Posts

Showing posts from January, 2018

ભગવાન ની છઠ્ઠી

એક છોકરો શાળાએથી ઘરે આવીને પોતાનું હોમવર્ક કરી રહ્યો હતો. પડોશમાં રહેતા એક બહેન આવ્યા અને બાળકને કહ્યુ, " બેટા, મને તારી નોટબુક અને પેન જોઇએ છે." છોકરાને થયુ કે આંટીને વળી નોટ અને પેનની શું જરૂર પડી ? એણે આ બાબતે આન્ટીને પુછ્યુ એટલે આન્ટીએ સ્પષ્ટતા કરતા કહ્યુ, " બેટા, આજે મારે ત્યાં બાળકની છઠ્ઠી છે એટલે બુક અને પેનની જરૂર છે. આપણી પારંપરિક માન્યતાઓ પ્રમાણે આજે વિધાતા બાળકના લેખ લખવા માટે આવશે અને એ માટે વિધાતાને કાગળ અને કલમની જરૂર પડે. છોકરાને સમજાય ગયુ કે ભગવાન પહેલેથી જ દરેક માણસનું ભવિષ્ય લખી નાંખે છે. એકદિવસ આ બાળકને સપનું આવ્યુ અને સપનામાં એ ભગવાન પાસે પહોંચી ગયો. બાળકે ભગવાનને પુછ્યુ, " પ્રભુ, આપ ખરેખર દરેક માણસનું ભવિષ્ય પહેલેથી જ લખી રાખો છો ? " ભગવાને હસતા હસતા કહ્યુ, " બેટા, તે જે સાંભળ્યુ છે એ સાચુ જ છે. હું માણસના જન્મના છઠ્ઠા દિવસે જ એનું ભવિષ્ય લખી નાંખું છું." બાળકે ભગવાનને કહ્યુ, " પ્રભુ, મારે એ ભવિષ્યવાણીનો ચોપડો જોવો છે જેમાં તમે દરેક બાળકનું ભવિષ્ય લખો છો." ભગવાન બાળકને એક બહુ જ મોટા હોલમાં લઇ ગયા જ્યાં અનેક ચોપડાઓ હત

જીંદગી

ફાટેલું સ્વેટર, કાન સુધી ન પહોંચતી ટોપી, અને હાડ થીજાવતી ઠંડી.. છતાંયે કાકા લારી ખેંચી જાય છે .... ગભરાતું બચ્ચું, વેર- વિખેર માળો, અને વૃક્ષની ડગમગતી ડાળખી.. છતાંયે પંખી ઉડી જાય છે ... ધસમસતી ટ્રેન, તલવારનાં પાટા, અને સુનકારના સુસવાટા.. છતાંયે નાસમજ - કૂદી જાય છે ... થરથરાવતી હોસ્ટેલ, એનાં પથ્થરના સળિયા, અને ફૂંફાડા મારતો દરવાજો.. છતાંયે કેદીઓ ખમી જાય છે .... "જવાબદારી" !!! ટકાવી પણ રાખે છે, અને પતાવી પણ નાખે છે. ચમકતી વીજળીઓ, આથમતી ક્ષિતિજો, અને વેરાઈ જતી સમજણો.. છતાંયે જિંદગી ગમી જાય છે ....

સંબંધ નુ મુલ્ય

પોતાની કાર લઇને ફુલવાળાની દુકાન પર પહોંચ્યો. આજે એની માતાનો જન્મદિવસ હતો અને એની ‘માં’ એનાથી 200 કીલોમીટર દુર રહેતી હતી.માતાને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે ફુલોનો એક બુકે માતાના રહેઠાણ સુધી પહોંચતો કરવા માટેનો ઓર્ડર આપવા આવ્યો હતો. એ કારમાંથી નીચે ઉતર્યો, બુકે પસંદ કર્યો અને પોતાની માતાનું સરનામું આપીને ત્યાં બુકે પહોંચાડવાનો ઓર્ડર આપ્યો. યુવક પોતાની કાર તરફ પરત ફરી રહ્યો હતો ત્યારે એણે જોયુ કે એક નાની છોકરી ઉદાસ ચહેરે બાજુના ઓટલા પર બેઠી હતી. યુવક એ છોકરી પાસે ગયો અને પુછ્યુ “ બેટા, કેમ મુંઝાઇને બેઠી છે ?” એ નાની છોકરીએ આંખમાં આંસુ સાથે કહ્યુ , “ આજે મારી મમ્મીનો જન્મ દિવસ છે. મારે મારી મમ્મીને લાલ-ગુલાબ ભેટમાં આપવા છે કારણ કે લાલ ગુલાબ મારી મમ્મીને બહુ જ ગમે છે. પરંતું દુકાનવાળા ભાઇ લાલ-ગુલાબના 50 રૂપિયા કહે છે અને મારી પાસે માત્ર 20 રૂપિયા જ છે.” યુવકે ખીસ્સામાંથી પાકીટ કાઢ્યુ અને તેમાથી 10-10ની ત્રણ નોટ કાઢીને છોકરીના હાથમાં મુકી. છોકરી તો એકદમ ખુશ થઇ ગઇ. યુવકનો આભાર માનીને એ દોડતી દુકાનવાળા ભાઇ પાસે ગઇ અને મમ્મીને ગમતા લાલ-ગુલાબ ખરીદ્યા. યુવક આ છોકરીના ચહેરા પરનો અવર્ણનિય આનંદ જ

વાંદરા ની વ્યથા

એક વખત એક પ્રાણીવિદ માણસ કેટલાક યુવાનો ને સાથે લઇને જંગલ માં ફરવા માટે નિકળ્યો.. જંગલ માં વસતા જુદા જુદા પ્રાણીઓ નો યુવાનો ને એ ભાઇ પરિચય કરાવતા હતા. એક જગ્યાએ વાંદરાઓનું મોટુ ટોળુ હતુ અને ધમાચકડી કરતુ હતું. એક ડાળથી બીજી ડાળ પર કુદી રહેલા આ વાંદરાઓને પેલા યુવાનો જોઇ રહ્યા હતા. કુદાકુદી કરી રહેલા એક વાંદરાને ઝાડની સુકાયેલી ડાળી વાગી અને ઉંડો ઘા પડયો. ઘા માંથી લોહી વહેવાનું શરુ થયું. વાંદરો કુદકા મારતો મારતો ટોળાથી દુર જતો રહ્યો અને સાવ એકલો બેસી ગયો. યુવાનોએ આ દ્ર્શ્ય જોયુ એટલે એ પેલા પ્રાણીવિદને પુછ્યા વગર ન રહી શક્યા કે આ વાંદરાને ઘા પડ્યો તો એ ટોળાથી દુર કેમ જતો રહ્યો ? પ્રાણીવિદે યુવાનોને સમજાવતા કહ્યુ , " વાંદરાઓની એક લાક્ષણિકતા છે કે જ્યારે કોઇને વાગે તો બધા જ વાંદરા એની ખબર કાઢવા આવે. જ્યારે ખબર કાઢવા આવે ત્યારે એ શાંતિથી બેસી ના રહે પણ જે વાંદરાને વાગ્યુ હોય એનો ઘા પહોળો કરીને કેટલુ વાગ્યુ છે એ જુવે અને પરિણામે ઘા મોટો થાય. ઘા ઋઝાવાને બદલે વધુ વકરે અને ખુબ પીડા થાય. આથી જ જ્યારે કોઇ વાંદરાને વાગે તો એ તુરંત જ ટોળાથી જુદો જતો રહે જેથી કોઇ એના ઘા ને પહોળો ન કરે અ

મારુ જીંદગી નુ નાટક

નાટક પૂરું થયું તાળીઓનો ગડગડાટ થયો. ધીરે ધીરે પડદો પડી ગયો છે. જે પ્રેક્ષકો સાથે લોહીનો સંબંધ લાગતો હતો .... તે અચાનક ધીમે ધીમે ઓડીટોરીયમ છોડીને જઈ રહ્યા છે.. કોણ જાણે કેમ, પણ એ મને ગમતું નથી. બેકસ્ટેજના માણસો ઉતાવળે બધું સમેટવા લાગે, અને સેટ વાળાના માણસો સેટને હટાવા લાગે. .. આ દ્રશ્ય મને ભૂકંપ થયા પછીના ઉજ્જડ નગર જેવું ભાસે છે... બધા કલાકારો એક બીજાને જાણે ઓળખાતા જ ના હોય એમ એક પછી એક ઉતાવળે સ્ટેજની બહાર નીકળી જાય છે.... ત્યારે મને માણસ ખૂબ જ સ્વાર્થી લાગે છે. ગ્રીન રૂમમાં જઈને હું પણ મારા હાવ ભાવ ઉતારી નાખું છું. અને પછી હુંયે .... બહાર નીકળી જાઉં છું જે વિસ્તાર નાટક પેહલા ભરેલો અને ખીચોખીચ હતો તે હવે તદ્દન નિર્જન ટાપુ જેવો લાગે છે. કોઈ દેખાતું નથી. હું આગળ ચાલવા માંડુ છું એક રિક્ષાવાળો પાછળથી બુમ પાડે છે "કહાઁ જાના હૈ ?" અને હું અચાનક એને કહું છું "જીંદગી તરફ" એ હસીને એની રિક્ષા હંકારી મુકે છે. હવે આ સાચું હતું કે નાટકમાં બોલતો સંવાદ હતો એ ખબર નથી... પણ મને એ નાટકમાં બોલાતા "ઉછીના સંવાદો" મારા પોતાના લાગતા હતા. હવે આ દુન

શિક્ષક એટલે કોણ?

શિક્ષક એટલે કોણ? ખુબજ મજાની વાત છે.... અને છતાંયે છે કંપાવી મૂકે તેવી... એક શાળાના આચાર્ય એ વિદાય સમારંભના પ્રવચન માં કહેલું કે, “ડોક્ટર તેના બાળકને ડોક્ટર બનાવવા માગતો હોય છે, એંજીનીયર તેના બાળકને એંજીનીયર બનાવવા માગતો હોય છે, અને કોઈ બિઝનેસમેન તેના બાળકને કોઈ કંપની નો સીઈઓ બનાવવા માગતો હોય છે! પરંતુ એક શિક્ષક પણ તેના બાળકને આમાનું જ કૈંક બનાવવા માંગતો હોય છે! કોઈ ને ય પોતાની અંગત પસંદગીથી શિક્ષક બનવું નથી. ઘણું દુ:ખદ છે, પરંતુ હકીકત છે! ભોજન સમારંભમાં ટેબલ ની ફરતે બેઠેલા મહેમાનો જિંદગી વિષે ચર્ચા કરી રહ્યા હતા. એક વ્યક્તિ જે કોઈ કંપની ના સીઈઓ હતા, તેમણે શિક્ષણ માં રહેલ મુશ્કેલી ની ખુલાસાવાર ચર્ચા કરવાનો નિર્ણય કર્યો. તેમણે દલીલ કરી કે, “જે વ્યક્તિ એ પોતાની જિંદગી ના ઘડતર માટે શિક્ષણને શ્રેષ્ઠ વિકલ્પ તરીકે પસંદ કરેલ હોય, તેની પાસેથી કોઈ એક બાળક શું શીખી શકે?” પોતાના મુદ્દા ઉપર વધુ વજન આપવાના હેતુથી તેમણે ટેબલના બીજા છેડે બેસેલા એક મહેમાન ને કહ્યું, “પ્રામાણિકતાથી કહેજો બોની, તમે શું બનાવો છો?” એમનો મતલબ કમાણી થી હતો. શિક્ષિકા શ્રીમતિ બોની, પોતાની પ્રામાણિક્તા તેમ

સંદેશ

એક વખત એક શાળાના વિદ્યાર્થીઓ શહેરની બહાર ફરવા માટે ગયા, ત્યાં એમણે જોયું કે તળાવમાં એક ગરીબ વ્યક્તિ એના વસ્ત્રો, ચપ્પલ ઉતારી સ્નાન કરતો હતો... બાળકોના મગજમાં તોફાન કરવાનો વિચાર જન્મ્યો અને એક વિદ્યાર્થીએ કહ્યું, આપણે આ કપડા સંતાડી દઈએ અને થોડીક વાર આ માણસને હેરાન કરીએ, બહુ મજા આવશે ! આ વાત એમના ગુરુ સાંભળી ગયા, એમણે કહ્યું 'તમારે આ માણસ ને હેરાન જ કરવો છે ને? તો હું કહું એમ કરો. તમે છાના માના એના વસ્ત્રોમાં આ ૧૦૦ રૂપિયા મૂકી આવો" વિદ્યાર્થીઓ ઓ એમ જ કર્યું... થોડીક વાર રહી, એ માણસ સ્નાન કરીને બહાર આવ્યો, વસ્ત્રો પહેરતા એને જોયું કે એમાં ૧૦૦ રૂપિયા છે... એ હેરાન થઇ ગયો !!! બેબાકળો થઇ આજુ બાજુ જોવા લાગ્યો પણ એને કોઈ જોવા નો મળ્યું, ભીની આંખે એને આકાશ સામે જોયું અને બે હાથ જોડી કર્હ્યું 'હે ભગવાન, તારી દયા પણ અપરંપાર છે, આ ૧૦૦ રૂપિયાથી મારા પરિવારને આજે જમવાનું મળશે, મારી પત્ની ને દવા મળશે, જેને આ પૈસા મુક્યા હોઈ એનો ખુબ ખુબ આભાર'... બધા વિદ્યાર્થીઓ પણ આ સાંભળી લાગણીશીલ થઇ ગયા, અને એમને જીવન નો એક મહત્વ નો સંદેશ મળી ગયો કે બીજા ને તકલીફ આપી હેરાન કરવા કરતા, એમને ખ