દિકરા દિકરી ના ધડતર નુ મહત્વ

 પિન્ટુ હસતા હસતા મારી પાસે બેસી બોલ્યો..


આવતા જનમ માં... ભગવાન જોડે એક ડીલ કરવી છે..., એમને કહેવું છે... તમે મને એક કિડની ઓછી આપશો તો ચાલશે... પણ દિલ ❤️ બે આપજો....!!!


હું તેની સામે જોઈ હસી પડ્યો...કેમ શું થયું  બેટા ?


પપ્પા લગ્ન પછી એક દિલ થી કામ નથી ચાલતું...,

પત્ની અને માઁ બાપ  વચ્ચે  એક દિલ હોવાથી બેલેન્સ નથી રહેતું...! કોઈ વખત બેલેન્સ કરવા જાઉં છું તો...મગજ નું બેલેન્સ ગુમાવી દઉં છું...!!!


પપ્પા...આ જૂઓ ને લગ્ન પછી મમ્મી વાતે વાતે મને કહે છે તું બૈરા નો ગુલામ..થઈ ગયો છે...પત્ની કહે તું માવડિયો થઈ ગયો છે..


પિન્ટુ થોડો ગંભીર થઈ બોલ્યો..પપ્પા


સ્ત્રીના રુદન પરથી તેનાં દુઃખ દર્દ ની ઊંડાઈ માપી શકાય...

પણ...

પુરુષના હાસ્ય પરથી જીદંગી માં એ કેટલાં ઘા સહન કરીને બેઠો છે એ દુનિયાની કોઈ તાકાત ના માપી શકે...!!!


સ્ત્રી પિયરમાં જઈ..રડીને હળવી થઈ જાય...,પુરુષ રડે તો માઁ બાપ કહે...ડૂબી મર...,મર્દ થઈ રડે છે...?!!

એક પત્ની ને હેન્ડલ નથી કરી શકતો ?


વાત વધારે ગંભીર ન બને એટલે મેં પિન્ટુ ને હસતા હસતા કીધુ...બેટા

સ્ત્રી પુરુષ ની હાલત પણ ચેસ  નાં ક્વીન - કિંગ જેવી છે. 

રાણી મન ફાવે એમ ચાલે

અને 

બિચારો રાજા માંડ એક ડગલું ચાલે એ પણ....જીવ બચાવવા જ


એ બહુ સારું. બાપ દિકરા બેઠા બેઠા મારી ટીકાઓ અને મજાક ન ઉડાવો સ્મિતા અંદર થી બોલી


મેં સ્મિતા ને કીધું....અહીં આવ બેસ અમારી સાથે.


સ્મિતા આવી ને અમારી સાથે બેઠી એટલે મેં કહ્યું , સ્મિતા

તર્ક અને ટીકા થી... જગત નથી ચાલતું..., પણ સ્નેહ અને સમાધાન થી... જગત ચાલે છે...!


અત્યારે ડિમ્પલ (પિન્ટુ ની પત્ની) બહાર ગઈ છે..

એટલે તારી સાથે ચર્ચા કરું છું.. તેની દેખતા ચર્ચા કરું તો તારો ઈગો હર્ટ થાય


જો સ્મિતા, એક વાત સમજ જેમ તું મારી પત્ની છે તેમ પિન્ટુની પત્ની ડિમ્પલ છે...આપણા લગ્ન જીવન દરમિયાન જે તકલીફો આપણે સહન કરીએ પિન્ટુને ન પડે એ ધ્યાન રાખવાની ફરજ તારી અને મારી છે...

પિન્ટુ મારો દીકરો છે.જો મેં તારી ગુલામી કરી હોય તો પિન્ટુ ડિમ્પલ ની ગુલામી કરે....એટલે કોઈ પણ પ્રકાર ના શબ્દપ્રયોગ કરતા તારે વિચારવું જોઈએ...લગ્ન એ હાર~જીત નો ખેલ નથી...!!!


તું ડિમ્પલને દીકરા ની વહુ તરીકે નહિ... તારી દીકરી હોય તેવી રીતે જોવાની આદત પાડ..., તારા ઘણા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે...!

સ્મિતા એકદમ અકળાઇ ને બોલી

પણ એ તો મને... સાસુ જ સમજે છે..., કેમ તેની માઁ તેને ઘર માં આવું વર્તન વ્યવહાર કરે તો...વઢતી નહિ હોય...?!!


મોડા સૂવું... મોડા ઉઠવું..., આ ગૃહસ્થી ની નિશાની છે...?!! હજુ તો બાળક નથી થયું... પોતાના વર ની જવાબદારી નથી ઉઠાવતી બરાબર...!! એ આવનાર બાળકની...ધૂળ જવાબદારી ઉપાડવાની છે...?!!! રસોડા માં આવે એટલે... કમ્મર દુઃખે..., પગ દુઃખે..., બીપી લૉ થઈ જાય..., ના... ના હું મૂર્ખ છું...!

કાલ થી રસોઈ ડિમ્પલ ને સોંપી દઉં પછી મને ન કહેતા..

મીઠું વધારે છે..મરચું વધારે છે....શાક બરાબર બફાયું નથી....બે વર્ષ થયા લગ્ન ને...હવે ઘર ના રીત રિવાજ સ્વાદ, સંબધો વિશે તેને ખ્યાલ આવવો જોઈએ.


સ્મિતા આજે બેટિંગ કરવા ના મુડમાં હતી....એ આગળ બોલી

'લગ્ન' એટલે...દિવા સ્વપ્ન નથી...,


હમણાં દવેકાકા ના છોકરા નાં લગ્ન માં ત્રણ કલાક ગરબા લીધા.., વરઘોડા માં નાગણ ડાન્સ પણ કર્યો... ત્યારે તેના કમ્મર અને પગના દુખાવા ક્યાં જાય છે...?!!!બાકી સાચું કહું, સમીર,

આજકાલ ના માઁ~બાપ... છોકરીઓ ને લાડ લડાવી..., વગર તૈયારી એ ચાર ફેરા ફેરવી... અને સાસુ ના ગળે ભરાવી... પોતે મુક્ત બની જાય છે...! એકડે એક થી... શીખવાડવા નું સાસુના ભાગે જ આવે...એટલે અળખામણી તો સાસુ જ બને..!!

રસોઈ શીખવાડીયે... ત્યારે ધ્યાન મોબાઈલ માં હોય...!

ધોળે દિવસે... તારાઓ પણ દેખાઈ જાય...! વાસ્તવિકતા સ્વીકારી... જમીન પર ઉતરવું પડે...! લગ્ન જીવન એ... પિક્ચર નો કે... TV ના રૂપકડાં પડદા ઉપર... બતાવતાં સીન સીનરી નથી...!! અહીં પરિવાર માટે  દોડવું પડે છે..., છોલાવું પડે છે..., ઘસાવું પડે છે..., કેટલીય ઈચ્છાઓ... અરમાનોને દબાવી...,

અપમાનો સહન કરતાં કરતાં... હસતાં મોઢાં રાખીયે છીયે... ત્યારે સંબધો સચવાય છે...!!! આ તો ઉઠે ત્યાર થી... દિવેલ પીધેલ મોઢું હોય...! એક કામ ચીંધવું હોય તો... પણ દશ વખત વિચાર કરવો પડે....!!!


માથે પડતું કોઈ પણ કામ કરે તેમાં મજા ન આવે...!

આજકાલ તો નવરા પડે એટલે... સેલ્ફી ખેંચી FB

ઉપર મુકવા...! કોઈ ના જન્મદિવસે કે લગ્ન તારીખે બે ચાર રૂપકડા શબ્દો લખી... વાણી વિલાસ કરી લેવાનો...!

જન્મદિવસે કે લગ્ન તારીખે... પોતાની પત્ની કે પતિ જાણે... બત્રીસ લખણો કે લખણી હોય... તેમ FB ઉપર મચી પડે...!


હું હસી પડ્યો..સ્મિતા ને રોકવી આજે મુશ્કેલ હતી....આમજોતા તેની વાતમાસચ્ચાઈ પણ હતી.


રજા ના દિવસો માં ટોયલેટ, બેસીન, ફર્નિચર, કબાટો સાફ કરવા જોઈએ, કપડાં વ્યવસ્થિત ગોઠવવા જોઈએ, સ્વાદિષ્ટ રસોઈ બનાવવી જોઈએ, નવી નવી વાનગી શીખવી. જોઈએ..આ માટે પ્રથમ ઘર માં મન લગાવવું પડે...!

આપણે કંઈ કરોડોપતિ ના સંતાન નથી કે 24 કલાક આપણી પાછળ કામવાળા કે રસોઈયા ફર્યા કરે. તમારે બાપ દીકરાએ તો સોફા ઉપર બેસી તૈયાર માલે ચા નાસ્તો અને જમવા નું મળી જાય..એટલે મજાક સુઝે છે..

એક વખત રસોડા માં આવો તો ખબર પડે લમણાં મારે લેવા પડે છે..


મને કોઈ શોખ નથી થતો સવાર પડે કિટકીટ કરવાનો...

હું પણ હવે થાકી છું...તારા પપ્પા ને ક્યાર ની કહું છું..

ગામડા ના મકાન ને સરખું કરાવો તો ત્યાં આપણે બન્ને જતા રહીયે..અહીં પિન્ટુ અને ડિમ્પલને જેમ જીવવું હોય તેમ તેમની સ્ટાઈલથી જીવે...નજર ને દોષ છે....ચોખ્ખું જોયું છે. ગંદવાડ ગમતી નથી....


આટલું બોલીને સ્મિતા ભીની આંખે ઉભી થતી હતી...

મેં તેને સોગાદ આપી બેસાડી...


સ્મિતા ની વાત 100% સાચી હતી...દીકરી વ્હાલ નો દરિયો ખરો...,પણ દરિયો તો ખારો હોય છે...! દરિયા પાસે કોઈ તરસ છીપાવવા જતું નથી..., તરસ છીપાવવી હોય તો ઝરણાં પાસે જ જવું પડે...! જ્યાં જંગલ નો રાજા પણ... માથું ઝુકાવી તરસ છીપાવતો હોય છે...! દીકરી નું ઘડતર દરિયા જેવું નહીં..., ખળખળ વહેતા મધુર ઝરણાં જેવું કરવું જોઈયે...!!!

આપણો વ્હાલનો દરિયો... બીજા ના ઘર માં સુનામી લાવે... તેવું ઘડતર શું કામ નું...?!!


પિન્ટુ બોલ્યો... પપ્પા હું મમ્મી ની વાત સાથે સંમત છું...

જ્યાં સુધી જવાબદારી માથે નહીં આવે ત્યાં સુધી આંખ નહિ ખુલે....રજા એટલે ફરવા ચાલો..અથવા પિયર જતા રહો...

ઘર પ્રત્યે ની ફરજ ભૂલી જઈએ એ પણ ન ચાલે એ વાત મમ્મી ની 100%  સાચી છે... પણ જ્યાં  કળ થી કામ થતું હોય..., ત્યાં બેફામ શબ્દ પ્રયોગ કરી વાતવરણ બગાડવા કરતાં..., કોઈ શાંતિ થી વિચારી... મક્કમ નિર્ણય તરફ જવું..  મને યોગ્ય લાગે છે...!


લગ્ન કરી ને મેં તો... માઁ તારો પ્રેમ અને વિશ્વાસ પણ ગુમાવ્યો.

હું આજે પણ લગ્ન પહેલા નો જ પિન્ટુ છું..., પણ અત્યારે  તારો દીકરો ત્રિભેટે ઉભો છે...! આગળ કૂવો પાછળ ખાઈ....!!!

નથી તને છોડી શકતો નથી ડિમ્પલ ને....અમુક સમયે  તારી અને ડિમ્પલ વચ્ચે... સુડી વચ્ચે સોપારી... જેવી દશા મારી થાય છે. મને ઘણી વખત થાય છે... મેં લગ્ન કરી મોટી ભૂલ તો નથી કરી ને...?!!!


મમ્મી તને મારા સ્વભાવ ઉપર થી એવું લાગે છે હું કોઈ નો ગુલામ બની જીવું ?... મમ્મી ઘણી વખત ગમ ખાવી પડે છે...નહિતર પરિવાર ને બદનામ થતા કે વેરવિખેર થતા મિનિટ પણ નથી લાગતી....

એવું નથી કે... દરેક સમયે અહંકાર જ નડે..., કયારેક તો વધુ 

પડતા સંસ્કાર પણ... વ્યક્તિ ને નડતા હોય છે...! જો હું સંસ્કાર બાજુ ઉપર મુકું તો... 24 કલાક માં ડિમ્પલ ને સરખી કરી નાખું..., પણ દામ્પત્ય જીવનમાં હાર જીત હોતી નથી..., ખરી જીત તો માર્ગ ભૂલી ગયેલ વ્યક્તિને... યોગ્ય દિશા ઉપર લાવવું એ જીત છે...!!! મને થોડો સમય આપો . હું તમને ગેરન્ટી આપું છું. આ જ  ડિમ્પલ વગર તમને મિનિટ પણ નહીં ગમે તેવો સ્વભાવ હું કરી આપીશ

એ માટે તમારે ફક્ત એક વર્ષ માટે ગામડે જવું પડશે..


સ્મિતા પિન્ટુ ને ભેટી ને રડી પડી..બોલી બેટા મને માફ કર મેં તને સમજવા માં ભૂલ કરી...છે..

માઁ દીકરો ડિમ્પલ ની ગેરહાજરી માં એકબીજાને ભેટી રડી ને 

હળવા થયા..મારી આંખ પણ ભીની થઇ ગઇ


મારે દિકરીના માઁ~બાપ ને કેમ સમજાવવા કે... દિકરી ને વળાવતી સમયે... તમે એક વખત રડી... હળવા થઈ જાવ છો..., પણ દીકરા ના માઁ~બાપ ને તો... આ રોજ નું થયું...તેમનાં ઓશિકા તો... રોજ ભીના હોય...!!!


પિન્ટુનો આગ્રહ એટલો હતો અમારે પિન્ટુ ને છોડી 

ગામડે રહેવા જવું પડ્યું....પણ છ મહિના પછી અચાનક પિન્ટુ નીં કાર અમારા ગામડા ના મકાને આવી ઉભી રહી....થોડી વાત ચીત પછી ડિમ્પલ હાથ જોડી રડતા રડતા અમને કીધું... "મારા કારણે તમારે ઘર છોડવું પડ્યું..., મને તમારી દિકરી સમજી માફ કરો...! મને મારી જવાબદારી અને ભૂલો નું ભાન થયું છે. 

તમે ઘરે પરત આવો...! અમને તમારા વગર ગમતું નથી..., હું સ્વીકારું છું. દિકરીના માઁ~બાપે... ઉચ્ચ ભણતરની સાથે... આદર્શ ગૃહસ્થ જીવન ના પાઠ પણ ભણાવવા જોઈએ..., જેમાં મારા માઁ~બાપ... કાચા પડ્યા છે...!!!


ડિમ્પલ અને સ્મિતા ભેટ્યા.


હું અને પિન્ટુ ભેટ્યા...

પિન્ટુ મારા કાન માં બોલ્યો 

"પપ્પા..., મિશન પૂરું...!!"


મેં કીધું સ્મિતા...

જો સ્ત્રી... શક્તિનું પ્રતિક છે..., તો પુરુષ સહનશક્તિનું પ્રતીક છે...! દિકરી જો... વ્હાલ નો દરિયો છે..., તો કોઈના ઘર ની કુળવધુ પણ છે...!


મિત્રો...,

સોનાની તલવાર... મ્યાન માં સારી લાગે..કોઈ ના પેટ માં નહિ....! સુંદરતા ત્યારે

જ શોભે જ્યારે ભાષામાં સંસ્કાર હોય...! બાળકોનો લાડ  ભર્યો ઉછેર આપણા પૂરતો મર્યાદિત છે..., બીજા માટે નહીં...! દીકરો હોય કે દીકરી...ઘડતર સમયે ધ્યાન રાખો...


🙏 😊 🙏

Comments

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી