આત્મ અવલોકન

આપણે સતત ફરિયાદ કરીએ છીએ કે સમાજ હિંસક બનતો જાય છે.
આજ નું બાળક અત્યંત અશાંત, જિદ્દી અને ક્ષુબ્ધ બનતું જાય છે... તો સરવાળે એના માટે ક્યાંક મા-બાપ તરીકે આપણો જ વ્યવહાર જવાબદાર નથી ને ?
તેવું આત્માવલોકન કરવાની આવશ્યકતા છે....
એક વિચારકે બહુ જ સરસ વાત કરી, “To be in your children's memory tomorrow, you have to be in their lives today”
(આવતીકાલે તમારા બાળકોની યાદોમાં રહેવા માટે તમારે તેની આજની જિંદગીમાં રહેવું પડશે.)...
હવે નક્કી આપણે કરવાનું છે કે, આપણે તેના માટે કેવી યાદો છોડી જવી છે ?
અંગ્રેજીનું એક સુંદર વાક્ય છે, “We worry about what a child will become tomorrow, yet we forgot that he is someone today.”
એ બાળકને આપણે કેવું ભવિષ્ય આપવા ઈચ્છીએ છીએ અને તેના આધારે આવતીકાલના સમાજના તાણાવાણા કેવાં હશે તેનો સમગ્ર આધાર આજના યુવા દંપતીના વ્યવહાર પર રહેલો છે.
આવો... એક જવાબદાર મા-બાપ બની જવાબદાર નાગરિક બનીએ...
બાળક ને બાળક જ રહેવા દો , તમારી રેષના ઘોડા ના બનાવશો કે તેને સારા નાગરિક બનાવવાની ચેષ્ઠા ના કરશો, સારા નાગરિક તો તમારે બનવાની જરૂર છે તે તો હજી બાળક છે...
તમે સારા નાગરિક હશો તો એ તમને દેખીને ઘણું શીખી લેશે...

Comments

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી