ભુલેગા દિલ, વો દિન જીંદગી કા આખરી દિન હોગા

એક 75 વર્ષના વૃધ્ધ ને છાતીમાં ખુબ દુ:ખાવો થતો હતો.
શહેરના હદયરોગ ના સૌથી નામાંકિત ડોકટરની એપોઇન્ટમેન્ટ લઇને આ વૃધ્ધ એમની હોસ્પીટલ પર પહોંચ્યા.
ડોકટરે જાત-જાતના ટેસ્ટ કર્યા અને તમામ ટેસ્ટના પરિણામ બાદ ડોકટરે વૃધ્ધને કહ્યુ, “ દાદા, તમારા હદયની કેટલીક નળીઓ બંધ થઇ ગઇ છે આ માટે તાત્કાલિક ઓપરેશન કરવુ પડશે.
હવે વધુ લાંબો સમય રાહ જોઇ શકાય તેમ નથી.”
દાદાથી તકલીફ સહન થતી ન હતી એટલે દાદા સહીતના પરિવારના તમામ સભ્યો એ ઓપરેશન કરવા માટેની પરવાનગી આપી.
બીજા જ દિવસે દાદાના હદયની બાયપાસ સર્જરી કરવામાં આવી. હદયનું ઓપરેશન સફળ રહ્યુ અને રીકવરી પણ ખુબ સારી હતી.
ઓપરેશનના એક અઠવાડીયા પછી દાદાને રજા આપવાનું નક્કી થયુ.
હોસ્પીટલ તરફથી દાદા ના દિકરા ના હાથ માં ઓપરેશન અને દવાઓ તથા હોસ્પીટલ ચાર્જનું બીલ આપવામાં આવ્યુ.
દાદાએ દિકરાના હાથમાં રહેલુ બીલ માંગ્યુ.
બીલ હાથમાં લઇને દાદાએ એના પર નજર કરી અને ચૂકવાવાની કૂલ રકમ પર નજર પડતાની સાથે જ દાદા ઉંડા વિચારમાં સરી પડ્યા અને થોડીવાર પછી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા.
સાવ અચાનક દાદાને રડતા જોઇને ડોકટર સહિત ત્યાં હાજર બધાને
આશ્વર્ય થયુ.
ડોકટરે કહ્યુ, “દાદા, આપના ઓપરેશન પહેલા જ મેં અંદાજીત ખર્ચ અંગે આપના દિકરાને જાણ કરી હતી અને એની સંમતિ પછી જ આપનું ઓપરેશન કર્યુ છે છતા પણ જો આપને બીલ વધુ પડતુ લાગતુ હોય તો હું 5% જેવી રાહત કરી શકીશ.”
દાદાએ આંખમાં આંસુ સાથે કહ્યુ, “ ડોકટર સાહેબ, તમારુ આ બીલ ભરવાનું છે એટલે નથી રડતો આ બીલ તો મારો દિકરો ભરી આપશે એટલો સક્ષમ છે પણ મને એટલે રડવુ આવી ગયુ કે ભગવાને મારુ હદય 75 વર્ષ સુધી બહુ જ સારી રીતે ચલાવ્યુ, કોઇ જ તકલીફ ક્યારેય ન પડવા દીધી અને એણે ક્યારેય મને એક રૂપિયાનું પણ બીલ મોકલ્યુ નથી.
મારા પ્રભુ ની મારા પર ની આ કેવી કૃપા ! “
મિત્રો, કોઇ માણસ નાની એવી મદદ કરે તો પણ આપણે એમના પ્રત્યે આભારની લાગણી વ્યકત કરીએ છીએ અને એની એ મદદને કાયમ યાદ રાખીએ છીએ.
ભગવાન ની માણસ જાત પરની કૃપાનો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે એમની કરુણા કેવી અપરંપાર છે અને આપણને એ જ નથી ખબર કે પ્રભુ માત્ર આપણા હદયને નહી આખા શરીરને કેટલુ સરસ રીતે ચલાવી રહ્યા છે...

Comments

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી