અસ્વિકાર

     
મારી ઈચ્છાઓ છે ઘણી અને કાકલૂદી હૃદયદ્રાવક, 
પણ હંમેશા તે મને બચાવ્યો છે તારા "અસ્વીકાર"થી 
અને તારી આ પ્રબળ કરુણા મારા જીવનમાં વારંવાર વરસી છે.

દિવસે દિવસે તું મને લાયક બનાવે છે.
તારા વણમાંગે અપાયેલા સરળ અને મહાન અપમાનનો ઉપહાર માટે 
આ આકાશ અને પ્રકાશ,
આ તન, ચેતન અને મન -
અને બચાવે છે મને વધુ ઈચ્છાના નુકસાનથી.

ક્યારેક હું આળસી જાઉં છું
અને ક્યારેક જાગીને ઉતાવળે મારા ધ્યેયને ખોળું છું,
પણ ક્રૂરતાથી તું મારાથી સંતાઈ જાય છે.

તારા સતત અને અવિરત "અસ્વીકાર"થી
દિવસે દિવસે તું મને લાયક બનાવે છે
સર્વદા તારા સંપૂર્ણ સ્વીકાર માટે,
જેથી પાંગળી અને ધૂંધળી ઇચ્છાઓની હાનિથી હું બચું.


Comments

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી