Posts

Showing posts from December, 2019

પુરૂષ ના સપ્તરંગો 🌈

એક સ્ત્રી માટે પુરૂષ શું હોય શકે? તમારા નામની પાછળ લખાતું દિવાલ જેવું અડીખમ નામ? હાથમાં દર મહિને આવી જતી ઘર-ખર્ચની રકમ? તમારા સંતાનોનો પિતા? સમય કરતાં વહેલાં ભરાઇ જતાં લોનનાં હપ્તા? સોલિટેરની ગિફ્ટ? લાઇફ ઇન્સ્યોરન્સ, મેડિક્લેમનાં પ્રિમિયમ્સ વચ્ચે વહેંચાઇ જતો, તમારા નામે રોકાણ કરતો અને તમને સલામતી આપવા લોહી-પાણી એક કરીને પોતે કમાયેલું ઘર તમારા નામે કરી દેતો એક મર્દ? પુરૂષ શું છે? પિતા? પ્રેમી? પતિ? કે દોસ્ત? પુરૂષ એક મેઘ-ધનુષ છે. એની પાસે સાત રંગો છે અને એ સાતેય રંગ દ્વારા એ તમારા જીવનમાં ઢગલેબંધ રંગ ઠાલવતો રહે છે. પુરૂષનાં આ સાત રંગ છે.🌈 સલામતી, સ્વીકૃતિ, સંવેદના, સહકાર, સમર્પણ, સંગાથ અને સંવાદ. પુરૂષ એ સલામતી છે… અડધી રાત્રે તમને ઘરે મૂકવા આવે એ પુરૂષ નથી-પણ જેનાં સાથે હોવા માત્રથી તમારા દરેક ડર પૂંછડી દબાવીને ભાગી જાય એ પુરૂષ છે. આર્થિક રીતે સ્વતંત્ર સ્ત્રી પોતાની માલિકીનાં ઘરમાં સલામતી મહેસૂસ કરતી નથી પણ ગમતા પુરૂષની છાતી વચ્ચે એ પોતાની જાતને સૌથી વધારે સલામત મહેસૂસ કરતી હોય છે. સ્ત્રી આખી જીંદગી સલામતી ઝંખતી રહે છે અને પુરૂષ લાગણીઓથી લઇને લગ્ન સુધીની