ખેડુત નો ગધેડો

એક ખેડૂતના ખેતરમાં એક ઊંડો ખાડો હતો.એક દિવસ એ ખેડૂતનો વૃદ્ધ ગધેડો એ ખાડામાં પડી ગયો.હવે શું કરવું? કોઈ સંજોગોમાં એ ગધેડો એ ઊંડા કુવા જેવા ખાડામાંથી બહાર નીકળે એમ નહોતો કે નહોતો કોઈ ઉપાય સુજતો.ગધેડો બહુ વૃદ્ધ હતો અને ખાડો આમ પણ પૂરવાનો હતો.ખેડૂતે ગધેડા સહીત એ ખાડાને પૂર્વનું નક્કી કર્યું. ખેડૂતે પોતાના મજૂરોને બોલાવ્યા અને પાવડાથી એ કુવા કમ ખાડામાં માટી નાખવાનું શરુ કર્યું. ગધેડાને ખ્યાલ આવી ગયો કે શું થવા જઈ રહ્યું છે.મોતનો ભય દેખાતા એણે જોર જોરથી ભોંકવાનું કરવાનું શરુ કર્યું પણ કોઈ ફાયદો નહિ.અચાનક ગધેડાને કાંઈક સુજ્યુ અને તે શોર કરતો બંધ થઇ ગયો...
ખેડૂત અને એના મજુરે પાવડાથી ઘણી માટી પુરી.ખાડો લગભગ હવે પુરાવા આવ્યો હતો.અને ખેડૂતે અંદર જોયું તો આ શું? જેમ જેમ માટી નંખાતી હતી તેમ તેમ એ ગધેડો એ માટી ઉપર ચડીને કહો કે માટીના પગથિયાં બનાવીને ઉપર આવતો ગયો અને છેવટે જયારે ખાડો સાવ પુરાવા આવ્યો એટલે ગધેડો છલાંગ લગાવીને ખાડાની બહાર આવી ગયો...

જયારે તમે સફળતાનાં માર્ગે હશો અથવા લોકોનો સ્વાર્થ જયારે પૂરો થશે ત્યારે હંમેશા લોકો તમારા રસ્તામાં પથ્થર નાખવાનું શરુ કરશે....એ તમારા પર નિર્ભર કરે છે કે એ પથ્થરના બોજ તળે દબાઈ મરવુ કે એ પથ્થરના પગથિયાં બનાવી ઉપર ઉઠવુ...

Comments

Post a Comment

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી