Posts

સ્ત્રીત્વ

સ્ત્રી ને પુરુષ શા માટે ચાહે છે ? કારણકે સ્ત્રી પુરુષ ને ચાહે છે !! માટે જ આ ચાહત છે !! શું એ સ્ત્રી વિદ્વાન છે ? હોંશિયાર છે? પુરુષના શોખ માં ભાગીદાર થઈ શકે છે માટે?? ના, એ પુરુષ ને ચાહે છે !! એટલું જ બસ છે .. સ્ત્રી - પુરુષ બંને એક બીજા ને ચાહે છે,, અને આ ચાહવાની પ્રક્રિયા એટલે આપણે જેને ચાહિયે છીએ એના જેવું બની જવું તે !! અમે બને એક છીએ " એવો આત્મીયતાનો અનુભવ ''  આ જ ખરું લગ્ન........!!! હું નું તું માં વિગલન, એજ પ્રેમ !! ત્યાં સ્ત્રી પુરુષ નો સ્થુળ જાતી ભેદ હોય જ નહીં, પુરુષ એ જ્ઞાન છે, અને સ્ત્રી એ સ્નેહ છે ..... પ્રેમની આ ભૂમિકા એ જ્ઞાન સ્નેહમય બને ! સ્નેહ જ્ઞાનમય બને !.... સ્નેહ અને જ્ઞાન એક બીજા ને આલિંગ્યા જ કરે !! એ પળ જ સ્વર્ગ છે .... શોભાના, સ્ત્રી પુરુષ બંને સખા ની કોટી એ હોવા જોઈએ,,બસ ....!! આપણે એક બીજા ને આમ અનંત સુધી ''આનંદમય'' પ્રેમ કરતા રહીએ .....!! આવો પ્રેમ મળે એટલે પ્રભુતા આપોઆપ મળી જાય ...!! પ્રેમ રસ વગર જ્ઞાન ભક્તિ નકામી !! પ્રેમ વિના મોક્ષ હોય જ નહિ !! અન્યોઅન્યનું એક બીજામાં સ્વાર્પણ એજ પ્રેમ ....!! સાચ...

પુષ્પ અને પાંદડા

રેલવે સ્ટેશને ગયેલા માણસને ખબર હોય છે કે પોતે સ્ટેશન પર શા માટે ગયો છે. બજારમાં પહોંચેલા માણસને પણ ખબર હોય છે કે પોતે ક્યા હેતુસર બજારમાં ગયો છે. પૃથ્વી પર આવી પડેલા મનુષ્યને ભાગ્યે જ ખબર હો ય છે કે પોતે શા માટે પૃથ્વી પર આવ્યો છે...??!!! બહુ થોડા માણસોનેપોતાના જીવનના ધ્યેય અંગે આછા અણસારા પ્રાપ્ત થાય છે.. આવા થોડાક માણસો જુદાપડી આવે છે..... આવા નોખા-અનોખા માણસોને સાધુ ગણવાનું ફરજિયાત નથી. સમાજ એવા માણસોને હેરાન ન કરે એટલું જ પૂરતું છે.....!! સીધી લીટીના માણસને પજવવો એ કેટલાક દુર્જનોની હોબી હોય છે. આવી પજવણી થાય ત્યારે પણ એ માણસની જીવનસુગંધ પ્રસરતી રહે છે. મનુષ્યની જીવન સુગંધને બહુમતીના ટેકાની ગરજ નથીહોતી.... કોઇ પણ બાગમાં પાંદડાં બહુમતીમાં હોય છે અને પુષ્પો લઘુમતીમાં હોય છે. ચર્ચા કાયમ પુષ્પોની જ થાય છે...

શૈક્ષણિક_બળતરા

એક ભાઈ પાસે 200 મરઘાં હતાં. એમાંથી અચાનક 10 મરઘાં મરી ગયા. ઉપરથી અધિકારીઓ આવ્યા. ચર્ચાઓ થઇ મીટીંગો થઇ. સર્વાનુમતે નક્કી થયું કે ગરમીને કારણે મરઘાં મર્યા છે. માટે એ પોલટ્રી ફાર્મ માં પંખા ઓ લગાવવા.  તાલીમો અપાઈ!! પંખા લગાવ્યા.  15 દિવસ માં બીજા 90 મરઘાં મરી ગયાં!! પાછા અધિકારીઓ આવ્યા!! ચિંતન શિબિરો થઇ!! તજજ્ઞોના અભિપ્રાયો લેવાયાં.  પછી સર્વાનુમતે નિર્ણય લેવાયો કે પંખા ને કારણે નહિ પણ પંખાની ગરમ હવા ને કારણે મરઘાં મર્યા છે માટે નીચે ઠંડુ પાણી ભરી ને પંખા શરુ કરવા!! આયોજન થયા!! ગ્રાન્ટો આપી તાલીમો કરી. રેલીઓ પણ થઈ અને નીચે ઠંડુ પાણી ભર્યું!! 15 દિવસ માં બધા જ મરઘાં મરી ગયા!!! પાછી કમિટી નિમાણી!! તજજ્ઞો આવ્યા.  સર્વાનુમતે નક્કી થયું કે!! નીચે પાણી ભરવા થી અને ઉપર પંખો હોવાથી શરદી ને કારણે મરઘાં મર્યા છે!!! ખાતા ના ઉપરી અધિકારી એ અફસોસ કર્યો કે અમારી પાસે યોજના તો પુષ્કળ છે પણ હવે મરઘાં જ નથી!!! આપણી પાસે યોજના તો પુષ્કળ છે પણ સરકારી શાળામાં બાળકો રહેશે ???? શૈક્ષણિક_બળતરા

પ્રાથૅના

પ્રાર્થના. એટલે શું? આ વિષયનું અર્થઘટન કરવાનું બહુ જ ગમશે....કારણ કે આ મારો પ્રિય વિષય છે. પ્રાર્થના એટલે પલાઠી વાળીને બેસી જવું માત્ર નથી. પ્રાર્થના એટલે.... હંમેશા હકારાત્મક વિચારવું અને સહુ કોઈનું હંમેશા હિત ઇચ્છવું છે. પ્રાર્થના એટલે... તમે કોઇ મિત્રને તેના મુશ્કેલ સમયમાં પ્રેમથી ભેટી તેની પડખે ઉભા રહેવું એ છે પ્રાર્થના એટલે... કાળજાળ ગરમીમાં રસોડામાં ઉભા રહી કુટુંબના અને મિત્રો માટે રસોઇ બનાવવી... એ છે પ્રાર્થના એટલે.... આપણે જ્યારે કોઇને 'આવજો કહીએ..... ત્યારે આપણા મનની ભાવના.... તમને ઈશ્ર્વર સલામત રાખે અને તમારી યાત્રા શુભ રહેની ભાવના. પ્રાર્થના એટલે.... તમે કોઇને મદદરૂપ થવા જે સમય અને શક્તિ આપો છો તે છે. પ્રાર્થના એટલે... તમે જ્યારે કોઈને દિલથી માફ કરી... તેની ભુલને ભૂલી જાઓ તે છે. પ્રાર્થના એટલે એક અનુભૂતિ, લાગણી અને એક પ્રેમભર્યો અવાજ છે. જે હંમેશા શાંતિનુ જ વહન કરે છે. પ્રાર્થના એટલે.... સુંદર કૌટુંબિક સંબંધો, મિત્રતા અને દરેક વ્યવહારમાં સહ્દયતા છે. શું તમે આમાની કોઈ પણ પ્રાર્થના કરો છો  ???

એક મધૂર બાળપણ

યાદ છે બરાબર, ધાબા પર સાંજથી ગાદલાંઓ પથરાઈ જતા, રાતે સૂતી વખતે કોની પથારી ઠંડી છે એની ખાતરી પથારીમાં આળોટીને કરતા. મા પાણીની ઢોચકી મૂકવા માટે વારંવાર યાદ કરાવતી. ધાબા પર મૂકેલી એ પાણીની ઢોચકી અડધી રાતે ફ્રીઝની ગરજ સારતી. બરફ્ગોળો ખાવા જવા માટે ખાસ કાર્યક્રમ ઘડાતો ને એક જ ગોળા પર ચાર પાંચ વાર મસાલો છંટાવીને,  જીભ કેસરી થઇ છે કે નહિ એ જોઈ કરીને પછી પાછા આવતા. ઘરે સંચાનો આઈસ્ક્રીમ બનાવવા માટે પહેલેથી તારીખ નક્કી થતી, મોટા ભાગે તો ફોઈ આવે પછી કે પછી છોકરાંઓનું પરિણામ આવી જાય પછી બનતો આઈસ્ક્રીમ. સવારથી આસપાસ ગોઠવાઈ જતાં ને સંચો જરાક જેટલો ઉઘાડીને કેવોક આઈસ્ક્રીમ બનશે એની ગંભીરતાપૂર્વક જાહેરાત મોટેરાઓ કરતા. ઘરે આઈસબોક્સમાં ભરેલો બરફ રાત પડતાં ખલાસ થઇ જતો ને કોકને ત્યાંથી બરફની ટ્રે મળી જાય તો કુબેરના ભંડાર મળ્યા જેટલો આનંદ થતો. રાત પડ્યે ઢગલાબાજી ને ચારસોવીસની રમત મંડાતી, ભારોભાર જૂઠું બોલીને જીતી જવાતું પત્તાની એ રમતમાં  તે કોઈ વડીલ સૂઈ જાઓ એમ ધમકાવે ત્યારે પૂરી થતી. સવારે કોયલના ટહુકારે ઉઠી જવાતું તો પણ માથે મોઢે ઓઢીને સૂરજનાં અણિયાળા કિરણો આંખમાં ન ભોંકાય ત્યાં સુધી ...

આંસુ

તમે બઘા કોણ? અમે? અમે આંસુ. તો અહીંયા કેમ આવ્યા? અમને પોતપોતાની ઓળખ જોઈએ છે. ઠીક છે,અહી લાઈનમાં આવી પોતપોતાનો પરિચય આપો. એક રડમસ આંસુ આવી બોલ્યું: હું રુમાલથી લુછેલું આંસુ,મારુ અસ્તિત્વ રુમાલમાં જ રહી જાય છે...! તેના પછી લાઈનમાં વૃધ્ધ લાગતુ આંસુ લાકડીના ટેકે આવ્યું: હું નોધારું છું, ટપ કરીને માટી પર પડી જાઉ છું ને એટલી માટી ખારી બસ એટલું જ...! એક આંસુ તો ભીનો તકીયો નાચોવીને કહે: હું છું પણ કોઈને દેખાતું નથી કારણ કે હું રાતે જ આવુ છું....! ત્યાં કોઈ અભિમાની જેવું લાગતું આંસુ લાઈનમાં વચ્ચે જ ઘુસીને કહે: અરે! આપણે પડીયે તો સીધા હથેળીના ત્રાજવે પડીયે....ને અનમોલ થઈ જાઈએ...હંહ...! અરે તમે ત્યાં કેમ ઊભા છો બધાથી અલગ? તમારે ઓળખ નથી જોઈતી? ત્યા ખુણેથી એક સુકાયેલું આંસુ આગળ આવ્યુ ને કહે: ના સાહેબ મારે કોઈ ઓળખ-બોળખ ન જોઈએ ...ગરીબના આંસુ છીએ ગાલ પર રહેવા જગા મળે તોયે બસ...! અરે વાહ! તમે તો બહું જ સુંદર છો.. મલક મલક થાતું એક જણ આગળ આવ્યું: હા ...હું હરખના આંસુ છું એટલે જ તો...આ જુઓ મારા પર તો સોનાનો વરખ પણ ચડેલો છે..! ત્યા અચાનક એક આંસુને જોઈ અંદરોઅંદર બધા ગુસપુસ ...

દિકરી, દિવો, દિવાળી

એક દિવસ આંગણ ગૂંજશે,  મીઠા સુર ભરી શરણાયી.... પાનેતર માં લાડકી જાણે લજામણી સરમાયી .... કંકુ ભીના પગલાં પડતા , લઇ જશે એનો છેદ ..... દીકરી મારા ઘર નો "દીવો"...અજવાળા ની હેત  .... દીકરી એટલે રોજ "દિવાળી"....સુખ ની રેલમછેલ ..... મમ્મી નો તું અંશ છે દીકરી , ઓળખ છે તું પપ્પા ની .... પાંખ માં તારી જુગલબંધી, સહિયારા સપના ની ..... સાથ માં તારા ગુંથાય એવી , લાગણી ઓ ની વેલ... દીકરી મારા ઘર નો " દીવો " ....અજવાળા ની રેલ .... દીકરી માં નો દિલ ધબકારો , દીકરી બાપ નો શ્વાશ.... ઈશ્વર એને દીકરીઓ દેતો .જેન પર વિશ્વાશ.... પાંચે આંગળી એ પરમેશ્વર જેને હોય એ પુંજે ...  દીકરી મારા ઘર નો " દીવો " ....અજવાળા ની રેલ ... ટહુકા સુનો માળો ..એવું દીકરી સુરુ સ્વર ... યાદ નું વાદળ મન ને ઘેરે , વેણુ માં ઝરમર .... મન ના મારેલી , મોરલા સંગ , જાય ધડકતી એ ઢેલ.... દીકરી મારા ઘર નો " દીવો " ....અજવાળા ની રેલ ... દીકરી એટલે રોજ "દિવાળી"....સુખ ની રેલમછેલ .....