Posts

Showing posts from July, 2017

હું માનવી માનવ થાઉં તો ઘણું….

પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી, હું માનવી માનવ થાઉં તો ઘણું. આજે આપણે વિશ્વમાં ઘણા લોકોને જોઈએ છીએ જે સફળતાના ઉચ્ચતમ શિખરો પર હોય. દુનિયાના દરેક માનવીના નસીબમાં કે એના પ્રારબ્ધમાં સફળ બનવું કે મહાન બનવું શક્ય નથી અને એ જરૂરી પણ નથી જો માનવ માનવતાના ગુણોવાળો અને જેને સાચાં અર્થમાં મનુષ્ય કહી શકાય તેવો માનવી બની ને રહે. બસ આ જ માનવતા એના માટે અને સમાજ માટે હિતકારી અને પૂરતું છે. આપેલ પંક્તિમાં કવિ કહે છે કે પૃથ્વીમાતાના ખોળે ઉછરી રહેલા દરેક માનવીના નસીબમાં મહાસિદ્ધિ ન હોય પરંતુ તે સારા ગુણવાળો, સારા ચારિત્યવાળો અને સારા વિચારવાળો માનવી બને ને રહે તોય ઘણું છે. આપણા ભારતીય શાસ્ત્રોમાં કહ્યું છે કે દરેક જીવને 84 લાખના ફેરામાંથી પસાર થવાનું છે અને એ બધામાં જો કોઈ અજાયબી જેવું હોય તો એ મનુષ્ય છે. ક્યારેક મનુષ્ય જાત-ભાતના ભેદ, ધર્મના ભેદ, રંગના ભેદ વગેરેની નિતિને કારણે હિંસા તરફ વળે છે. મંદિર હોય કે મસ્જિદ કે પછી ચર્ચ બધેથી જોઈએ તો આ આખું આકાશ એક સમાન જ દેખાય છે, આપણું શારીરિક બંધારણ સમાન છે, બધાના લોહીનો રંગ લાલ છે, પૂજા કરવાની રીતો ભલે અલગ હોય પરંતુ માનવતાના ગુણો કે લક્ષણો તો એક જ છે. તો પછ

વિચારોરૂપી જળનો જથ્થો

સમસ્યાઓથી ઘેરાયેલો એક યુવાન પોતાના પ્રશ્નોના ઉકેલ માટે એક વિદ્વાન પાસે ગયો. આ યુવાનની વાતો સાંભળતા જ વિદ્વાનને સમજાઇ ગયુ કે યુવાન એના જીવનમાં આવેલી સમસ્યાઓને કારણે હતાશ થઇ ગયો છે. વિદ્વાને આ યુવાનને પાણીનો એક ગ્લાસ આપ્યો અને આ ગ્લાસમાં મુઠી ભરીને મીઠું નાખ્યુ હતુ. યુવાને તો એને સાદા પાણીનો ગ્લાસ સમજીને મોઢે માંડ્યો. હજુ તો સહેજ પાણી મોઢામાં ગયુ કે તુરંત જ ઉભો થઇ ગયો અને ' થું.....થું......' કરવા લાગ્યો. વિદ્વાને પુછ્યુ , " કેમ ભાઇ શું થયું ? કેમ ઉભો થઇને પાણી બહાર થુકી આવ્યો ? " યુવાને ગુસ્સા સાથે કહ્યુ, " તમે પણ શું પંડીત થઇને આવી મશ્કરી કરો છો ! આટલુ ખારુ પાણી તે મોઢામાં જતુ હશે .. ?" પંડીતે યુવાનની માફી માંગી અને પછી કહ્યુ " ચાલ આપણે બહાર ફરવા માટે જઇએ. તારા બધા જ સવાલના જવાબ તને ત્યાં આપીશ અને તારી સમસ્યાઓના ઉકેલ પણ તને બતાવીશ. " યુવાન અને પંડીત ચાલતા ચાલતા ગામની બહાર આવ્યા. એક સરસ મજાનું તળાવ હતુ એ તળાવના કાંઠા પર બંને બેઠા. વિદ્વાને પોતાના કોટના અંદરના ખીસ્સામાંથી એક નાની થેલી બહાર કાઢી તો તેમાં મીઠું હતુ. યુવાન વિચારમાં પડી ગયો કે અહિ

અભણ ની ભાષા

અભણ કોને કેહવાય આંખો માં રહેલી લાગણી ની ભીનાશ વાંચી શકે તેને અભણ ના કેહવાય.... દર્દ ની સ્થિતિ ને આનંદ માં ફેરવી દેનાર વ્યક્તિ ને અભણ ના કેહવાય... તમારા ચેહરા ના સ્મિત પાછળ રહેલી વેદના ને સમજી સકે તેને અભણ ના કેહવાય.... જયારે તમારું જીવન મુશ્કેલી ના વાદળ થી ઘેરાયેલું હોય,એમાં અંદરાધાર ખુશીઓ નો વરસાદ તમારા જીવન માં લાવી દે એને અભણ ના કેહવાય.... પ્રેમ ની પરિભાષા જે તમને શબ્દો ની આંટી ઘૂંટી માં નાખ્યા વિના શીખવી દે તેને અભણ ના કેહવાય.... તમારા કોરા પાટિયા જેવા જીવન ને મેઘધનુષ્ય રૂપી રંગો માં ફેરવી દેનાર વ્યક્તિ ને અભણ ના કેહવાય.... તમારા બદલાયેલા વર્તન પાછળ ની વાસ્તવિકતા ને સમજનાર વ્યક્તિ ને અભણ ના કેહવાય..... તમારા જીવન ના તીખા સ્વાદ ને મધ ની મીઠાશ માં બદલી નાખનાર વ્યક્તિ ને અભણ ના કેહવાય.... તમારા ભાગ્ય ની રેખાઓ એ ભલે તમારા જીવન માં નિરાશાઓ લખી હોય, પણ એ નિરાશાઓ ને ઊંચી આંકાંક્ષાઓ માં ફેરવી જનાર વ્યક્તિ ને અભણ ના કેહવાય.... તમારા હૃદય ની શુન્દરતા ને ઓળખી જનાર વ્યક્તિ ને અભણ ના કેહવાય.... ડેમ ના રોકાયેલા પાણી ની જેમ રોકાયેલા તમારા વિચારો ને નદી ના વહેણ ની માફક વહેતા

.....મને ગમે.......!!!

સિંહની ગર્જના કરતાં મને કોયલના ટહુકાથી શરૂ થતી સવાર ગમે... આંજી નાખવા આતુર સૂરજના મારકણા તેજ કરતાં કાળી ભમ્મર રાત્રિમાં શરમાતી ઝબૂકતી તારલીની શીતળતા મને ગમે... મુશળધાર વરસાદ તાંડવ કરતાં છાનાંમાનાં ટપકી જતાં ઝાપટાંઓની હળવી ભીનાશ મને ગમે... ઘૂઘવતા દરિયાના ઉછળતા પ્રચંડ મોજા કરતાં કિનારી એ મરકમરક કરતી લહેરીઓની કુમાશ મને ગમે... સેટ કરેલા વાળની સ્ટાર્ચ કરતાં તાજા ધોઈને બેફિકર વેરાયેલા વાળની સુંવાળપ મને ગમે... પહેલો નંબર લાવનારના ગુમાનવાળા ચહેરા કરતાં સ્વપ્નમાં ખોવાયેલ બેકબેન્ચરના પ્રસન્નમુખ ચહેરાની મીઠાશ મને ગમે... જ્યાં, જ્યારે પણ લાગ મળ્યે સાથીદારોને આગળ-પાછળ છરીની અણી ભોંકતા આગળ ધસતા સફળ એક્ઝિક્યુટિવ કરતાં ‘લૂઝર’નું લેબલ પહેરી પોતાના ટેબલે શાંતિથી કામ કરતો કલાર્ક મને ગમે... શબ્દોથી બીજાને વહેરી નાખતાં ન અચકાતાં, ન ખચકાતાં કર્કશ વેણપ્રહાર કરતાં બે-માત્ર બે જ- મીઠા બોલ થી દુઃખથી ખરડાયેલા કોઈના મન ને ટાઢક આપનાર દિલદાર મને ગમે... કોઈ પણ ભોગે ધનના ઢગલા સર કરવાની મથામણ માં જિંદગી ખરચી નાખનાર કરતાં હાઈકુની નાનકડી રચનામાં મનના બધા ભાવો ઉલેચી દેવા મથતા કવિની મથામણ મને ગમે... '

મદદ

આજથી લગભગ 30 વર્ષ પહેલાની આ વાત છે. મેરી એન્ડરસન નામની એક મહિલા નોર્વેમાં નોકરી કરતા એના પતિને મળવા માટે જઇ રહી હતી. અમેરીકાના મીયામી એરપોર્ટ પર ચેક-ઇન માટેની લાઇમાં ઉભેલી મેરી જાત-જાતના સપનાઓ જોઇ રહી હતી કારણકે હજુ હમણા જ એના લગ્ન થયા હતા અને પતિ સાથે વધુ સમય પણ વિતાવી શકી નહોતી. હવે પતિ સાથે જ બધો સમય વિતાવવા મળશે એ વિચાર મેરીને આનંદીત કરી રહ્યો હતો. મેરીનો વારો આવ્યો એટલે પોતાની ટીકીટ બતાવી અને બોર્ડીંગ માટેનો સામાન આપ્યો. સામાનનો વજન કર્યા બાદ ફરજ પરના કર્મચારીએ કહ્યુ, “મેડમ, આપના સામાનનું વજન મર્યાદા કરતા વધુ છે. કાં તો આપને સામાન ઓછો કરવો પડશે કાં તો વધારાના 103 ડોલર ચુકવવા પડશે.” હજુ હમણા 1 મીનીટ પહેલા જે ચહેરા પર અનોખો આનંદ હતો તે ચહેરા પર ચિંતાની રેખાઓ દેખાવા લાગી. મેરી મુંઝાઇ ગઇ કારણકે એની પાસે ચૂકવણી કરવા માટે કોઇ રકમ નહોતી. આ અજાણ્યા એરપોર્ટ પર હવે શું કરવું એની મેરીને સમજ પડતી નહોતી. અચાનક પાછળથી અવાજ આવ્યો “બહેન ચિંતા ના કરો તમારા પૈસા હું ચુકવી આપુ છું.” મેરીએ પાછળ જોયુ તો એક અજાણ્યો પુરુષ હતો જે 103 ડોલર ચુકવી રહ્યો હતો. કોઇ ઓળખાણ નહોતી અને છતા પણ મેરીને એ ભાઇ મદદ