દુખ ની શોધ


_સોક્રેટીસના શિષ્યએ મોટી દુકાન (મોલ) ની શરૂઆત કરી._

_આ દુકાનની મુલાકાતે સોક્રેટીસને લાવ્યા અને કહ્યું સાહેબ અહી એકવીસ હજાર વસ્તુઓ એક જગ્યાએ જ મળે છે. આપને જે જરૂરી હોય તે બેજીજક લઈ લેજો._

_સોક્રેટીસ હસ્યા અને બોલ્યા મને આમાં થી એક પણ વસ્તુ જીવવા માટે જરૂરી નથી લાગતી અને મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે માણસો બીન જરૂરી એકવીસ હજાર વસ્તુ વાપરે છે._

_વાર્તા પુરી થઈ... હવે અહીંથી આપણી વારતા શરૂ થાય છે._

_આપણે આવી અનેક બીનજરૂરી વસ્તુ વગર ઘડી પણ ચલાવી નથી શકતા._

_ઓડોનીલ જેવા એરફ્રેશનર વગર કેટલા જણાંનો શ્રવાસ રૂંધાઈ ગયો છે ?_

_હાર્પીક વગર કોની લાદીમાં ધોકડ ઉગી ગઈ છે ?_

_ફેશવોશ વગર કઈ બાઇ ને મુછો ઉગી નીકળી છે ?_

_હોમ થીએટર લાવી કયો મરદ કલાકાર બની ગયો છે ?_

_કંડીશનરથી કોના વાળ પંચોતેર વરસે મુલાયમ અને કાળા રહી ગયા ?_

_ડાઈનીંગ ટેબલ વગર જમવા બેસનાર ને શું ઘુટણનો વા થયો છે ?_

_હેન્ડવોશ વગર આપણા કયા ડોસાને કરમીયા થયાં હતા ?_

_ડિઓડન્ટ છાંટીને નીકળ્યા પછી આપણને કેટલા દોડી દોડી સુંઘવા આવે છે ?_

_કુદરતની તમામ વ્યવસ્થાઓ સામે આપણે ચેલેન્જ કરીએ છીએ.._

_બાકી...._

_બગલો કયા શેમ્પુથી નહાય છે ?_

_મોરલો પોતાનો રંગ અકબંધ રાખવા કયુ વોશ કંડીશનર વાપરે છે ?_

_મીંદડીને કેદી મોતીયા આવી ગયા ?_

_સસલાના વાળ કોઈ દીવસ બરડ અને બટકણાં જોયા છે ?_

_કઈ બકરીનાં દાંતમાં કેવીટી થઈ છે ?_

_ઈનહેલર કે બામ વગર પણ કુતરાનું નાક ગંધ સુગંધ પારખે જ છે._

_અલાર્મ વગર કુકડો ઉઠે જ છે._

_મધમાખીને હજી ઈન્સ્યુલીનનુ ઈંજેકશન લીધા વગર સુગર કંટ્રોલમાં જ છે._

_સીસીટીવી કેમેરા વગર કઈ ટીટોડીના ઈંડા ચોરાઈ ગયા છે ?_

_આજકાલના માણસને દુખી કરવો બહુ સહેલો છે. માણસ પૈસા ખર્ચી ને દુખી થવાની ચીજો ખરીદી લાવે છે._

_નેટ બંધ કરો તો દુખી, લાઈટ જાય તો દુખી, ગાડીના એક પૈડામાંથી હવા કાઢી નાખો તો દુખી, મોબાઈલનું ચાર્જર બગડે દુખી, ટીવીનો કેબલ કપાઈ તો દુખી, મચ્છર મારવાની અગરબતી ન મળે તો દુખી, બહેનોને યોગ્ય મેકઅપ ના મળે તો દૂખી, કપડાંની જોડીનું મેચીંગ ના મળે તો દુખી._

_આ વર્તમાનમાં માણસને દસ મીનીટમાં વીસ પ્રકારે દુખી કરી શકાય._

_જયારે ડુંગળીના દડા સાથે બે રોટલા દબાવી પીલુડીને છાંયે પાણાનું ઓશીકું કરી સુઈ જાય એને દુખી કરવો હોય તો ખુદ ચૌદભૂવનના માલીકને આવવું પડે._

_જેમ સગવડતા વધે એમ દુખી થવાની તકોમાં ઉમેરો થતો રહે છે.._


Comments

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી