મારુ જીંદગી નુ નાટક

નાટક પૂરું થયું
તાળીઓનો ગડગડાટ થયો.
ધીરે ધીરે પડદો પડી ગયો છે.
જે પ્રેક્ષકો સાથે લોહીનો સંબંધ લાગતો હતો ....
તે અચાનક
ધીમે ધીમે
ઓડીટોરીયમ છોડીને જઈ રહ્યા છે..
કોણ જાણે કેમ, પણ એ મને ગમતું નથી.
બેકસ્ટેજના માણસો
ઉતાવળે બધું સમેટવા લાગે,
અને
સેટ વાળાના માણસો સેટને હટાવા લાગે. ..
આ દ્રશ્ય મને ભૂકંપ થયા પછીના
ઉજ્જડ નગર જેવું ભાસે છે...
બધા કલાકારો એક બીજાને જાણે ઓળખાતા જ ના હોય એમ એક પછી એક ઉતાવળે સ્ટેજની બહાર નીકળી જાય છે....
ત્યારે મને માણસ ખૂબ જ સ્વાર્થી લાગે છે.
ગ્રીન રૂમમાં જઈને હું પણ મારા હાવ ભાવ ઉતારી નાખું છું.
અને પછી
હુંયે ....
બહાર નીકળી જાઉં છું
જે વિસ્તાર નાટક પેહલા ભરેલો અને ખીચોખીચ હતો
તે હવે તદ્દન નિર્જન ટાપુ જેવો લાગે છે.
કોઈ દેખાતું નથી.
હું આગળ ચાલવા માંડુ છું
એક રિક્ષાવાળો પાછળથી બુમ પાડે છે
"કહાઁ જાના હૈ ?"
અને હું અચાનક એને કહું છું
"જીંદગી તરફ"
એ હસીને એની રિક્ષા હંકારી મુકે છે.
હવે આ સાચું હતું કે નાટકમાં બોલતો સંવાદ હતો એ ખબર નથી...
પણ મને એ નાટકમાં બોલાતા "ઉછીના સંવાદો" મારા પોતાના લાગતા હતા.
હવે
આ દુનિયા સાચી કે નાટકની ?
એ ખબર નથી.
પણ હું ચાલ્યા કરું છું...
મારી નાનકડી કોસ્ચ્યુમની બેગ લઈને
ખબર નથી શું કામ.
કદાચ જિંદગીની શોધમાં
કદાચ નાટકની શોધમાં......

Comments

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી