Posts

Showing posts from April, 2018

યુગ નો અનુભવ

એકવખત યુધિષ્ઠીર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કળયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને કળીયુગમાં કેવી સ્થિતી પ્રવર્તતી હશે એ જાણવાની ઇચ્છા બતાવી એટલે ભગવાન શ્રીકૃષ્ણએ ચારે દિશાઓમાં એક એક બાણ છોડ્યુ અને પછી ચારે ભાઇઓને એ બાણ શોધી લાવવા માટે આજ્ઞા કરી. અર્જુન જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એણે એક વિચિત્ર ઘટના જોઇ. એક કોયલ મધુર અવાજે ગીતો ગાતી હતી. અર્જુનના પગ થંભી ગયા એણે કોયલ તરફ જોયુ તો આશ્વર્યથી આંખો પહોળી થઇ ગઇ. મધુર કંઠે ગીતો ગાનારી કોયલ એક સસલાનું માંસ પણ ખાતી જતી હતી. સસલુ દર્દથી કણસતુ હતુ અને કોયલ ગીત ગાતા ગાતા એનું માંસ ખાતી હતી. ભીમ જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એને પણ એક કૌતુક જોયુ. એક જગ્યાએ પાંચ કુવાઓ હતા. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા. આ ચારે કુવાની બરોબર વચ્ચે પાંચમો કુવો હતો જે સાવ ખાલી હતો. ભીમને એ ન સમજાણું કે ચાર કુવાઓ ઉભરાય છે તો વચ્ચેનો પાંચમો કુવો સાવ ખાલી કેમ છે ? નકુલ જે દિશામાં બાણ લેવા ગયો હતો ત્યાં તેણે એક ગાયને બચ્ચાને જન્મ આપતા જોઇ. બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય એને ચાટવા લાગી. થોડીવારમાં બચ્ચાના શરીર પરની ગંદકી સાફ થઇ ગઇ

અદભૂત શિક્ષિકા, અદભૂત લિસ્ટ...

એક દિવસ એક શિક્ષિકા બહેને નવમાં ધોરણના વિદ્યાર્થીઓને બે મોટા કાગળમાં પોતાના ક્લાસના વિદ્યાર્થીઓના નામ લખવા કહ્યું. દરેક નામની સામે તેમ જ નીચે બે લીટી ખાલી રાખવાનું કહ્યું. વિદ્યાર્થીઓને નવાઈ લાગી. થોડીક ઇન્તેજારી પણ થઇ કે બહેન શું કરવા માંગે છે ? શિક્ષિકા બહેને ત્યારબાદ દરેક વિદ્યાર્થીના નામની સામે જે તે વિદ્યાર્થીના સૌથી સારા ગુણો વિષે બધાને યાદ આવે તેટલું લખવાનું કહ્યું. દરેકે દરેક વિદ્યાર્થીના સદગુણને યાદ કરીને લખવામાં બધા વિદ્યાર્થીઓને ખાસ્સી વાર લાગી. આવા નવતર પ્રયોગનો આનંદ પણ આવ્યો. ક્લાસનો બાકીનો સમય પણ આજ કામમાં પૂરો થયો. શાળા છૂટ્યા બાદ દરેકે પોતાનું લખાણ શિક્ષિકા બહેનને સુપરત કરીને વિદાય લીધી. અઠવાડિયાના અંતે શિક્ષિકાબહેને દરેક વિદ્યાર્થીના નામવાળો એક એક કાગળ તૈયાર કર્યો. પછી તેના પર દરેક વિદ્યાર્થીએ તેના વિષે શું સરસ લખ્યું છે તેની યાદી તૈયાર કરી. સોમવારે ફરીથી ક્લાસ મળ્યો ત્યારે તેમણે દરેકને પોતાના નામવાળું લિસ્ટ આપ્યું. દરેક વિદ્યાર્થી આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયો. દરેકના મોઢેથી આનંદના ઉદગારો સરી પડ્યા. અરે ! ભગવાન ! બધા મારા વિષે આટલું સરસ વિચારે છે ? દરેકના હૃદયમાં

પુરુષ વિશે અનુભવેલુ અછાંદસ...

એના આંસુ તમે જોયા નથી, એટલે એવું ધારી લેવાનું કે એને ખારાશ વિશે ખબર જ નથી? રાત્રે દસ વાગે, થાકીને ને ક્યારેક હારીને પણ, જ્યારે કદમ સાચવીને... એ ઘેર આવે છે... ત્યારે આવકાર ને સ્વીકારના બદલે... એક ગ્લાસ પાણી માંગે છે ફક્ત.... બદલામાં એને પાણીની સાથે, બીજું કેટલું આપીએ છીએ ને ખડકીએ છીએ એના માથે? ક્યારેય વિચાર નહિ આવતો હોય કોઈને..? કે પુરુષોને પણ સપના હોય છે? ને જવાબદારીઓને લીધે એણે એ સપના... પડતાં મૂક્યા છે, જેમ કોઈ નદીમાં પડતું મૂકે- એમ જ.... સાચી વાત છે. સ્ત્રી સંવેદનશીલ હોય છે.... એને લગભગ દરેક બાબતમાં અન્યાય થાય છે.... પણ, એમાં ફક્ત પુરુષનો વાંક છે? વિચારવા જેવું છે.... એકવાર પુરુષને - ફક્ત માણસ તરીકે જોઈને... એના વિશે વિચારો.... એની જિંદગી નથી બદલાતી દરેક પડાવે? એ પણ કેટલાથી છૂટે છે.... કેટલું તૂટે છે... કેટલો ખૂટી જાય છે અંદર અંદર.... એના ખાલીપાનો વિચાર... કેમ કોઈ નારી સંસ્થાને નહિ આવતો હોય? એક જ વાત સમજાઈ છે હજી સુધી.. કે જે ચૂપ થઈ ગયો છે ને... એને એકવાર સાંભળી લેવો જોઈએ... શક્ય છે કે, થોડાક પડ ઉખેડવાથી, એક દટાતો જતો જીવ- ભૂતકાળ બનત

BUSY અને BE-EASY

એક ખિસકોલી રોજ પોતાના કામ પર સમયસર આવતી હતી અને પુરી મહેનત અને ઇમાનદારી થી કામ કરતી હતી.... ખિસકોલી જરૂરત થી વધારે કામ કરીને પણ ખુબ ખુશ હતી. કેમ કે તેનો માલિક, જંગલ નો રાજા સિંહે તેને દસ બૉરી અખરોટ  આપવા નો વાયદો કરી રાખ્યો હતો.... ખિસકોલી કામ કરતાં કરતાં થાકી જતી હતી તો મનમાં વિચાર આવી જતો કે લાવ, થોડો આરામ કરી લઉં, તરત જ યાદ આવી જતું કે સિંહ તેને દસ બૉરી અખરોટ દેવાનો છે. તે પાછી કામ પર લાગી જતી ... તે જ્યારે બીજી ખિસકોલીઓ ને રમતા જોતી તો તેને પણ રમવાનું મન થઇ આવતું, પણ અખરોટ યાદ આવી જતાં અને પાછી કામ પર..... એવું નહોતું કે સિંહ તેને અખરોટ દેવા નથી માંગતો, સિંહ બહુ ઇમાનદાર હતો.... આમ જ સમય વિતતો રહ્યો..... એક દિવસ એવો આવ્યો કે સિંહ રાજાએ ખિસકોલી ને દસ બૉરી અખરોટ આપી આઝાદ કરી દિધી. પણ... ખિસકોલી અખરોટ ની પાસે બેસી વિચાર કરવા લાગી કે હવે અખરોટ મારે શું કામ ના ? *આખી જિંદગી કામ કરતાં કરતાં દાંત તો ઘસાઇ ગયા, આને ખાઇશ કઇ રીતે ! ! !* *આ વાત આજ જીવન ની હકીકત બની ગઇ છે ! મનુષ્ય પોતાની ઇચ્છાઓ નો ત્યાગ કરે છે, પુરી જિંદગી નોકરી, વ્યાપાર અને ધન કમાવા માં વિતાવી દે છે ! ૬૦ વરસ ન

આત્મ અવલોકન

આપણે સતત ફરિયાદ કરીએ છીએ કે સમાજ હિંસક બનતો જાય છે. આજ નું બાળક અત્યંત અશાંત, જિદ્દી અને ક્ષુબ્ધ બનતું જાય છે... તો સરવાળે એના માટે ક્યાંક મા-બાપ તરીકે આપણો જ વ્યવહાર જવાબદાર નથી ને ? તેવું આત્માવલોકન કરવાની આવશ્યકતા છે.... એક વિચારકે બહુ જ સરસ વાત કરી, “To be in your children's memory tomorrow, you have to be in their lives today” (આવતીકાલે તમારા બાળકોની યાદોમાં રહેવા માટે તમારે તેની આજની જિંદગીમાં રહેવું પડશે.)... હવે નક્કી આપણે કરવાનું છે કે, આપણે તેના માટે કેવી યાદો છોડી જવી છે ? અંગ્રેજીનું એક સુંદર વાક્ય છે, “We worry about what a child will become tomorrow, yet we forgot that he is someone today.” એ બાળકને આપણે કેવું ભવિષ્ય આપવા ઈચ્છીએ છીએ અને તેના આધારે આવતીકાલના સમાજના તાણાવાણા કેવાં હશે તેનો સમગ્ર આધાર આજના યુવા દંપતીના વ્યવહાર પર રહેલો છે. આવો... એક જવાબદાર મા-બાપ બની જવાબદાર નાગરિક બનીએ... બાળક ને બાળક જ રહેવા દો , તમારી રેષના ઘોડા ના બનાવશો કે તેને સારા નાગરિક બનાવવાની ચેષ્ઠા ના કરશો, સારા નાગરિક તો તમારે બનવાની જરૂર છે તે તો હજી બાળક છે... તમે સારા નાગરિક હ
મારી દીકરી 5 વર્ષની છે.. ત્યારે એક દિવસ  મને પૂછેલું કે, "પપ્પા, મધરનો સ્પેલિંગ શું થાય ? મેં કહ્યું બેટા, "M O T H E R" પછી એ બોલી, પપ્પા, આમાંથી "M" કાઢી નાખીએ તો શું થાય ? મેં કહ્યું,  "OTHER". પછી એને થોડી ઠાવકાઈથી મને કહ્યું , "જેમ "MOTHER" માંથી "M" નીકળી જાય તો other થઇ જાય, એમ જો ફેમીલીમાંથી Mother નીકળી જાય તો બધા Other થઇ જાય...!!!" હું હસી પડ્યો....!! મેં આગળ પુછ્યુ, "તો FATHER માંથી "F " નીકળી જાય તો????" તો એ હસતા હસતા બોલી, "પપ્પા તો તો બધા “અધ્ધર” જ થઇ જાય...!!!" કેટલી સહજતાથી એને ઘણુંબધું કહી દીધું. પિતા ભલે માતાની જેમ એની કુખે સંતાનને જન્મ નથી આપતા પણ પિતા થકી જ સંતાનનો જન્મ સાર્થક થાય છે. દેવકીની પીડા સૌ જાણે છે, પણ અડધી રાત્રે નદીના ઘોડાપૂર પાર કરનાર વાસુદેવની પીડા કોણે જાણી? કૌશલ્યાના ગુણગાન ગવાય છે, પણ મજબૂરીના પહાડ નીચે દટાયેલા અને પુત્રવિયોગમાં તરફડીને મૃત્યુ પામેલા દશરથની પીડા અકલ્પનીય છે. એજ રીતે સરદાર પટેલના પિતા ઝવેરભાઈ હોય કે મહાત્મા ગાંધીના પિતા કરમ