"છતાં પણ કરે જ જાઓ "

"છતાં પણ કરે જ જાઓ "

તમને રચનાત્મક કામ સાકાર કરવા માં વર્ષો લાગે ,
એનો નાશ એક જ રાત માં થાય ,
"છતાં પણ કાર્ય કરે જ જાઓ "
લોકો ભલે તર્કહીન હોય , સ્વાર્થી હોય ,
"છતાં પણ તેમને પ્રેમ કરતા જ રહો .
આજે તમે જે સારું કામ કારસો તે કદાચ ભૂલાય જશે ,
"છતાં પણ સારા કામ કરે જ જાઓ "
જો તમે કોઈ સારું કામ કારસો તો લોકો તમારે માથે કોઈ છુપા અને સ્વાર્થી
હેતુ નો આરોપ મુકશે
" છતાં પણ સારા કામ કરતા જ રહો "
પ્રમાણિક અને સ્પષ્ટ વક્તા બનવા થી તમને મુશ્કેલી પડી સકે !
"છતાં પણ પ્રમાણિક અને સ્પષ્ટ વક્તા જ બનો
વિશ્વ ને તમારું શ્રેષ્ઠ અર્પણ કરો...મો પર લાત ખાવ
"છતાં પણ વિશ્વ ને તમારું શ્રેષ્ઠ અર્પણ કરતા જ રહો"
મહાન વિચારો ધરાવતા મહાન માણસો ને પણ નાના માં નાનું મગજ
ધરાવતા નાના માં નાના માણસો નષ્ટ કરી સકે છે .
"છતાં પણ તમે મહાન વિચારો કરતા જ રહો "
જે નવું છે તે નવું પણ હોય , નવા સ્વરૂપ માં જુનું પણ હોય ,
"છતાં પણ નવા નવા પ્રયોગો ચાલુ જ રાખો "
લોકો તો કહે છે કે કચડાયેલા ઓ ની તેમને ચિંતા છે , પણ હકીકતે તો માત્ર
તેઓ પ્રભાવશાળી ઓ ને જ પુંજે છે .
"છતાં પણ કોઈ ને કોઈ કચડાયેલા  ઓ ની ચિંતા કરતા જ રહો"
મહાન વિચારો હમેશા મહાન વાસ્તવિકતા ઓ માં ન પણ પલટાય ,
"છતાં પણ પ્રયત્ન કરતા જ રહો "

જો તમે સફળ બનશો, તો તમને મિત્રો બનાવટી મળશે અને શત્રુ ઓ સાચા ,
"છતાં પણ તમે સફળતા મેળવતા જ રહો "

Comments

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી