સંબંધો નું સમીકરણ

સરસ વાત એ છે કે મને સંબંધો વિષે બહુ સમજ નથી , મારી અલગ અલગ અનેક વ્યાખ્યા ઓ છે , હું બીજા થી તદ્દન જુદું વિચારું છું એવી તો મને પેહલા થી જ ખબર હતી .
કદાચ સમય કરતા વહેલો જન્મ્યો હોય એવું કોઈકવાર સમજાય , હું સમય કરતા આગળ પણ જીવી ચુક્યો હોય એવું પણ અનુભવ્યું . અને જે લોકો સમય કરતા વેહલા જીવે છે એની પાસે સમય સારી એવી કિંમત પણ વસુલે છે .
મેં પણ મારા સબંધ ની કિંમત ચૂકવી છે અને બહુ આકરી !
હું જે માનુ છું તે જીવયો છું એવું હું માનુ છું !
મને નથી ખબર કે આ મારા મન ની કોઈ એક વાત અમુક  રીતે આપ વાચકો સુધી પોહ્ચશે કે નહિ , પણ મારે જે કેહવું છે તે તે આ જ , એટલું નક્કી છે !

માણસ માત્ર એના સંબંધો ને આધારે જીવે છે . બુદ્ધિશાળી હોય કે અભણ .....લૂચ્ચોહોય કે ખુબ ભોળો ..... લાગણીશીલ હોય કે અલ્ટ્રા પ્રેકટીકેલ.....કે પછી સ્માર્ટ ..... એને એના પોતાના આગવા સંબંધો હોય છે . જેને તોડવાના -સાચવવાના એના પોતાના કારણો એની પાસે હોય જ છે . આપણે સૌઉ સંબંધો માંથી જન્મેલા અનુભવ અને અનુભવ માંથી જન્મેલા વ્યક્તિત્વો છીએ .

સમજદારી ખુબ સારી વાત છે!!
 પણ વાત ને તોડી ને ઉખાડીને જોવાથી એનાવિષે બધું સમજાય જ જાય એવું બનતું નથી . કદાચ સમજાય પણ જાય તો પછી એમાં શું બચે ? એ પ્રશ્ન બની જાય છે .

એક રમકડું આપણે રમવા માટે લાવ્યા હોઈએ તો એનાથી રમવા માં જે મજા પડે છે ,તે એને તોડી ને ઉખેડી ને , કે ખોલી ને એમાં શું ભર્યું છે અથવા કઈ રીતે બન્યું છે એ જાણવામાં પાડવાની છે ?? એક વાર જાણી પણ લઇયે તો એ રમકડું રમવા લાયક રહે પણ ખરું ??
સંબંધો નું પણ કદાચ આવું જ છે . એને ધીમે ધીમે આપણા લોહી ના લય માં ભેળવી ને , હૃદય  ના ધબકારા સાથે મેળવી ને , એકબીજા પરત્વે સ્વીકારની લાગણી કેળવી ને જીવવા માં આવે તો એમાંથી ઘણું બધું મળે છે .

" મળવા " નો અર્થ અહીં ફાયદો કે ગેરફાયદો નથી જ .....!!!

સવાલ છે "સુખ" શાંતિ"  નો , "સ્નેહ " નો

દરેક ને પોતાના સંબંધો માંથી ફક્ત એટલીજ અપેક્ષા હોય છે . સમજવું એટલું જ પડે છે કે અપેક્ષા જે આપણા ને છે તે સામેવાળા વ્યક્તિ ને પણ હોય શકે . તમે ઈચ્છઓ કે તમે સામેવાળી વ્યક્તિ તમારી કાળજી રાખે ,સામે વાળી વ્યક્તિ પણ એ જ ઈચ્છે . ....તમે ઈચ્છો કે તમને કોઈ સાંજે મળો ..તો સામેવાળા વ્યક્તિ પણ એ જ ઈચ્છે છે !!

પણ, સામસામેની અપેક્ષાઓ એકબીજાનો છેદ ઉડાડે છે , ને આખો દાખલો શૂન્ય માં પલટાય જાય છે !!

આ મારા પોતાના અનુભવ માંથી સમજેલી કે જન્મેલી એક એવી સમજદારી છે એને આપણે કદાચ "અર્થહીન " કહી શકીયે .
 હું આ સસમજદારી મારા પોતાના સંબંધો માં કામે લગાડી શક્યો નથી , પણ હા , મને ચોક્કસ સમજાયું છે કે આટલું કરવા થી ઘણીબધી સમસ્યા ઓ ઘટી શકે છે ...હું એ કરી શક્યો હોત તો ઘણી બધી સમશ્યા ઓ ઘટાડી શક્યો હોય !   હશે !

મારા પોતાના સંબંધો તૂટતાં - બંધાતા....બાંધતા તૂટતાં રહ્યા છે !

હું પોતે સંબંધો નું આજની પરિભાષા માં આવતો શબ્દ મેનેજમેન્ટ  સારી રીતે કરી શકતો નથી . એ કારણ એવું હશે કે સંબંધો માં હું "મગજ " અને" હૃદય " નું બેલેન્સ કરી શકતો નથી . કયાં તો પછી માત્ર હૃદય થી ક્યાં તો પછી ફક્ત મગજથી જ સંબધ ને જીવવાનો પ્રયાશ કરું છું .

સાચા અર્થ માં મગજ અને હૃદય વચ્ચે બંધાયેલી દોરી પાર, હાથ માં સમજદારી નો વાંસડો લાઇ ને એક એક ડગલું સંભાળી સંભળી ને મુક્ત જવાય કે જવાની રમત એટલે "સંબંધો નો દાખલો કે સમીકરણ"

ક્યારેક વિચાર આવે છે કે આ દેશ પ્રદેશ કે શહેર માં એવા કેટલા માણસો હશે જેને લગ્ન જીવન માં , પ્રણયજીવન માં સમસ્યાનો બોજ નો સહારો હશે ...હશે કે નહિ?? ......મોટા ભાગ ના મિત્રોની સામે કે ભાઈ બહેન ની સામે પોતાના મન ની વાત કહી ને સૂચવાય તેવો, સૂઝે તેવો ઉપાય કરવામાં પ્રયત્ન પણ કરતા જ હશે જ ....માણસમાત્ર ને સંબંધો ના ગુંચવાયેલા જાડા માં ફસાય ને જીવવું નથી ગમતું....

આજ ના યુગમહાપુરૂષો  ને "સ્પષ્ટતા" અને "સમજદારી "ગમે છે પણ આ બંને શબ્દ ને સમજવાનો પ્રયત્ન કેટલા લોકો કરતા હશે એ એક મુંજાતો સવાલ પણ છે જ ....!
"સુખ " ની શોધ દરેક ને છે જ !
દરેક માણસ બધી જ પરેજી પાડી શકે , દરેક દવા લઇ શકે .
પણ, સંપૂર્ણ પણે સાજો જ થાય શકે એવું નથી હોતું.
એ હકીકત સ્વીકારવી રહી !

Comments

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી