પુરુષ વિશે અનુભવેલુ અછાંદસ...

એના આંસુ તમે જોયા નથી,
એટલે
એવું ધારી લેવાનું કે
એને ખારાશ વિશે ખબર જ નથી?

રાત્રે દસ વાગે,
થાકીને ને ક્યારેક હારીને પણ,
જ્યારે કદમ સાચવીને...
એ ઘેર આવે છે...
ત્યારે
આવકાર ને સ્વીકારના બદલે...
એક ગ્લાસ પાણી માંગે છે ફક્ત....

બદલામાં એને પાણીની સાથે,
બીજું કેટલું આપીએ છીએ ને ખડકીએ છીએ એના માથે?

ક્યારેય વિચાર નહિ આવતો હોય કોઈને..?
કે પુરુષોને પણ સપના હોય છે?
ને જવાબદારીઓને લીધે એણે એ સપના...
પડતાં મૂક્યા છે,
જેમ કોઈ નદીમાં પડતું મૂકે- એમ જ....

સાચી વાત છે.
સ્ત્રી સંવેદનશીલ હોય છે....
એને લગભગ દરેક બાબતમાં અન્યાય થાય છે....
પણ,
એમાં ફક્ત પુરુષનો વાંક છે?
વિચારવા જેવું છે....

એકવાર પુરુષને -
ફક્ત માણસ તરીકે જોઈને...
એના વિશે વિચારો....
એની જિંદગી નથી બદલાતી દરેક પડાવે?

એ પણ કેટલાથી છૂટે છે....
કેટલું તૂટે છે...
કેટલો ખૂટી જાય છે અંદર અંદર....

એના ખાલીપાનો વિચાર...
કેમ કોઈ નારી સંસ્થાને નહિ આવતો હોય?

એક જ વાત સમજાઈ છે હજી સુધી..

કે જે ચૂપ થઈ ગયો છે ને...
એને એકવાર
સાંભળી લેવો જોઈએ...
શક્ય છે કે,
થોડાક પડ ઉખેડવાથી,
એક દટાતો જતો જીવ-
ભૂતકાળ બનતો અટકી જાય...

....શ્રેષ્ઠ તો ના કહી શકાય પણ પુરુષ વિશે ઘણા સમય થી  અનુભવેલુ અછાંદસ...

Comments

Post a Comment

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી