ખુવારીની ખુમારી !!



એક અતિધનાઢય માણસ હતો- મિલિયોનરમાં તેની ગણતરી થતી..તે લાસવેગાસ ગયો..જુગાર રમવા..તેની બધી જ સંપત્તિ તેણે દાવ પર લાગવી દીધી-જો એ હારી જાય તો, કડકો બાલુસ થઇ જાય,અને જીતી જાય તો, તેની સંપત્તિ બે ગણી થઇ જાય.એનો દાવ ખુલે ‘ને પરીણામ આવવાનું હતું ..એનો દાવ ઓપન કરવા પત્તા એણે જ ખોલવાના હતા !!

ખોલતા પહેલાં થોડો વિચાર કર્યો..એકાદ મિનિટ વિચાર કરતો બેસી રહ્યો..સ્વસ્થ થઇ ગયો અને દાવ ઓપન કર્યો..તો, તે હારી ગયો હતો .. !!!પછી તે બે – એક મિનિટ શૂન્યમનસ્ક થઇ ગયો..!

પછી ઉભો થયો.. અને ચહેરા પર સ્મિત સાથે ચાલવા માંડયો.બીજા દિવસે પ્રેસ રીપોર્ટરોએ તેના ઘેર જઇને તેનો ઇન્ટર્વ્યુ લીધો.. ત્યારે પણ તે સ્વસ્થ હતો.પ્રેસ રીપોર્ટરોએ તેને પુછ્યુઃ-‘‘દાવ ઓપન કર્યા પછી તમને કેવા વિચાર આવ્યા હતા ? અને આજે પણ તમે તદ્દન સ્વસ્થ છો !! હારી જવાનો રંજ તમને નથી થતો ? 
તમે તમારી અબજોની બધી જ સંપત્તિ ગુમાવી દીધી છે..તમે એક જ ક્ષણમાં સાવ ખુવાર થઇ ગયા … તમે કેવી રીતે સ્વસ્થ રહી શક્યા છો ?…બીજો હોય તો ગાંડો થઇ જાય… હારી ગયા પછી તમને કેવા વિચારો આવ્યા હતા…? ’

’જવાબ આપ્યોઃ- ‘‘કે હારી ગયા પછી, બે – એક મિનીટ હું મૌન થઇ ગયો હતો અને એ ક્ષણોમાં મને જીવનનું નક્કર સત્ય હાથ લાગ્યું, તે જ ક્ષણે ગજબની સમજણ શક્તિનો અહેસાસ મને થયો.’’‘‘અમને તેના વિષે કહેશો ?’’ 
પ્રેસ રીપોર્ટરોએ કહ્યું.‘‘સાચુ વર્તમાન તો અત્યારની જે પળ છે તે જ છે. તે જ સત્ય છે. જે ગયું છે તે ભૂતકાળ છે..

વીતી ગયેલું છે. અને જે આવવાનું છે તે ભવિષ્ય પણ કાલ્પનિક છે..એક રીતે તો ભવિષ્યકાળ જેટલું કાલ્પનિક છે, તેટલું જ કાલ્પનિક ભૂતકાળ પણ છે. ભવિષ્યકાળમાં કલ્પનાઓની શક્યતાઓ અ-માપ છે, અનેભૂતકાળની કલ્પનાઓ માત્ર એક અને એક જ છે જે મર્યાદિત છે, છતાં ય સ્વાર્થી મન ભૂતકાળની હકીકતને જુદી જુદી ફૂટપટ્ટીથી માપી પૃથ્થકરણ કરે કે, આમ થયું હોત તો આમ થયું હોત.. નહીં તો આમ તો થયું જ હોત..બસ, એક જ વાત નડી ગઇ..ભૂતકાળ પણ કાલ્પનાઓના ગગનમાં લઇ જાય છે..આમ તે પણ ભ્રમમાં જ પરીણમે છે.ભૂતકાળ અને ભવિષ્યકાળ બંને કાલ્પનિક જ છે – ભ્રમ છે. તે અસ્તિત્વ ધરાવતા નથી. બસ, હકીકત , તો કેવળ આ જ એક પળ !!’’ સત્ય કેવળ વર્તમાન જ છે. જે પળ અત્યારે જ છે..‘‘સત્ય તો આ વર્તમાનની પળ જ છે. અને આ પળ જતી રહે, 
પછી તે પણ ભૂતકાળ બની જાય છે જે સત્ય નથી. વર્તમાન કે જે સત્ય છે.વર્તમાનની આ પળોમાં ફરી પાછી ભૂતકાળની પળોને શા માટે જીવવી અને પુનરાવર્તન કરવું ? ભૂત-ભવિષ્ય સાથે બાબતોને સાંકળીને નાહકનો દુઃખી શા માટે થઉં..એ દુઃખ પણ કાલ્પનિક જ છે. દુઃખનો અહેસાસ એ ભ્રમ માત્ર છે. શા માટે હું ભ્રમમાં જીવું ?બસ, આ સત્યનો મને બોધ હારી ગયો એ પછીની ક્ષણોમાં મને થઇ ગયો હતો..જે ગયું તે ગયું તેની પાછળ રડવાનો કોઇ અર્થ નથી… સંપત્તિ ગુમાવ્યા પછી "મુડ ના ગુમાવવો", 

એ મહત્વનું છે…’’બસ, મોજમાં જ રહેવું..તે પછી વિચાર આવ્યો… કે, તે માણસે બે મિનિટમાં કેવું કેવું વિચારી નાંખ્યુ? 

કલ્પનાના ગગનોમાં વિહાર કરી આવ્યો, જુગાર પણ રમી લીધુ અને હારી પણ ગયો..બસ, બીજુ શું, વિચારોની યાત્રા – સ્વરૂપ શબ્દોનું‘ને એક રચના થઇ…"ખુવારીની ખુમારી…

ખુવારીની ખુમારીલૂંટાઇ ગયો, તો ય કમાઇ ગયો,
એક ભાર ઝળુંબતો હતો,
હૃદયેથી હઠી ગયો,
ને, હૃદય હળવું ફૂલ થઇ ગયું !!
પરવા કોને હવે, અમીરોની ગરીબીની ?
માલામાલ થઇ ગયો– હું તો બે હિસાબ થઇ ગયો !!
તિમિર ને ઓજસ એક થઇ ગયાં,
ગણતરીના કાટલા બદલાઇ ગયાં !!
આઝાદ, આ દિલ ‘ને દિમાગ
,હું બે ફીકર થઇ ગયો– કોઇ ભાર જ ના રહ્યો !!
હું અમીર થઇ ગયો, દિલની અમીરીથી !!
પરવા કોને હવે, ખિસ્સામાં કોઇ ભાર જ ના રહ્યો !!
સ્વસ્થ હતો, સ્વસ્થ છુ – મારી ખુમારીથી !!ગઇ ગુજરી પળ, એક ખ્યાલ માત્ર,ભવિષ્યની કલ્પનાઓ પણ કપોળકલ્પિત,
હકીકત તો બસ આ એક જ પળ..
ન ભૂત ના ભવિષ્ય,
બસ સત્ ચિત અને આનંદની આ દરેક પળ

Comments

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી