Posts

Showing posts from 2020

સૌના સંવાદનો નાદ શંખનાદ

સૌના સંવાદનો નાદ શંખનાદ 22 માર્ચ 2020 ભારતના ઇતિહાસમાં ઉમેરાયેલું તારીખનું નવું પાનું. ન ભૂતો ન ભવિષ્યતિ. કોરોનાને પણ રડવું આવ્યું હશે એવો પડઘો બ્રહ્માંડમાં પડ્યો. મારે કોરોના વિશે કોઈ જ વાત નથી કરવી કારણ કે એના જાણકારો કરી જ રહ્યા છે. મારે તો વાત કરવી છે આજે ફક્ત અને ફક્ત સૌ ભારતીયોના અંતરના નાદની, જે શંખનાદ દ્વારા એક સચોટ અને મજબૂત સંવાદ બની રહ્યો. કોઇ જ પક્ષપાત નહીં, કોઈ જાતિ તે મહાન બનવાની કે કોઈ રાજકારણની વાત નહીં. આજે તો એક હતું તો ફક્ત ભારત, દિવાળીમાં જેમ સેટેલાઇટ દ્વારા પૃથ્વી નો ફોટો લેવામાં આવે અને ઝળહળતી દેખાઈ એમ આજે પણ એકાદ ફોટો લેવાયો હોય તો સારું. કારણ બ્રહ્માંડ માં આજે પૃથ્વી નાચતી દેખાય હશે. એક સ્વર એકતાનો, એક જ ધર્મ માનવતાનો. વડાપ્રધાનની એકવારની અપીલ અને જયઘોષ- ધ્વનિઘોષ. સંધ્યાકાળે મંદિરમાં કે પછી મસ્જિદમાં અજાન ના સમયે જે અવાજ થતો હોય એ બ્રહ્મનાદ આજે બે કલાક આપણે ભારતીયોએ વહેલો કર્યો અને બ્રહ્માંડને ડોલાવ્યુ. અવસરનો આનંદ હોય એમ ઝૂમી ઉઠ્યું ભારત. વાતાવરણ એકદમ આહલાદક - સકારાત્મક બની રહ્યું. સ્વયં ભારતમાતા જાણે આજે આખો દિવસ પંખીઓના કલરવમાં ગીત ગાતા રહ્યા અને આપણે

જિંદગી અને જહાજ

જ્યારે ટાઈટેનીક ડૂબ્યુ ત્યારે એની આસપાસ ત્રણ જહાજો હતાં... એકનું નામ 'સેમ્પસન' હતું જે ટાઈટેનીકથી ૭ માઈલ જ દૂર હતું. તેઓએ ટાઈટેનીકમાંથી આવતાં સફેદ ધૂમાડાની ખતરાની નિશાની જોઈ પણ તે જહાજનો ક્રૂ ત્યાં ગેરકાયદેસર સીલ માછલીનો શિકાર કરતો હતો આથી તે ટાઈટેનીક પાસે જવાને બદલે વિરુદ્ધ દિશામાં જતું રહ્યું... આ જહાંજ દર્શાવે છે કે આપણામાંના અમૂક એવા લોકો હોય છે જે પોતાના પાપ માં અને જિંદગીમાં એટલાં વ્યસ્ત હોય છે કે 'બીજાને આપણી જરૂર છે' એ પારખી નથી શકતાં... બીજુ શીપ હતું 'કેલિફોર્નીઅન' આ શીપ માત્ર ૧૪ માઈલ દૂર હતું પણ એ બધી બાજુથી બરફથી ઘેરાયેલું હતું અને જહાંજના કેપ્ટને સફેદ ધૂમાડો જોયો પણ પરિસ્થિતી અનૂકુળ નહોતી અને અંધારું પણ હોવાથી તેઓએ ત્યારે સુઈ જવાનું અને સવાર સુધી રાહ જવાનુ નક્કી કર્યું. ક્રૂ પોતાને જ મનાવતું રહ્યું કે કંઈ નહીં થાય... આ શીપ આપણામાંના એવાં લોકોને દર્શાવે છે જેઓ વિચારતા હોય છે કે 'હું અત્યારે કંઈ નહીં કરી શકું, પરિસ્થિતી બરાબર નથી એટલે આપણે અનુકૂળ પરિસ્થિતી થવાની રાહ જોઈશું અને પછી કામ કરશું' અને છેલ્લું શીપ હતું 'કાર્પેથીઆ' આ