાય... જેમની સાથે આખી જિંદગી વિતાવી છે, એ બધા લોકોને કેવી રીતે કહી શકશું ગૂડબાય ?? તું મૃત્યુને તૈયાર થતી પત્નીઓની જેમ મોકલતો નહિ,  ‘આવું છું આવું છું’ કહીને અમારે ક્યાં સુધી રાહ જોવાની ?? તું મૃત્યુને ઘરમાં રહેલા કોઈ વડીલના આશીર્વાદની જેમ મોકલજે... ખબર પણ ન પડે અને વરસી જાય... હે ઈશ્વર, અમે પૂરેપૂરા જીવતા હોઈએ ને, ત્યારે જ અમને મારજે...

સંબધ ભવોભવ

એક જ કામ સંબંધમાં કીધું...  લીધું એથી બમણું દીધું.... શૈલ પાલનપુરી સંબંધો બહુ અટપટી ચીજ છે.  સંબંધો વગરનો સમાજ  શક્ય  નથી.  સંબંધો વગર સંસ્કૃતિ શક્ય નથી. આપણે બહુ સંબંધો રાખતા નથી પણ સંબંધો જીવીએ છીએ. સંબંધો જ માણસને સાથે જોડી અને જકડી રાખે છે. દરેક સંબંધો જુદા જુદા હોય છે. કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાક સંબંધો માત્ર શબ્દોના હોય છે. દરેક સંબંધની એક સીમા હોય છે. દરેક લોકો માટે આપણે અલગ અલગ વર્તુળો દોરી રાખ્યાં હોય છે અને કોને ક્યાં સુધી આવવા દેવો તે આપણે  નક્કી કરી રાખ્યું હોય છે. આપણા સંબંધો આપણા વર્તન દ્વારા વ્યક્ત થાય છે. આપણા વર્તનમાં જ આપણા સંસ્કારો અને સંસ્કૃતિ છતાં થાય છે. તમે તમારા લોકો સાથે કેવી રીતે રહો છો તેના પરથી જ તમારા સારા-નરસા કે લાયક-નાલાયક ની છાપ ખડી થતી હોય છે. આ છાપ જ પછી માણસની ઓળખ બની જાય છે. સંબંધો માણસની જરૂરીયાત છે. સંબંધો બંધાતા રહે છે.  સંબંધો તૂટતા પણ રહે છે.  સબંધો દૂર પણ જતાં રહે છે. સંબંધો સરળ નથી. સંબંધો જાળવવામાં આવડત અને કુનેહની જરૂરત પડે છે. કેટલા સંબંધો કાયમી ટકે છે ? સંબંધો કેવા રહે છે તે બે વ્યક્