મૈત્રી

પ્રેમથી આગળનું એક પગલું " મૈત્રી "

વિશ્વના આટલા માનવ મહેરામણમાં જે આપણને પ્રેમપૂર્વક ગાળ આપી શકે અને ક્રોધપૂર્વક ચાહી શકે એનું નામ મૈત્રી....

મૈત્રી એટલે વરસાદમાં તરતી કાગળની હોડીનું પાણીમાં ડૂબ્યા વગર સતત વહેવું....

મૈત્રી માટે સૌ પ્રથમ આપણી જાત સાથે દોસ્તી બાંધવી જરૂરી છે, કારણ કે આમ ન કરીએ તો વિશ્વમાં આપણે કોઈની પણ સાથે દોસ્તી બાંધી શકીએ નહીં.....

જેમાં ગુણ અને દોષ ઓગળીને એકરૂપ થઈ જાય તે જ ખરી મૈત્રી સાબિત થઈ શકે....

મૈત્રી એટલે જે દીવો બનીને આપણા એકાંતના અને ઉદાસી, વ્યથા તથા પીડાના અંધકારને દૂર કરતું ઓસડ....

મૈત્રી એટલે જ્યાં રુચિ-અરુચિનો લોપ થઈ જાય, જ્યાં અસ્તિત્વ પોતે એકાગ્રતા સાધી શકે. જેને આપણી દરેક ઇચ્છાની અગાઉથી જાણ થઈ જતી હોય તે વ્યક્તિ એટલે મિત્ર....

જે આપણા જીવનના અનાજમાં પડેલાં કાંકરા અને ફોતરાઓને તારવીને અલગ કરી આપે... અને આપણને એની ખબર પણ ન પડવા દે તે ઉત્તમ મિત્ર.

મૈત્રી એટલે સમજણપૂર્વકનું શબ્દમય મૌન.

મૈત્રી એટલે આપણા આંતરિક વિશ્વને ખોલી આપતી ચાવી.
હર્ષ અને શોકનાં આંસુઓનું મિશ્રણ જ્યારે સધાય ત્યારે સમજવું કે બે મિત્રો વર્ષો પછી મળ્યા લાગે છે....

હસવાના પ્રસંગે ધરાઈને હસી ન શકીએ ...અને રડવાના પ્રસંગે ધરાઈને રડી ન શકીએ..ત્યારે માનવું કે આપણને અંગત મિત્રની ખોટ સાલે છે....

અભરાઈ પર ઊંચે મૂકેલી આનંદ અને ખુશીઓથી ભરેલી બરણી ઉતારવામાં જ્યારે પ્રેમની હાઇટ ઓછી પડે ત્યારે જે આ બરણી ઉતારી આપે એનું નામ મૈત્રી...

Comments

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી