જીંદગી

ફાટેલું સ્વેટર,
કાન સુધી ન પહોંચતી ટોપી,
અને
હાડ થીજાવતી ઠંડી..

છતાંયે કાકા લારી ખેંચી જાય છે ....

ગભરાતું બચ્ચું,
વેર- વિખેર માળો,
અને
વૃક્ષની ડગમગતી ડાળખી..

છતાંયે પંખી ઉડી જાય છે ...

ધસમસતી ટ્રેન,
તલવારનાં પાટા,
અને
સુનકારના સુસવાટા..

છતાંયે નાસમજ - કૂદી જાય છે ...

થરથરાવતી હોસ્ટેલ,
એનાં પથ્થરના સળિયા,
અને
ફૂંફાડા મારતો દરવાજો..

છતાંયે કેદીઓ ખમી જાય છે ....

"જવાબદારી" !!!
ટકાવી પણ રાખે છે,
અને
પતાવી પણ નાખે છે.

ચમકતી વીજળીઓ,
આથમતી ક્ષિતિજો,
અને
વેરાઈ જતી સમજણો..

છતાંયે જિંદગી ગમી જાય છે ....

Comments

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી