તળીયા વગર ની ઇચ્છાઓ



કયારેક વિચારો તડકા ની જેમ ઝીંકાઈ છે મારા ઉપર......મારા એકાંત ને ....મારા અંધકાર ને તહસનહશ કરી નાખે છે .સરનામુ નથી.......... ને ,એ "દિવા"માથી નીકળેલા જીન ની જેમ પ્રગટ થયા જ કરે છે . મારા અંધારા મન મા ....કોઈ ગાઢ જંગલ ની જેમ ઊંચી....લીલી....ને ધનધોરફ ...તળીયા વગર ની ઈચ્છા મારી હસ્ત રેખાઓ દાવાનંળ ની જેમ ફેલાઈ છે ...પળે.....પળે ...વિટળાઈ પડે છે એ ગાઢ જંગલ ને ....!!!!....ભીની ,ગાઢી, વાંસ ....લીલાશ પહેરી ને ભડ ભડ ....બળે છે.......!!!
અસ્તીત્વ નો પયાઁય પૂછતા ઉચા લીલા વ્રૄક્ષો ની છાલ ઉખડે છે વરસોવરસ .......ને, ફરી નવી ઉગે છે ......સાપ ની કાચડી ની જેમ !! ....તળીયા વગર ની ઇચ્છા કાચ ની બોટલ ની જેમ પારદશઁક બની  લલચાવે મનેકયીરેક.....પણ એ પ્રવાહી પીવા જતા.....બે ખોબા તરસ ઉમેરાય છે ....મારા ગળા મા ....! રકત્ વાહીની ઓ નુ જાળુ સંકોચાતુ જાય છે ...અસ્તીત્વ ચારે.....તરફ ફેલાઇ છે......તુટેલી બોટલ ની જેમ મન ટુટે છે ને ખુપે છે પેટ મા ......ને ધબ ધબ કરતી લાલ ચોળ અપેક્ષાઓ વહી નીકળે છે .......એ લાલ ચોળ અપેક્ષાઓમા.....એ ગરમ ગરમ પ્રવાહી ના વહેણ મા વાળ પલાડી ને ........ભર સભા મા થયેલા અપમાન નો બદલો લેવાની ઇચ્છા છલોછલ ઉભરાય જાય છે
 ....કયારેક.....!!!! ને ક્યારેક પોતાના મા કશુએ ટકવા ન દઇ ને માત્ર,જાત ને જ ટકાવી રાખવા ઝઝુમે છે ......
.અલ્પ વિરામ ની જેમ જીવતા જીવતા આ પ્રશઁનાથ ચિન્હ ??? ઉભા થવા લાગ્યા.... શુન્યતા ની એક એક પળ ને.....અંદર હદય ના આંસુ ને મોતી ની માળા બનાવી રાખ્યા હતા .......વેરવિખેર થઇ જાય છે !! 
વરસાદ ની જેમ ટુટી પડતા શબ્દો અને સરનામા ની છત્રી વગર નો હું !!! ભીનાઇ ગયો છુ ........એનુ એક માત્ર કારણ ,  મારી અંદર જીવતા એક બાળક ને વ્હાલ કરવા ની ઇચ્છા છે !!! જેણે બાળપણ અને યુવાની એના પ્રવાસ દરમ્યાન ખોઇ ચૂક્યા છે

Comments

Post a Comment

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી