Posts

Showing posts from October, 2017

ભારત નો સાવજ

સુરતના જાંબલી થઈ ચૂકેલા કેસરિયા આકાશમાં મોદી...મોદી...મોદી...ના ગગનભેદી નારા ગુંજી રહ્યા હતા, એક સાથે મોબાઇલ કેમેરાની હજારો કિલક થઈ રહી હતી, લાખો હાથ ઊંચા થઈ રહ્યા હતા...હર્ષની ચિચિયારીઓ સાથે સિટીઓ પર સિટીઓ વાગતી હતી. સુરત જાણે ગાંડુતુર બન્યું હતું. જ્યારથી આ દ્શ્ય જોયું ત્યારથી એ વિશે લખવાની અદમ્ય ઇચ્છા મારામાં જોર કરી રહી હતી કેમકે આ બધું જ જોયુ હતું...કોઈ પક્ષ, સમાજ કે ધર્મ પ્રેરિત નહીં. દોસ્તો , ખરેખર ગજબનો સિનારિયો હતો. રવિવારની સાંજે સુરત એરપોર્ટથી લઈને છેક અઠવા લાઇન્સ Circuit હાઉસ સુધીની ડામરની પહોળી સડકના બંને કિનારે, સડકની મધ્યમાં ડિવાઇડરની ધાર પર લોકોની હકડેઠઠ્ઠ ભીડ જામી હતી. મુખ્ય માર્ગની પાછળના રસ્તાઓ પરથી કિડિયારાની જેમ લોકો આવી રહ્યા હતા ને સડકના કિનારે ઊભેલા લોકોની સાથે જોડાઈ રહ્યા હતા. જાણે મુખ્યમાર્ગની બંને કોર પર માનવસમુહનો સમંદર હિલોળા લેતો હતો તેમના Real Heroની એક ઝલક જોવા માટે. ...અને એ ક્ષણ આવી ગઈ, પ્રજાના હર્ષોઉલ્લાસનો બાંધ તૂટી ગયો જ્યારે રસ્તાના બેય કિનારે હિલોળા લેતા માનવ સમંદરનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીકળ્યા. ક્ષણો પૂરતો જાણે સમય થંભી ગય

સ્વરાજ નો મિજાજ

Beautiful Article on Senior Citizen by Great Gujarati  Writer shri. Gunvant Shah સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: સમય અને અવકાશ. સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો ‘મોકળાશ’ કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે, કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે !             ઘણાખરા સીનીયર સીટીઝનોને ગ્રહદશા નહીં આગ્રહદશા નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક આગ્રહો નવી પેઢીને પજવનારા હોય છે. જેમ ઉંમર વધે તેમ આગ્રહો પણ ઉંમરલાયક બનીને થીજી જાય છે. આગ્રહ પોતાને માટે ભલે રહ્યો ! પોતાના આગ્રહો બીજા પર લાદે તે મુર્ખ છે. મુર્ખતા પણ ખાસ્સી સીનીયર હોઈ શકે છે. દીકરાવહુને પોતાનો અભીપ્રાય એક