Posts

Showing posts from May, 2019

કેન્સર જાગૃતી

"હવે હું એન્જેલિના જોલીનું હાફ ઇન્ડીયન વર્ઝન બની ગઈ છું!" આ આશ્વર્ય આપતું વાક્ય હમણાં જ કોઈકે કહ્યું હતું યાદ છે? તાહિરા કશ્પયનું આ સ્ટેટમેન્ટ છે! ૨૦૧૩માં હોલિવૂડની ખ્યાતનામ અભિનેત્રી એન્જેલિના જોલીને બ્રેસ્ટ કેન્સર થયેલું અને તેણે પોતાના બંને બ્રેસ્ટની સર્જરી કરાવી હતી. બોડીમાંથી બ્રેસ્ટને બાતલ કર્યાં બાદ પણ પ્રબળ જિજીવિષા વડે એ અભિનેત્રી હાલ જીવી રહી છે, બહુ સારી રીતે! તાહિરા કશ્યપ ખુરાના એટલે આયુષ્યમાન ખુરાનાની અર્ધાંગિની એવી ઓળખ તો જાણે ઠીક, પણ એક રેડિયો કાર્યક્રમની હેડ, થિયેટર રાઇટર, ડાયરેક્ટર અને મીડિયા ટ્રેઇનર તરીકે તાહિરાની એક સ્વતંત્ર અલગ ઓળખ પણ છે. આ તાહિરા બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની 'હતી'. હજુ એકાદ મહિના પહેલાંની એ બાબત હવે ભૂતકાળ બની ગઈ એમ કહેવામાં કદાચ બહુ અતિશ્યોક્તિ નહી રહે. કેમ કે, ૧૨ કિમોથેરાપીની અગ્નિરેખા પસાર કરીને તાહિરા બહાર નીકળી ચુકી છે.... સારવાર દરમિયાન તાહિરાએ ઇન્સ્ટાગ્રામ પર ઘણાં ફોટા શેર કર્યા. તેમાં તેને કેન્સર સામે ઝઝૂમતી અને ધૈર્ય ધરતી જોઈ શકાય છે. પૈસો છે, હાયર સુવિધાઓ છે, હજારો લોકોની હૂંફ છે; છતાં હિંમત હોવી - આત્મવિશ્વાસ હોવો બહ

પ્રેમની_પરાકાષ્ટા

"હ્રદયદ્રાવક સત્ય ઘટના" હંમેશા મુજબ સાન્જે ૬.૦૦ વાગ્યે ઓફીસથી નીકળી ઘરે પાછા જવા ૬.૩૦ ની ભાયંદર ફાસ્ટ પકડી ઘરે જવા નીકળ્યો. રસ્તા માં મારા મિત્ર પ્રથમનો ફોન આવ્યો કે ફાઉન્ટન પાસે ઊભો રહેજે મને થોડું કામ છે. હું ત્યાં તેની રાહ જોઈ બાજુમાં બનેલા પાર્કીંગની રેલીંગ પર બેઠો હતો. એક ૭૦-૭૫  વર્ષના વૃદ્ધ જેને જાડા કાચના ચશ્મા પહેરેલા હતા અને મેલાં-ઘેલા કપડાં પહેર્યાં હતાં તે મારા પાસે આવી મારા પગ પકડીને બોલ્યા : "સાહેબ બહુ ભુખ લાગી છે એક વડાપાવ ખવડાવશો ? " તે કોઈ ભિખારી હોય તેવુ લાગતું ન હતું કે તેને ભિક્ષા માંગવાની આદત હોય તેમ પણ લાગતું ન હતું. અચાનક પગ પકડવાથી હું હડબડી ને નીચે ઉતરી ગયો. આ વ્યક્તિ ને જોઈ મને સંકોચ થયો. મેં કહ્યું: "કાકા ભુખ લાગી છે ?" ને પછી ખીસામાં હાથ નાખી 50 ની નોટ કાઢી તેમના હાથમાં મુકી તો તેઓએ તરતજ પાછી આપી કહે: "નહી ભાઇ આટલા બધા નહીં મને ફક્ત વડાપાઉ જેટલાં જ પૈસા આપો". હું જઈ ને બે વડાપાઉં લઇ આવ્યો. કાકા ત્યાં જ નીચે બેસીને ખાવા લાગ્યા.  મેં પૂછ્યું ,"કાકા ક્યાંથી આવો છો? કયાં જાવું છે ? કોઇ ને શોધવા નીકળ્યા છો

પાસવર્ડે જીવન બદલી નાખ્યું..

એક સરસ મજાની સવારે ઓફિસ પહોંચી મેં મારું કોમ્પ્યુટર ઓન કર્યું ત્યાં જ સામે મેસેજ આવ્યો "તમારો પાસવર્ડ એક્સપાયર થઈ ચૂક્યો છે." ઓફિસમાં સુરક્ષા પોલીસીને ધ્યાનમાં લઈ અમારે દર મહિને પોતપોતાના કોમ્પ્યુટર નો પાસવર્ડ ચેન્જ કરવો પડે છે. મારા થોડા જ સમય પહેલા થયેલા છૂટાછેડા ને લીધે હું ઘણો વ્યથિત હતો. તેણે - મારી પત્નીએ મારી સાથે જે કર્યું એ તે કઈ રીતે કરી જ શકે એવા વિચારો મને સતત સતાવતા હતા. પાસવર્ડ બદલતી વખતે મારા બોસે મને એ અંગે આપેલી ટીપ મને યાદ આવી. તેમણે કહેલું,"હું એવો પાસવર્ડ રાખીશ  જે મારું જીવન બદલી નાખે." મારી વર્તમાન  મન:સ્થિતી એવી હતી કે હું કોઇ પણ એક કામ પુરું કરવા તેના પર ધ્યાન કેન્દ્રીત કરી શકતો નહોતો. આ પાસવર્ડ વાળી બીનાએ મને વિચાર કરવા પ્રેર્યો કે મારે મારા છૂટાછેડાની ઘટનાને મારા પર હાવી થવા દેવી જોઇએ નહિ અને મારે પરિસ્થિતી બદલવા થોડા મજબૂત મનોબળ સાથે ચોક્કસ કંઈક કરવું જોઇએ. મેં મારો પાસવર્ડ રાખ્યો 'Forgive@her'. હવે દિવસમાં ઘણી વાર જ્યારે મારું કોમ્પ્યુટર લોક થઈ જાય ત્યારે તે અનલોક કરવા મારે મારો આ નવો પાસવર્ડ ટાઈપ કરવો પડતો. રોજ જમ્યા પછી ક