Posts

Showing posts from 2016

 ખુવારીની ખુમારી !!

એક અતિધનાઢય માણસ હતો- મિલિયોનરમાં તેની ગણતરી થતી..તે લાસવેગાસ ગયો..જુગાર રમવા..તેની બધી જ સંપત્તિ તેણે દાવ પર લાગવી દીધી-જો એ હારી જાય તો, કડકો બાલુસ થઇ જાય,અને જીતી જાય તો, તેની સંપત્તિ બે ગણી થઇ જાય.એનો દાવ ખુલે ‘ને પરીણામ આવવાનું હતું ..એનો દાવ ઓપન કરવા પત્તા એણે જ ખોલવાના હતા !! ખોલતા પહેલાં થોડો વિચાર કર્યો..એકાદ મિનિટ વિચાર કરતો બેસી રહ્યો..સ્વસ્થ થઇ ગયો અને દાવ ઓપન કર્યો..તો, તે હારી ગયો હતો .. !!!પછી તે બે – એક મિનિટ શૂન્યમનસ્ક થઇ ગયો..! પછી ઉભો થયો.. અને ચહેરા પર સ્મિત સાથે ચાલવા માંડયો.બીજા દિવસે પ્રેસ રીપોર્ટરોએ તેના ઘેર જઇને તેનો ઇન્ટર્વ્યુ લીધો.. ત્યારે પણ તે સ્વસ્થ હતો.પ્રેસ રીપોર્ટરોએ તેને પુછ્યુઃ-‘‘દાવ ઓપન કર્યા પછી તમને કેવા વિચાર આવ્યા હતા ? અને આજે પણ તમે તદ્દન સ્વસ્થ છો !! હારી જવાનો રંજ તમને નથી થતો ?  તમે તમારી અબજોની બધી જ સંપત્તિ ગુમાવી દીધી છે..તમે એક જ ક્ષણમાં સાવ ખુવાર થઇ ગયા … તમે કેવી રીતે સ્વસ્થ રહી શક્યા છો ?…બીજો હોય તો ગાંડો થઇ જાય… હારી ગયા પછી તમને કેવા વિચારો આવ્યા હતા…? ’ ’જવાબ આપ્યોઃ- ‘‘કે હારી ગયા પછી, બે – એક મિનીટ હું મૌન થઇ ગયો હતો અન

અસ્વિકાર

      મારી ઈચ્છાઓ છે ઘણી અને કાકલૂદી હૃદયદ્રાવક,  પણ હંમેશા તે મને બચાવ્યો છે તારા "અસ્વીકાર"થી  અને તારી આ પ્રબળ કરુણા મારા જીવનમાં વારંવાર વરસી છે. દિવસે દિવસે તું મને લાયક બનાવે છે. તારા વણમાંગે અપાયેલા સરળ અને મહાન અપમાનનો ઉપહાર માટે  આ આકાશ અને પ્રકાશ, આ તન, ચેતન અને મન - અને બચાવે છે મને વધુ ઈચ્છાના નુકસાનથી. ક્યારેક હું આળસી જાઉં છું અને ક્યારેક જાગીને ઉતાવળે મારા ધ્યેયને ખોળું છું, પણ ક્રૂરતાથી તું મારાથી સંતાઈ જાય છે. તારા સતત અને અવિરત "અસ્વીકાર"થી દિવસે દિવસે તું મને લાયક બનાવે છે સર્વદા તારા સંપૂર્ણ સ્વીકાર માટે, જેથી પાંગળી અને ધૂંધળી ઇચ્છાઓની હાનિથી હું બચું.

હું અને મારા શિક્ષકો

  હું એટલે કોણ ? હું એટલે હું જ . !!! કવિ 'મીનપિયાસી' એ સુંદર કહ્યું છે : " પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું 'તુ ? દર્દ ભરેલી આ દુનિયા માં , કોઈનું આંસુ લૂછ્યું ' તુ ? કબૂતરોનું ઘૂ...ઘૂ...ઘૂ ..., ઉંદર-ચકલા ચૂ..ચૂ...ચૂ.., છ્છુન્દરો નું છૂ...છૂ...છૂ..., ભમરા ગૂંજે ગૂ...ગૂ...ગૂ..., આ કુંજન માં શી કક્કાવારી ? હું કુદરત ને પૂછું છું, ઘુવડ સમા ઘૂઘવાટ કરતો, માનવ ગરજે હું...હું....હું...! " તો હું એટલે આ ઘુવડ સમો ઘૂઘવાટ કરતો હું અને અંગ્રેજી નો " I " અને  "I is always capital ". અને મારા શિક્ષકો એટલે કોણ ? મારા આ હું ને ઓગાળનાર અને હું માંથી મને એક આદર્શ વિદ્યાર્થી - વ્યક્તિ બનવાનો પથ સૂચવનાર વિરલ વ્યક્તિઓ. મારા શિક્ષકો એટલે તે મહાનુભાવો કે જેમણે મને ભાન કરાવ્યું કે - "I know that I know nothing " તારીખ પાંચમી સપ્ટેમ્બર આપણે સર્વે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન નાં જન્મદિવસ ને "શિક્ષકદિન" તરીકે ઉજવીએ છીએ. ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હ

કંઈક એટલે કે......!!

અંદર કોઇક નાજુક ખૂણામાં કંઇક બહુ જ મજબૂત મજબૂત છુપાયેલું છે. વિચારોના યુધ્ધમાં સમજણની પ્રત્યંચા પરથી શક્યતા – અશક્યતાના બાણ વછૂટયાં. આ કંઇક શું હશે ? દુનિયા બહુ ઉદાર છે. અમુક લોકો મતલબથી ઉદાર છે અમુક દિલથી ! હોય હવે..!!જેવી જેની જરુરિયાત. એમણે શું અને કેમ કરવું એ એમની માનસિકતા.... પણ મારે શું કરવું એ તો મારી સમજણ છે ને! સમજણના ચક્કર ગોળ ગોળ ફેરવવાના ચાલુ કરુ છું. ફ્લેશબેક – વર્તમાન – ફાસ્ટ ફોરવર્ડ – ચક્કરોમાં અમુક જગ્યા સાવ કટાઈ ગઈ છે. કિચૂડાટ – કદાચ એ તો મેં ક્યારેય વાપરી જ નથી, કાં તો બીજાની સમજણનું પાણી ચડી ગયું છે, ઓરીજીનલ ચળકાટ ક્યાંય નથી દેખાતો ! થોડો વિચારમાં પડી ગયો… આ..આવી સ્થિતી કેટલાં વર્ષોથી નિર્માઈ હશે ? કેટલાં વખતથી હું આમ જ મારી માની લીધેલી અને લોકોએ એ મનાવી લીધેલી સીમાના વાડાઓમાં ગૂંચળું બનીને પડી રહયો છું ? ચમક તો મારામાં છે જ… એના સ્પાર્ક મેં કેટલીય વખત અનુભવ્યાં જ છે. એ ચમક પાછી કોઇના પ્રતિબીંબ જેવી નથી કે કાચ જેવી આભાસી પણ નથી એ તો વીજળીના લિસોટા જેવી ઝંઝાવાતી છે. જે વરસી પણ જાણે ને ગરજી પણ જાણે છે. હું બધું જ જાણું છું..સમજુ છુ

સંવેદના સાથે નો સંકલ્પ

સંકલ્પ અને સંઘર્ષ વિના કોઈ સફળતા શક્ય બનતી નથી. કોઈ માણસ કોઈ પણ મુકામે પહોંચ્યો હોય તો તેની પાછળની કોઈ કથા હશે. ઘણી કથા વ્યથામાંથી આકાર પામતી હોય છે. મજબૂરી પણ મજબૂતી બનીને બહાર આવતી હોય છે. તાળીઓ મેળવવા માટે માણસે પોતાની સાથે તાલ મિલાવવો પડે છે. ફૂલ માટે છોડ સંઘર્ષ કરતો હશે? ફૂલ ઉગાડતા પહેલાં છોડે કેટલાં પાંદડાં ઉગાડવાં પડે છે? કેટલા કાંટાઓનો સામનો કરવો પડે છે? ક્યારેક તો એવું લાગે કે ફૂલ માટે પણ છોડે લાયકાત કેળવવી પડે છે! પોતાનું વજૂદ સાબિત કરવું પડે છે! સુગ હોય ત્યાં સુગંધ ન હોય! દરેક માણસની પોતાની થોડીક અંગત મજબૂરી હોય છે. થોડીક પોતીકી જવાબદારીઓ હોય છે. જિંદગી જવાબ માગે છે. આપણે એ જવાબ આપવા પડે છે. જવાબ અને જવાબદારીથી તમે છટકી ન શકો. દરેક વખતે હાથ ખંખેરીને ઊભા થઈ જવાતું નથી. હાથ ફેલાવવા પડે છે. સવાલો સાથે બાથ ભીડવી પડે છે. પ્રેમ પણ સાબિત કરવો પડે છે. નફરત પણ નિભાવવી પડે છે. એમને એમ તો કંઈ જ થતું નથી. હું તને પ્રેમ કરું છું એમ કહી દેવાથી જ પ્રેમ સર્જાતો નથી. પ્રેમ દેખાવો જોઈએ. પ્રેમ વર્તાવો જોઈએ. હું તને પ્રેમ કરું છું, પણ હું મજબૂર છું એવું પ્રેમમાં ન ચાલે. આવું હોય તો પ્રેમનું