કેન્સર જાગૃતી

"હવે હું એન્જેલિના જોલીનું હાફ ઇન્ડીયન વર્ઝન બની ગઈ છું!"

આ આશ્વર્ય આપતું વાક્ય હમણાં જ કોઈકે કહ્યું હતું યાદ છે? તાહિરા કશ્પયનું આ સ્ટેટમેન્ટ છે! ૨૦૧૩માં હોલિવૂડની ખ્યાતનામ અભિનેત્રી એન્જેલિના જોલીને બ્રેસ્ટ કેન્સર થયેલું અને તેણે પોતાના બંને બ્રેસ્ટની સર્જરી કરાવી હતી. બોડીમાંથી બ્રેસ્ટને બાતલ કર્યાં બાદ પણ પ્રબળ જિજીવિષા વડે એ અભિનેત્રી હાલ જીવી રહી છે, બહુ સારી રીતે!

તાહિરા કશ્યપ ખુરાના એટલે આયુષ્યમાન ખુરાનાની અર્ધાંગિની એવી ઓળખ તો જાણે ઠીક, પણ એક રેડિયો કાર્યક્રમની હેડ, થિયેટર રાઇટર, ડાયરેક્ટર અને મીડિયા ટ્રેઇનર તરીકે તાહિરાની એક સ્વતંત્ર અલગ ઓળખ પણ છે. આ તાહિરા બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની 'હતી'. હજુ એકાદ મહિના પહેલાંની એ બાબત હવે ભૂતકાળ બની ગઈ એમ કહેવામાં કદાચ બહુ અતિશ્યોક્તિ નહી રહે. કેમ કે, ૧૨ કિમોથેરાપીની અગ્નિરેખા પસાર કરીને તાહિરા બહાર નીકળી ચુકી છે....

સારવાર દરમિયાન તાહિરાએ ઇન્સ્ટાગ્રામ પર ઘણાં ફોટા શેર કર્યા. તેમાં તેને કેન્સર સામે ઝઝૂમતી અને ધૈર્ય ધરતી જોઈ શકાય છે. પૈસો છે, હાયર સુવિધાઓ છે, હજારો લોકોની હૂંફ છે; છતાં હિંમત હોવી - આત્મવિશ્વાસ હોવો બહુ મોટી વાત છે. દેખીતું કારણ છે કે, બધું હોવા છતાં આ સ્થિતીમાં ક્યારેક એ બધું જેમનું તેમ પડ્યું રહે છે! માટે જ કિમોથેરાપીના સ્ટેજમાં કદાચ સૌથી વધારે સંવાદ થતો હોય તો એ ઈશ્વર સાથેનો જ હોય. ભલે જીવનમાં માત્ર એક વાર સંવાદ સાધ્યો હોય પણ એની ઉત્કટતા બહુ બળુકી હોય છે....

તાહિરાનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પરથી સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર બહુ વાઇરલ થયો. તાહિરાના ખુલ્લા દેહને બેક સાઇડથી નજર કરાવતા એ ફોટામાં તાહિરા દેખાય છે - પીઠના ભાગમાં ટાંકા લીધેલા એક છેકાયુક્ત! આ સાથે એક ક્લીયર કટ મેસેજ આપવાનો તેણે પ્રયત્ન કરેલો કે, માનવદેહમાં કંઈ બધું પરિપૂર્ણ નથી હોતું. જે હોય છે તેને ચાહવાનું છે, તે જ આપણી મૂડી છે એમ સમજીને સાચવવાનું છે.

વળી, કિમોથેરાપી પછી બદલાયેલા આ જ દેહને સ્નેહીજન પણ અપનાવે છે. આયુષ્યમાન ખુરાના તાહિરાના આ નવા લૂકને 'હોટિ' કહે છે. તાહિરાએ ડકલ કાર્સિનોમા તરીકે ઓળખાતા ઝીરો સ્ટેજના કેન્સર સામે બાથ ભીડીને જે રીતે એમાંથી પાર પડી, એ હોટનેસ ભણી તેનો ઇશારો છે.

આજે કેન્સરનું પ્રમાણ વિશ્વભરમાં વધી રહ્યું છે. દુનિયાભરની અનેક સેલિબ્રિટીઓ વરસ દહાડે કેન્સરને લીધે મરણ પામે છે. સોનાલી બેન્દ્રેને પણ હમણાં આ રોગ સામે ઝઝૂમી હતી. એમણે પણ જે મેસેજ શેર કરેલા તે પણ લોકપ્રિય બનેલા. આવી સેલિબ્રિટીઓ જે ઉત્સાહ રાખીને સમાજને એક સંદેશ આપે છે તે ઘણેઅંશે કારગત પણ નીવડી શકે છે...

અમુક ફરિયાદો એવી ઉઠે છે કે, આવી મોટી વ્યક્તિઓ પાસે બચવાની પુરી આશા હોય છે, સુવિધા હોય છે, સારાવાર હોય છે. તેઓ આવી વાતો કરી શકે. સામાન્ય માણસની સ્થિતી આ પ્રકારની નથી હોતી. વાત આમ તો સાચી છે. હજુ ભારતને અને વિશ્વને આ રોગને ડામવાનો બાકી છે. એના લીધે થતી મરણ સંખ્યા બહુ નીવારી શકાતી પણ નથી. સામાન્ય જન માટે આ રોગ અત્યંત મુશ્કેલ બની જાય છે. પણ આ લોકો જે રીતે લડીને ઉભાં થાય છે અને બીજાંઓને જે પ્રકારે પ્રેરણા આપે છે તે બહુ મોટી વાત નથી! હિંમત ના હારીને માણસને ઊર્જાવાન બનાવવામાં આવા લોકો પણ બહુ અગત્યનો ભાગ ભજવે છે એ વાતનો કોઈથી અસ્વીકાર થઈ શકે તેમ નથી.
#Granth #@Iamyourschirag
#Branding #Agencylife
#Cancer_Awereness 

Comments

Post a Comment

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી