જીંદગી ની છેલ્લી Exit

કોઈકનું કંઈક સારું કામ કરવા દરેક વખતે રુપિયા જ જોઈએ.. એ જરુરી નથી..
તમારા વિચારો...કોઈકને એના કપરા સમયમાં તમે આપેલી હિંમત...કોઈકની જિંદગી માં તમે  ચિંધેલો સારો રસ્તો...કોઈકના વ્યક્તિત્વ  ને  તમે આપેલો ઓપ...કોઇકની બિમારીમાં  તમે આપેલી એને હૈયાધારણા..કોઇકના મનોબળને તૂટવા ન દઈ એને  positive વિચારો થી  મજબૂત ને stable બનાવવું... કોઈકની ખરાબ વ્યસન કે કોઈક  ખરાબ લત છોડાવવી... ઈશ્રવરને ચડાવવા માંગતા રુપિયા કે મિઠાઈ એને ચડાવવા બદલે કોઇક ભૂખ્યાને કે કોઈક ને  એ રુપિયાથી મદદ કરી દેવી..ઈશ્ર્વરને ખોટું નહીં લાગે. એની હું Gurantee આપું છું.....એવી તો કેટલી મદદ કે કેટલા કાયોઁ   આપણે કોઈપણ અપેક્ષા વગર કે કોઈકની મદદ વગર કરી શકીએ છીએ..
જિંદગીમાં કરેલા આ નાના કામો તમને જે આત્મસતોષ આપશે..એ કરોડો રુપિયાનું દાન પણ તમને નહીં આપી શકે...
તમે જિંદગી ખુશખુશાલ જીવો ..ને દરેક પરિસ્થિતમાં હસતાં રહી  એનો હિંમતપૂવઁક સામનો કરો જીવનની દરેક ઘટમાળાઓનું સ્વાગત કરો..કારણ આપણા કરેલા કમોઁ તો આપણે કેટલું પણ કરીશું તો ભોગવવા તો પડશે..તો પછી રડીને શા માટે દુઃખી થઈએ..હસતાં હસતાં એનો સામનો ન કરીએ...???....
કોઈક તમારા જીવનમાંથી પ઼ેરણા લે એવું સ્વનમાનભયું ને આત્મવિશ્ર્વાસથી ભરપૂર  ને સારા કાયોઁથી મહેકતું એવું જીવન જીવો..
કે
છેલ્લે...તમારી જિંદગીની Exit પછી પણ  દુનિયા  એકવાર  તો કહેવા મજબૂર થઈ જ જાય....

कुछ भी कहो  यार...... यह बंदा कमाल का था.....

Comments

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી