Posts

Showing posts from 2019

પુરૂષ ના સપ્તરંગો 🌈

એક સ્ત્રી માટે પુરૂષ શું હોય શકે? તમારા નામની પાછળ લખાતું દિવાલ જેવું અડીખમ નામ? હાથમાં દર મહિને આવી જતી ઘર-ખર્ચની રકમ? તમારા સંતાનોનો પિતા? સમય કરતાં વહેલાં ભરાઇ જતાં લોનનાં હપ્તા? સોલિટેરની ગિફ્ટ? લાઇફ ઇન્સ્યોરન્સ, મેડિક્લેમનાં પ્રિમિયમ્સ વચ્ચે વહેંચાઇ જતો, તમારા નામે રોકાણ કરતો અને તમને સલામતી આપવા લોહી-પાણી એક કરીને પોતે કમાયેલું ઘર તમારા નામે કરી દેતો એક મર્દ? પુરૂષ શું છે? પિતા? પ્રેમી? પતિ? કે દોસ્ત? પુરૂષ એક મેઘ-ધનુષ છે. એની પાસે સાત રંગો છે અને એ સાતેય રંગ દ્વારા એ તમારા જીવનમાં ઢગલેબંધ રંગ ઠાલવતો રહે છે. પુરૂષનાં આ સાત રંગ છે.🌈 સલામતી, સ્વીકૃતિ, સંવેદના, સહકાર, સમર્પણ, સંગાથ અને સંવાદ. પુરૂષ એ સલામતી છે… અડધી રાત્રે તમને ઘરે મૂકવા આવે એ પુરૂષ નથી-પણ જેનાં સાથે હોવા માત્રથી તમારા દરેક ડર પૂંછડી દબાવીને ભાગી જાય એ પુરૂષ છે. આર્થિક રીતે સ્વતંત્ર સ્ત્રી પોતાની માલિકીનાં ઘરમાં સલામતી મહેસૂસ કરતી નથી પણ ગમતા પુરૂષની છાતી વચ્ચે એ પોતાની જાતને સૌથી વધારે સલામત મહેસૂસ કરતી હોય છે. સ્ત્રી આખી જીંદગી સલામતી ઝંખતી રહે છે અને પુરૂષ લાગણીઓથી લઇને લગ્ન સુધીની

ખેડુત નો ગધેડો

એક ખેડૂતના ખેતરમાં એક ઊંડો ખાડો હતો.એક દિવસ એ ખેડૂતનો વૃદ્ધ ગધેડો એ ખાડામાં પડી ગયો.હવે શું કરવું? કોઈ સંજોગોમાં એ ગધેડો એ ઊંડા કુવા જેવા ખાડામાંથી બહાર નીકળે એમ નહોતો કે નહોતો કોઈ ઉપાય સુજતો.ગધેડો બહુ વૃદ્ધ હતો અને ખાડો આમ પણ પૂરવાનો હતો.ખેડૂતે ગધેડા સહીત એ ખાડાને પૂર્વનું નક્કી કર્યું. ખેડૂતે પોતાના મજૂરોને બોલાવ્યા અને પાવડાથી એ કુવા કમ ખાડામાં માટી નાખવાનું શરુ કર્યું. ગધેડાને ખ્યાલ આવી ગયો કે શું થવા જઈ રહ્યું છે.મોતનો ભય દેખાતા એણે જોર જોરથી ભોંકવાનું કરવાનું શરુ કર્યું પણ કોઈ ફાયદો નહિ.અચાનક ગધેડાને કાંઈક સુજ્યુ અને તે શોર કરતો બંધ થઇ ગયો... ખેડૂત અને એના મજુરે પાવડાથી ઘણી માટી પુરી.ખાડો લગભગ હવે પુરાવા આવ્યો હતો.અને ખેડૂતે અંદર જોયું તો આ શું? જેમ જેમ માટી નંખાતી હતી તેમ તેમ એ ગધેડો એ માટી ઉપર ચડીને કહો કે માટીના પગથિયાં બનાવીને ઉપર આવતો ગયો અને છેવટે જયારે ખાડો સાવ પુરાવા આવ્યો એટલે ગધેડો છલાંગ લગાવીને ખાડાની બહાર આવી ગયો... જયારે તમે સફળતાનાં માર્ગે હશો અથવા લોકોનો સ્વાર્થ જયારે પૂરો થશે ત્યારે હંમેશા લોકો તમારા રસ્તામાં પથ્થર નાખવાનું શરુ કરશે....એ તમારા પર નિર્ભર કરે છે

કેન્સર જાગૃતી

"હવે હું એન્જેલિના જોલીનું હાફ ઇન્ડીયન વર્ઝન બની ગઈ છું!" આ આશ્વર્ય આપતું વાક્ય હમણાં જ કોઈકે કહ્યું હતું યાદ છે? તાહિરા કશ્પયનું આ સ્ટેટમેન્ટ છે! ૨૦૧૩માં હોલિવૂડની ખ્યાતનામ અભિનેત્રી એન્જેલિના જોલીને બ્રેસ્ટ કેન્સર થયેલું અને તેણે પોતાના બંને બ્રેસ્ટની સર્જરી કરાવી હતી. બોડીમાંથી બ્રેસ્ટને બાતલ કર્યાં બાદ પણ પ્રબળ જિજીવિષા વડે એ અભિનેત્રી હાલ જીવી રહી છે, બહુ સારી રીતે! તાહિરા કશ્યપ ખુરાના એટલે આયુષ્યમાન ખુરાનાની અર્ધાંગિની એવી ઓળખ તો જાણે ઠીક, પણ એક રેડિયો કાર્યક્રમની હેડ, થિયેટર રાઇટર, ડાયરેક્ટર અને મીડિયા ટ્રેઇનર તરીકે તાહિરાની એક સ્વતંત્ર અલગ ઓળખ પણ છે. આ તાહિરા બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની 'હતી'. હજુ એકાદ મહિના પહેલાંની એ બાબત હવે ભૂતકાળ બની ગઈ એમ કહેવામાં કદાચ બહુ અતિશ્યોક્તિ નહી રહે. કેમ કે, ૧૨ કિમોથેરાપીની અગ્નિરેખા પસાર કરીને તાહિરા બહાર નીકળી ચુકી છે.... સારવાર દરમિયાન તાહિરાએ ઇન્સ્ટાગ્રામ પર ઘણાં ફોટા શેર કર્યા. તેમાં તેને કેન્સર સામે ઝઝૂમતી અને ધૈર્ય ધરતી જોઈ શકાય છે. પૈસો છે, હાયર સુવિધાઓ છે, હજારો લોકોની હૂંફ છે; છતાં હિંમત હોવી - આત્મવિશ્વાસ હોવો બહ

પ્રેમની_પરાકાષ્ટા

"હ્રદયદ્રાવક સત્ય ઘટના" હંમેશા મુજબ સાન્જે ૬.૦૦ વાગ્યે ઓફીસથી નીકળી ઘરે પાછા જવા ૬.૩૦ ની ભાયંદર ફાસ્ટ પકડી ઘરે જવા નીકળ્યો. રસ્તા માં મારા મિત્ર પ્રથમનો ફોન આવ્યો કે ફાઉન્ટન પાસે ઊભો રહેજે મને થોડું કામ છે. હું ત્યાં તેની રાહ જોઈ બાજુમાં બનેલા પાર્કીંગની રેલીંગ પર બેઠો હતો. એક ૭૦-૭૫  વર્ષના વૃદ્ધ જેને જાડા કાચના ચશ્મા પહેરેલા હતા અને મેલાં-ઘેલા કપડાં પહેર્યાં હતાં તે મારા પાસે આવી મારા પગ પકડીને બોલ્યા : "સાહેબ બહુ ભુખ લાગી છે એક વડાપાવ ખવડાવશો ? " તે કોઈ ભિખારી હોય તેવુ લાગતું ન હતું કે તેને ભિક્ષા માંગવાની આદત હોય તેમ પણ લાગતું ન હતું. અચાનક પગ પકડવાથી હું હડબડી ને નીચે ઉતરી ગયો. આ વ્યક્તિ ને જોઈ મને સંકોચ થયો. મેં કહ્યું: "કાકા ભુખ લાગી છે ?" ને પછી ખીસામાં હાથ નાખી 50 ની નોટ કાઢી તેમના હાથમાં મુકી તો તેઓએ તરતજ પાછી આપી કહે: "નહી ભાઇ આટલા બધા નહીં મને ફક્ત વડાપાઉ જેટલાં જ પૈસા આપો". હું જઈ ને બે વડાપાઉં લઇ આવ્યો. કાકા ત્યાં જ નીચે બેસીને ખાવા લાગ્યા.  મેં પૂછ્યું ,"કાકા ક્યાંથી આવો છો? કયાં જાવું છે ? કોઇ ને શોધવા નીકળ્યા છો

પાસવર્ડે જીવન બદલી નાખ્યું..

એક સરસ મજાની સવારે ઓફિસ પહોંચી મેં મારું કોમ્પ્યુટર ઓન કર્યું ત્યાં જ સામે મેસેજ આવ્યો "તમારો પાસવર્ડ એક્સપાયર થઈ ચૂક્યો છે." ઓફિસમાં સુરક્ષા પોલીસીને ધ્યાનમાં લઈ અમારે દર મહિને પોતપોતાના કોમ્પ્યુટર નો પાસવર્ડ ચેન્જ કરવો પડે છે. મારા થોડા જ સમય પહેલા થયેલા છૂટાછેડા ને લીધે હું ઘણો વ્યથિત હતો. તેણે - મારી પત્નીએ મારી સાથે જે કર્યું એ તે કઈ રીતે કરી જ શકે એવા વિચારો મને સતત સતાવતા હતા. પાસવર્ડ બદલતી વખતે મારા બોસે મને એ અંગે આપેલી ટીપ મને યાદ આવી. તેમણે કહેલું,"હું એવો પાસવર્ડ રાખીશ  જે મારું જીવન બદલી નાખે." મારી વર્તમાન  મન:સ્થિતી એવી હતી કે હું કોઇ પણ એક કામ પુરું કરવા તેના પર ધ્યાન કેન્દ્રીત કરી શકતો નહોતો. આ પાસવર્ડ વાળી બીનાએ મને વિચાર કરવા પ્રેર્યો કે મારે મારા છૂટાછેડાની ઘટનાને મારા પર હાવી થવા દેવી જોઇએ નહિ અને મારે પરિસ્થિતી બદલવા થોડા મજબૂત મનોબળ સાથે ચોક્કસ કંઈક કરવું જોઇએ. મેં મારો પાસવર્ડ રાખ્યો 'Forgive@her'. હવે દિવસમાં ઘણી વાર જ્યારે મારું કોમ્પ્યુટર લોક થઈ જાય ત્યારે તે અનલોક કરવા મારે મારો આ નવો પાસવર્ડ ટાઈપ કરવો પડતો. રોજ જમ્યા પછી ક

એક વિદ્વાન બ્રામ્હણ

એક વિદ્વાન બ્રામ્હણ પોતાના ગામનાં ખેતરોમાં ફરી રહ્યા હતા, ત્યારે અચાનક એક વેદનાભરી ચીસ સંભળાઈ. તે સમજી ગયા કે આ ચીસ કોઈ સ્ત્રીની હતી. તેમણે માન્યું કે મહિલા કોઈ સંકટમાં હોવી જોઈએ. તેમણે ઘટનાસ્થળે દોડી જઈ જોયું કે આ સ્ત્રીના પગે સર્પદંશ થયો હતો. આ સ્ત્રી ખેતરમાં કામ કરતી દલિત મજૂર હતી. ડંખવાળા ભાગને કસીને બાંધવા માટે દોરી આમતેમ ખોળવા લાગ્યા પણ દોરી ક્યાંયથી મળી નહીં. તરત જ તેમણે પોતાની જનોઈ ઉતારીને તે સ્ત્રીના પગે બાંધી દીધી અને ડંસેલા ભાગ પર તેમણે ચીરો મૂકી, દબાવી વિષયુક્ત લોહી બહાર કાઢી નાખ્યું. ત્યાં સુધીમાં તો અન્ય લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા. પેલી સ્ત્રી બચી ગઈ. આ ઘટનાના સમાચાર જ્યારે ગામમાં પહોંચ્યા ત્યારે કેટલાક સંકુચિત વિચારોવાળા લોકો આ વિદ્વાનની ટીકા કરતાં કહેવા લાગ્યા, ‘બ્રામ્હણ થઈ પોતાની પવિત્ર જનોઈ એક અછૂત જાતિની સ્ત્રીના પગે બાંધી તમે અપકૃત્ય કર્યું છે.’ પરંતુ આ મહાશયે આ ટીકાની કોઈ પરવા ન કરતાં કહ્યું, ‘આપણો સાચો ધર્મ તો વિપત્તિમાં પડેલ વ્યક્તિના પ્રાણ બચાવવાનો છે. એક જ ઈશ્ર્વરે બનાવેલા જીવોમાં ભેદભાવ કેવો?’ આ મહાપુરુષ હતા હિન્દી સાહિત્યના પ્રખર સાહિત્યકાર આચાર્ય હ

દોસ્તી

માણસને મળતી મોટાભાગની વસ્તુઓ સુખ સગવડો કે વૈભવ વારસામાં મળી જતાં હોય છે પરંતુ સંપૂર્ણપણે પોતાની પસંદગીની કોઈ બાબત હોય તો એ મિત્રતા છે. મિત્રતા હંમેશા સ્વપાર્જિત હોય છે. અને એની પસંદગીમાં આપણે સંપૂર્ણપણે મુક્ત હોઈએ છીએ. ઈશ્વરે દરેક માણસને આપેલી આ અણમોલ ભેટ છે. આપણા સહુનો એ અનુભવ હોય છે કે બે મિત્રો કે બે બહેનપણીઓ જ્યારે ભેગા થાય છે ત્યારે એમની વચ્ચેનો સંવાદ બિલકુલ પારદર્શક હોય છે. એમાં કાંઈ છુપાવવાનું હોતું નથી. માણસમાત્રનું દિલ તેના અંગત દોસ્ત આગળ અનાયાસ ખુલી જતું હોય છે. આપણા સહુની એવી શ્રદ્ધા હોય છે કે મિત્રને કહેલી કોઈ વાત કે દુઃખનું કારણ હંમેશા સલામત રહેશે અને એમાંથી કોઈ મદદ ચોક્કસ મળશે. દુઃખની કોઈ વિકટ ઘડીમાં કે મુશ્કેલીઓથી ઘેરાઈ ગયા હોઈએ ત્યારે સાચા મિત્રનો સધિયારો જીવવાનું પ્રેરક બળ બની જતાં હોય છે. મિત્રના ખભે માથું મૂકીને રડવાની બાબત એ વાતની ખાત્રી આપે છે કે મિત્રનો ખભો એ દુનિયાનું સૌથી સલામત સ્થળ હોય છે જેનું ઉષ્ણતામાન હંમેશા સમઘાત હોય છે. એક મિત્ર બીજાને માટે જે કાંઈ કરે છે એમાં કેવળ નિસ્વાર્થ ભાવના હોય છે એમાં ‘થેંક્યૂ’ કે ‘આભાર’ જેવા ઔપચારિક શબ્દોની જરૂરિયાત રહેતી

બાજ પક્ષી ની કેળવણી

બાજ પક્ષી પોતાના બચ્ચા ના જન્મ પછી થોડા જ સમય માં એને પોતાની પાખો માં સમેટી ને ઉપર આકાશ માં લઈ જાય છે... એટલું ઊચે કે જ્યાં વિમાન ઉડતા હોય... આટલે ઉપર જઇ ને એ સ્થિર થઈ જાય છે...A highest distance from earth where  a natural creature can fly... અને પછી શરૂ થાય છે ખતરનાક ટ્રેનીંગ... એક એવી ટ્રેનીંગ કે જેમાં બાજ પક્ષી પોતાના બચ્ચા ને એ સમજાવવા માગે છે કે એ કોઈ સામાન્ય પક્ષી નથી અને એનું કામ આસમાન ની બુલંદીએ ઊડવાનું છે નહીં કે મકાનની છત પર બેસીને ચુ-ચુ કરવાનું... પછી એ બચ્ચાને આટલી ઊચાઈએ થી છૂટું મૂકી દેવામાં આવે છે... આટલી ઊચાઇએ થી નીચે પડતી વખતે બચ્ચાને એ સમજાતું નથી કે મારી સાથે આ શું થઈ રહ્યું છે !!! થોડું નીચે આવવા થી બચ્ચા ની પાંખ ખુલવા લાગે છે અને ધરતી થી અંદાજે 9 કિલોમીટર ઉપર સુધી માં એની પૂરી પાંખો ખૂલી જાય છે અને એ પાંખ ફફડાવે છે એટ્લે એને એહસાસ થાય છે કે એ કોઈ સામાન્ય પક્ષી તો નથી જ !!! એ હજુ વધુ નીચે આવે છે પણ હજુ એની પાંખ એટલી સક્ષમ તો નથી જ કે એ ઊડી શકે અને જમીન થી 700-800 મીટરે ઊચાઇ થી નીચે પડતી વખતે એને એમ લાગવા લાગે છે કે આ એની જિંદગી ની આખરી સફર છે  ત્યાં જ અચાનક

ત્રણ શિકારી

ત્રણ શિકારી એકવાર તો જરૂરથી વાંચજો...ખૂબ મજા આવશે... આ લેખ વાંચતા માત્ર 37 સેકન્ડ લાગશે અને તમારો વિચાર બદલાઇ જશે... ત્રણ શિકારી હતા. ત્રણે જુદી જુદી દિશામાં શિકાર કરવા નીકળ્યા. ધનુષ-બાણ સાથે આખો દિવસ રખડ્યા.. પેહલો શિકારી ઘણી બધી જગ્યાએ ફર્યો, ઝાડીઓમાં પ્રાણી ને શોધ્યા, ઝાડ પર ચઢી દુર દુર નજર દોડાવી. નદી અને સરોવરે ગયો (કદાચ કોઈ પ્રાણી પાણી પીવા આવે અને તેનો શિકાર થાય), પણ ત્યાં પણ તેને કોઈ શિકાર ન મળ્યો. વનમાં પ્રાણીઓ જોયા પણ કોઈ હાથ ન આવ્યું, નિશાન લઇ તીર છોડ્યા પણ તીર નિશાન પર ન વાગ્યા. આખા દિવસનો થાક્યો-પાક્યો, ધૂંધવાતો-ધૂંધવાતો, નસીબને ગાળો આપતો, ઈશ્વરની નિંદા કરતો એ રાતે ઘરે પોહાચ્યો. પાડેલું કુતરું વ્હાલ કરવા ઝાંપે પોહચ્યું તો તેને એક લત લગાવી દીધી. છોકરાઓને ઢીબ્યા, પત્ની સાથે બોલાચાલી કરી અને ખાધા પીધા વગર ગુસ્સામાં સુઈ ગયો. બીજો શિકારી પણ બધાજ સ્થળે ફર્યો, બધો જ પ્રયાસ કર્યો પણ નિષ્ફળ નીવડ્યો. ‘ચાલો જેવી ભગવાનની ઈચ્છા’ મનોમન બોલી એ ઘરે ગયો અને કોઈની સાથે કઈ પણ બોલ્યો નહિ અને એટલુ જ કહ્યું કે ‘શિકારમાં આજે કઈ મળ્યું નથી. ઘરમાં જે કઈ હોય તેનાથી ચલાવી દેજો.’ એમ કહી તેન