શૈક્ષણિક_બળતરા

એક ભાઈ પાસે 200 મરઘાં હતાં.
એમાંથી અચાનક 10 મરઘાં મરી ગયા.
ઉપરથી અધિકારીઓ આવ્યા. ચર્ચાઓ થઇ મીટીંગો થઇ. સર્વાનુમતે નક્કી થયું
કે
ગરમીને કારણે મરઘાં મર્યા છે. માટે એ પોલટ્રી ફાર્મ માં પંખા ઓ લગાવવા.
 તાલીમો અપાઈ!!
પંખા લગાવ્યા.
 15 દિવસ માં બીજા 90 મરઘાં મરી ગયાં!!
પાછા અધિકારીઓ આવ્યા!! ચિંતન શિબિરો થઇ!! તજજ્ઞોના અભિપ્રાયો લેવાયાં.
 પછી સર્વાનુમતે નિર્ણય લેવાયો કે પંખા ને કારણે નહિ પણ
પંખાની ગરમ હવા ને કારણે મરઘાં મર્યા છે
માટે નીચે ઠંડુ પાણી ભરી ને પંખા શરુ કરવા!!
આયોજન થયા!!
ગ્રાન્ટો આપી તાલીમો કરી.
રેલીઓ પણ થઈ અને નીચે ઠંડુ પાણી ભર્યું!!
15 દિવસ માં બધા જ મરઘાં મરી ગયા!!!
પાછી કમિટી નિમાણી!! તજજ્ઞો આવ્યા.
 સર્વાનુમતે નક્કી થયું કે!! નીચે પાણી ભરવા થી અને ઉપર પંખો હોવાથી શરદી ને કારણે મરઘાં મર્યા છે!!!

ખાતા ના ઉપરી અધિકારી એ અફસોસ કર્યો કે
અમારી પાસે યોજના તો પુષ્કળ છે
પણ હવે મરઘાં જ નથી!!!

આપણી પાસે યોજના તો પુષ્કળ છે પણ
સરકારી શાળામાં બાળકો રહેશે ????

શૈક્ષણિક_બળતરા

Comments

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી