વાંદરા ની વ્યથા

એક વખત એક પ્રાણીવિદ માણસ કેટલાક યુવાનો ને સાથે લઇને જંગલ માં ફરવા માટે નિકળ્યો..
જંગલ માં વસતા જુદા જુદા પ્રાણીઓ નો યુવાનો ને એ ભાઇ પરિચય કરાવતા હતા.
એક જગ્યાએ વાંદરાઓનું મોટુ ટોળુ હતુ અને ધમાચકડી કરતુ હતું.
એક ડાળથી બીજી ડાળ પર કુદી રહેલા આ વાંદરાઓને પેલા યુવાનો જોઇ રહ્યા હતા.
કુદાકુદી કરી રહેલા એક વાંદરાને ઝાડની સુકાયેલી ડાળી વાગી અને ઉંડો ઘા પડયો.
ઘા માંથી લોહી વહેવાનું શરુ થયું.
વાંદરો કુદકા મારતો મારતો ટોળાથી દુર જતો રહ્યો અને સાવ એકલો બેસી ગયો.
યુવાનોએ આ દ્ર્શ્ય જોયુ એટલે એ પેલા પ્રાણીવિદને પુછ્યા વગર ન રહી શક્યા કે આ વાંદરાને ઘા પડ્યો તો એ ટોળાથી દુર કેમ જતો રહ્યો ?
પ્રાણીવિદે યુવાનોને સમજાવતા કહ્યુ , " વાંદરાઓની એક લાક્ષણિકતા છે કે જ્યારે કોઇને વાગે તો બધા જ વાંદરા એની ખબર કાઢવા આવે.
જ્યારે ખબર કાઢવા આવે ત્યારે એ શાંતિથી બેસી ના રહે પણ જે વાંદરાને વાગ્યુ હોય એનો ઘા પહોળો કરીને કેટલુ વાગ્યુ છે એ જુવે અને પરિણામે ઘા મોટો થાય.
ઘા ઋઝાવાને બદલે વધુ વકરે અને ખુબ પીડા થાય.
આથી જ જ્યારે કોઇ વાંદરાને વાગે તો એ તુરંત જ ટોળાથી જુદો જતો રહે જેથી કોઇ એના ઘા ને પહોળો ન કરે અને ઘા ઝડપથી ઋઝાય જાય. "
મિત્રો, આપણે સૌ આ વાનરો ના જ વારસદારો છીએ અને એટલે જ આપણા બાપ દાદા ના એ લક્ષણો આપણામાં પણ આવ્યા છે.
મન પર ઘા વાગે ત્યારે થોડો સમય માટે એકલા થઇ જવુ... નહીતર લોકો એ ઘા ને જોવાના બહાને વધુ પહોળો કરશે... અને એની પીડા આપણે જ ભોગવવી પડશે...

Comments

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી