Posts

આજની પરીક્ષા સિસ્ટમ

વાદળ બંધાય એટલે મોરને કહેજો કે એના બચ્ચાને ટહુકો ગોખાવે. પક્ષીઓના બચ્ચાને કહી દેવાનું પાંખો હોય તેથી શું ?  માળામાંથી ઉડતા પહેલા તમારે એન્ટ્રન્સ એક્ઝામ આપવાની..... માછલીઓને તરતા શીખવા માટે સ્વીમીંગ ક્લાસ ફરજિયાત છે. જંગલની પરીક્ષામાં first rank આવે તો જ સિંહને રાજા ગણવાનો. નાપાસ થશે તો સિંહનું ગર્જના કરવાનું લાયસન્સ રદ કરવામાં આવશે. પતંગિયાઓને કહીદો કે રંગો ઊપર નિબંધ લખીને લાવે. રેસમાં પહેલા આવવા માટે સસલાને મેરાથોન દોડાવો. કાચબા સામેની હરિફાઇ જીતવા માટે હવે સસલાને ટયુશનમાં મોકલો. મોરને એના મોરપીંછના સમ. Examiner ની સામે જો કળા નહિ કરી શકે તો આવતી કાલથી ટહુકા કરવાના બંધ. માછલીઓને માનસિક રીતે તૈયાર કરી દો કે પરીક્ષક કહેશે તો ઝાડ ઉપર પણ ચડવું પડે. પરીક્ષામાં જો પાસ થવું હોય તો કાચબાને પણ ઉડીને દેખાડવું પડે. ગધેડાઓને કહી દો પાઠ્ય પુસ્તકો વાંચીને intelligent બની જાય. હાથી જેવા ભારેખમ સપનાઓ ખભે લઈને  તમારે ખિસકોલી બનીને પરીક્ષા આપવાની. બોસ, કીડી જેવી જાત લઈને તમારે હાથી હોવાની સાબિતી આપવાની....

ભારત નો સાવજ

સુરતના જાંબલી થઈ ચૂકેલા કેસરિયા આકાશમાં મોદી...મોદી...મોદી...ના ગગનભેદી નારા ગુંજી રહ્યા હતા, એક સાથે મોબાઇલ કેમેરાની હજારો કિલક થઈ રહી હતી, લાખો હાથ ઊંચા થઈ રહ્યા હતા...હર્ષની ચિચિયારીઓ સાથે સિટીઓ પર સિટીઓ વાગતી હતી. સુરત જાણે ગાંડુતુર બન્યું હતું. જ્યારથી આ દ્શ્ય જોયું ત્યારથી એ વિશે લખવાની અદમ્ય ઇચ્છા મારામાં જોર કરી રહી હતી કેમકે આ બધું જ જોયુ હતું...કોઈ પક્ષ, સમાજ કે ધર્મ પ્રેરિત નહીં. દોસ્તો , ખરેખર ગજબનો સિનારિયો હતો. રવિવારની સાંજે સુરત એરપોર્ટથી લઈને છેક અઠવા લાઇન્સ Circuit હાઉસ સુધીની ડામરની પહોળી સડકના બંને કિનારે, સડકની મધ્યમાં ડિવાઇડરની ધાર પર લોકોની હકડેઠઠ્ઠ ભીડ જામી હતી. મુખ્ય માર્ગની પાછળના રસ્તાઓ પરથી કિડિયારાની જેમ લોકો આવી રહ્યા હતા ને સડકના કિનારે ઊભેલા લોકોની સાથે જોડાઈ રહ્યા હતા. જાણે મુખ્યમાર્ગની બંને કોર પર માનવસમુહનો સમંદર હિલોળા લેતો હતો તેમના Real Heroની એક ઝલક જોવા માટે. ...અને એ ક્ષણ આવી ગઈ, પ્રજાના હર્ષોઉલ્લાસનો બાંધ તૂટી ગયો જ્યારે રસ્તાના બેય કિનારે હિલોળા લેતા માનવ સમંદરનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીકળ્યા. ક્ષણો પૂરતો જાણે સમય થંભી ગય...

સ્વરાજ નો મિજાજ

Beautiful Article on Senior Citizen by Great Gujarati  Writer shri. Gunvant Shah સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: સમય અને અવકાશ. સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો ‘મોકળાશ’ કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે, કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે !             ઘણાખરા સીનીયર સીટીઝનોને ગ્રહદશા નહીં આગ્રહદશા નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક આગ્રહો નવી પેઢીને પજવનારા હોય છે. જેમ ઉંમર વધે તેમ આગ્રહો પણ ઉંમરલાયક બનીને થીજી જાય છે. આગ્રહ પોતાને માટે ભલે રહ્યો ! પોતાના આગ્રહો બીજા પર લાદે તે મુર્ખ છે. મુર્ખતા પણ ખાસ્સી સીનીયર હોઈ શકે...

સંઘષૅ ની સમજ

વિજ્ઞાનના એક શિક્ષક પોતાના વર્ગમાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા. ઇયળનું રૂપાંતર પતંગિયામાં કેવી રીતે થાય છે તે વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા હતા. એક વિદ્યાર્થીએ કુતુહલ વશ પુછ્યુ , “ સર, ઇયળમાંથી પતંગિયુ કેવી રીતે બની શકે ? એને પાંખો કેવી રીતે આવે ?” શિક્ષકે આ વિદ્યાર્થીને સમજાવવાને બદલે એવું કહ્યુ કે કાલે આપણે બધા ક્લાસમાં જ આ બાબતે પ્રેકટીકલ જોઇશું. બીજા દિવસે શિક્ષક ક્લાસમાં એક કોસેટો લાવ્યા.બધા જ વિદ્યાર્થીઓને ભેગા કરીને કહ્યુ , “ જુવો , આ કોસેટામાંથી ઇયળ બહાર નીકળશે અને પછી એ ઇયળને પાંખો ફુટશે અને ઇયળમાંથી એ પતંગિયુ બની જશે. આ માટે સમય લાગશે તમારે બધાએ ધિરજ રાખીને ધ્યાનથી આ ઘટનાને જોવાની છે.” શિક્ષક આટલી સુચના આપીને જતા રહ્યા. હવે શું થાય છે એ ઉત્સુકતા સાથે બધા વિદ્યાર્થીઓ કોસેટોને જોવા લાગ્યા. થોડીવારમાં કોસેટાનો થોડો ભાગ તુટયો. ઇયળ બહાર આવવા માટે ખુબ સંઘર્ષ કરતી હતી. એને કોસેટોમાંથી બહાર નિકળવામાં ખુબ તકલીફ પડી રહી હતી. ઇયળ કોશેટામાંથી બહાર આવવા તરફડતી હતી એ જોઇને એક વિદ્યાર્થીને તેની દયા આવી. એણે કોસેટોને તોડીને ઇયળને સરળતાથી બહાર નિકળવામાં મદદ કરી. ઇય...

મેં હું ના

હું સવાર ના છાપું વાંચી રહયો હતો...ત્યાં..રસોડામાંથી મધુર અવાજ પત્નીનો સાંભળ્યો... એ ય ! સાંભળો છો.. ચ્હા-નાસ્તો તૈયાર છે. મારા દરેક કામ પડતા મૂકી તેનો સુરીલો અવાજ સાંભળવા નો લ્હાવો હું ચુકતો નથી ... આ .એજ અવાજ..છે જયારે લગ્ન થયા હતા.. અને આજે ૬૧ વર્ષ ની ઉંમરે પણ આ જ શબ્દ ની મધુરતા.... આ એજ ધર્મપત્ની છે...જેની સાથે 39 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા ત્યારે ..તેની સાથે દલીલ કરતા કરતા હું થાકી જતો.પણ એ હથિયાર કદી નીચે ના મુકતી... જબરજસ્ત જીવનમાં ઉંમર પ્રમાણે પરિવર્તન છેલ્લા દશ વર્ષ થી હું જોઈ રહ્યો છું....તેનું અાધ્યાત્મિક લેવલ ઉપર જતું હતું.. ઘડપણ..આવે એટલે ઝગડા કરવાની શક્તિ અદ્રશ્ય થતી જાય. સમજ શક્તિ ખીલતી જાય  પહેલાં ..નાની.. નાની વાતો ઉપર દલીલ અને ઝગડાનું સ્વરૂપ લેતા હતા આજે.. દલીલો..ને હસવામાં કાઢી નાખીએ છીએ.. કારણ ...સમય અને પરિસ્થિતિ ની થપ્પડ એ ભલ ભલાને ઢીલા કરી નાખે છે... એક કારણ  ઉમરનું પણ છે...સતત એક બીજા ને બીક લાગે છે... કયું પંખી કયારે ઉડી જશે તે ખબર નથી.. બચેલા દિવસો આનંદ અને મસ્તીથી વિતાવી લઈએ . પતિ...પત્ની ના સંબંધોમાં નિખાલસતા આવતી જાય.. જીતવા ક...

હું ક્રાંતિ છું

સાંભળી લે! આ પહેલાં પણ હું હજારોવાર  કતલ થયો છું. ક્યારેક તીક્ષ્ણ ખંજરોના વારથી કદીક છાતીની  આરપાર  નિકળેલી તલવારથી મને બેડીઓથી  જકડીને સદીઓ બાંધી રખાયો છે. શૂળીઓ પર ટાંગી જાહેરમાં  પ્રદર્શિત કરાયો છે યા તો તેલ છાંટી જીવતો સળગાવ્યો છે. આજે પણ તૂં મને બંદૂકની ગોળીથી વીંધી નાખશે એ હું જાણું છું તેમ છતાંય મને ભરોસો છે કે, હું  ફરી કોઇ મહેનતકશ પરસેવાથી તરબતર મહેંકતા શરીરોના સંસર્ગથી ગુલામ જાંઘોની વચ્ચે મુક્તિની ઝંખના સાથે પેદા થઇ જવાનો! કેમકે હું ક્રાંતિ છું.. અને ક્રાંતિ અમર રહે છે!

એક જ કામ સંબંધમાં કીધું, લીધું એથી બમણું દીધું

સંબંધો બહુ અટપટી ચીજ છે. સંબંધો વગરનો સમાજ શકય નથી. સંબંધો વગર સંસ્કૃતિ શકય નથી. આપણે સહુ સંબંધો રાખતા નથી પણ સંબંધો જીવીએ છીએ. સંબંધો જ માણસને માણસ સાથે જૉડી અને જકડી રાખે છે. દરેક સંબંધો જુદા જુદા હોય છે. કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાક સંબંધો માત્ર શબ્દોના હોય છે. દરેક સંબંધોની એક સીમા હોય છે. દરેક લોકો માટે આપણે અલગ અલગ વર્તુળો દોરી રાખ્યાં હોય છે અને કોને કયાં સુધી આવવા દેવો તે આપણે નક્કી કરી રાખ્યું હોય છે. આપણા સંબંધો આપણા વર્તન દ્વારા વ્યકત થાય છે. આ વર્તનમાં જ આપણાં સંસ્કારો અને સંસ્કòતિ છતાં થાય છે. તમે તમારા લોકો સાથે કેવી રીતે રહો છો તેના પરથી જ તમારા સારા-નરસા કે લાયક-નાલાયકની છાપ ખડી થતી હોય છે. આ છાપ જ પછી માણસની ઓળખ બની જાય છે. એટલે જ આપણે ઘણી વખત કોઈની વાત નીકળે ત્યારે એવો સવાલ કરીએ છીએ કે, એ કેવો માણસ છે? સંબંધો માણસની જરૂરિયાત છે. સંબંધો બંધાતા રહે છે. સંબંધો તૂટતા પણ રહે છે. સંબંધો દૂર પણ જતા રહે છે. સંબંધો સરળ નથી. સંબંધો જાળવવામાં આવડત અને કુનેહની જરૂર પડે છે. કેટલા સંબંધો કાયમી ટકે છે? સંબંધો કેવા રહે છે તે બે વ્યકિત ઉપર નિર્ભર કરે છે. સાથોસ...