પુષ્પ અને પાંદડા

રેલવે સ્ટેશને ગયેલા માણસને ખબર હોય છે કે પોતે સ્ટેશન પર શા માટે ગયો છે.

બજારમાં પહોંચેલા માણસને પણ ખબર હોય છે કે પોતે ક્યા હેતુસર બજારમાં ગયો છે.

પૃથ્વી પર આવી પડેલા મનુષ્યને ભાગ્યે જ ખબર હો ય છે કે પોતે શા માટે પૃથ્વી
પર આવ્યો છે...??!!!

બહુ થોડા માણસોનેપોતાના જીવનના ધ્યેય અંગે આછા અણસારા પ્રાપ્ત થાય છે..

આવા થોડાક માણસો જુદાપડી આવે છે.....

આવા નોખા-અનોખા માણસોને સાધુ ગણવાનું ફરજિયાત નથી. સમાજ એવા
માણસોને હેરાન ન કરે એટલું જ પૂરતું છે.....!!

સીધી લીટીના માણસને પજવવો એ કેટલાક દુર્જનોની હોબી હોય છે.
આવી પજવણી થાય ત્યારે પણ એ માણસની જીવનસુગંધ પ્રસરતી રહે છે.

મનુષ્યની જીવન સુગંધને બહુમતીના ટેકાની ગરજ નથીહોતી....

કોઇ પણ બાગમાં પાંદડાં બહુમતીમાં હોય છે અને પુષ્પો લઘુમતીમાં હોય છે. ચર્ચા કાયમ પુષ્પોની જ થાય છે...

Comments

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી