Posts

આંસુ

તમે બઘા કોણ? અમે? અમે આંસુ. તો અહીંયા કેમ આવ્યા? અમને પોતપોતાની ઓળખ જોઈએ છે. ઠીક છે,અહી લાઈનમાં આવી પોતપોતાનો પરિચય આપો. એક રડમસ આંસુ આવી બોલ્યું: હું રુમાલથી લુછેલું આંસુ,મારુ અસ્તિત્વ રુમાલમાં જ રહી જાય છે...! તેના પછી લાઈનમાં વૃધ્ધ લાગતુ આંસુ લાકડીના ટેકે આવ્યું: હું નોધારું છું, ટપ કરીને માટી પર પડી જાઉ છું ને એટલી માટી ખારી બસ એટલું જ...! એક આંસુ તો ભીનો તકીયો નાચોવીને કહે: હું છું પણ કોઈને દેખાતું નથી કારણ કે હું રાતે જ આવુ છું....! ત્યાં કોઈ અભિમાની જેવું લાગતું આંસુ લાઈનમાં વચ્ચે જ ઘુસીને કહે: અરે! આપણે પડીયે તો સીધા હથેળીના ત્રાજવે પડીયે....ને અનમોલ થઈ જાઈએ...હંહ...! અરે તમે ત્યાં કેમ ઊભા છો બધાથી અલગ? તમારે ઓળખ નથી જોઈતી? ત્યા ખુણેથી એક સુકાયેલું આંસુ આગળ આવ્યુ ને કહે: ના સાહેબ મારે કોઈ ઓળખ-બોળખ ન જોઈએ ...ગરીબના આંસુ છીએ ગાલ પર રહેવા જગા મળે તોયે બસ...! અરે વાહ! તમે તો બહું જ સુંદર છો.. મલક મલક થાતું એક જણ આગળ આવ્યું: હા ...હું હરખના આંસુ છું એટલે જ તો...આ જુઓ મારા પર તો સોનાનો વરખ પણ ચડેલો છે..! ત્યા અચાનક એક આંસુને જોઈ અંદરોઅંદર બધા ગુસપુસ ...

દિકરી, દિવો, દિવાળી

એક દિવસ આંગણ ગૂંજશે,  મીઠા સુર ભરી શરણાયી.... પાનેતર માં લાડકી જાણે લજામણી સરમાયી .... કંકુ ભીના પગલાં પડતા , લઇ જશે એનો છેદ ..... દીકરી મારા ઘર નો "દીવો"...અજવાળા ની હેત  .... દીકરી એટલે રોજ "દિવાળી"....સુખ ની રેલમછેલ ..... મમ્મી નો તું અંશ છે દીકરી , ઓળખ છે તું પપ્પા ની .... પાંખ માં તારી જુગલબંધી, સહિયારા સપના ની ..... સાથ માં તારા ગુંથાય એવી , લાગણી ઓ ની વેલ... દીકરી મારા ઘર નો " દીવો " ....અજવાળા ની રેલ .... દીકરી માં નો દિલ ધબકારો , દીકરી બાપ નો શ્વાશ.... ઈશ્વર એને દીકરીઓ દેતો .જેન પર વિશ્વાશ.... પાંચે આંગળી એ પરમેશ્વર જેને હોય એ પુંજે ...  દીકરી મારા ઘર નો " દીવો " ....અજવાળા ની રેલ ... ટહુકા સુનો માળો ..એવું દીકરી સુરુ સ્વર ... યાદ નું વાદળ મન ને ઘેરે , વેણુ માં ઝરમર .... મન ના મારેલી , મોરલા સંગ , જાય ધડકતી એ ઢેલ.... દીકરી મારા ઘર નો " દીવો " ....અજવાળા ની રેલ ... દીકરી એટલે રોજ "દિવાળી"....સુખ ની રેલમછેલ .....

પ્રેમ એટલે શું ?

પ્રેમ એટલે શું ? પ્રેમ એટલે સલામતી ? કે ૫છી પ્રેમ એટલે સમાધાન? હૂંફની હાજરી એટલે પ્રેમ ? કે ભયનો અભાવ એટલે પ્રેમ ? પ્રેમ એટલે અધિકારની માગણી કે અધિકારની સોં૫ણી? પ્રેમ એટલે શું ? કશુંક મેળવી લેવું ? કે ૫છી કશુંક આપી દેવું ? એકબીજાની સાથે રહીને જે અનુભવ થાય તે પ્રેમ ? કે ૫છી દૂર રહીને ૫ણ જે લાગણી થતી રહે એ પ્રેમ ? પ્રેમ એટલે ભવિષ્યનાં સ૫નાં ? કે પ્રેમ એટલે ભૂતકાળનાં સ્મરણો ? પ્રેમ એટલે સાગરના પાણી ૫ર વરસી ૫ડતી વાદળી ? કે ૫છી પ્રેમ એટલે દરિયાનાં જળમાંથી આકાશે બંધાઈ જતી વરાળ ? સ્પર્શાળુ ઈચ્છાઓનો વિસ્ફોટ એટલે પ્રેમ ? કે એ ઈચ્છાઓનું ઓગળી જવું એટલે પ્રેમ ? પ્રેમ એટલે તળેટી ૫રથી નજર કરતાં છેક ઉ૫ર દેખાતું શિખર ? કે ૫છી શિખરેથી જોયેલું પ્રથમ પગથિયું પ્રેમ? પ્રેમ એટલે શું? પ્રેમ એટલે સમાધાન કરીને સચવાય એટલીસાચવી લીધેલી જીવનની ક્ષણો... પ્રેમ એટલે સલામતીની સતત તૂટતી રહેલી દીવાલોની બાકી રહી ગયેલી ઈંટો.... અને પ્રેમ એટલે ખુલ્લા પરબીડિયામાં મૂકેલો સરનામા વિનાનો પત્ર.

વિધાતા ની છઠ્ઠી

ભુતકાળમાં વિધાતા છઠ્ઠી ના દિવશે બાળકનું ભાગ્ય લખતી. અને આજે...? હા આજે શુક્રાણું સ્રી બીજને મળે તે પહેલાં એનું ભવિષ્ય નક્કી કરે છે મા બાપ... જ્યારે બાળક લીક્વીડ ફોર્મમાં પણ ન હોય ત્યારથી તેને ટેલેન્ટેડ બનાવવાની હોડ લાગી છે. ચાર પાંચ વર્સના બાળકોને જ્યારે ટીવીના કોઇ રીયાલીટી શોમાં નાચતાં, ગાતાં, મિમીક્રી કરતાં જોઇએ ત્યારે વિચાર આવે.... કે આ બાળકના માબાપ ને છોકરું જોઇએછે કે એક મલ્ટી ટેલેન્ટેડ મશીન. છ વર્સની છોકરી ટીવી કે ફીલ્મ જોઇને ગીત ગાય છે. લેલા મે લેલા એસી હું લેલા... સાંથે નાચે પણ છે, હકીકત માં આ ટેલેન્ટ કરતાં નકલ વધું છે, મા બાપ છાતી ફુલાવી આ નકલીયાવ્રુતીને ક્રીયેટી વીટીમાં ખપાવે છે..... મા બાપનું કામ તો શીક્ષણ અને સંસ્કાર આપવાનું છે, પછી કુદરતી ટેલેન્ટ તો આપોઆપ બહાર આવશે, કિશોર કુમાર કે રફીના મા બાપે એ બોલતા થયાં ત્યારથી ગાતાં ન હોતું શીખવ્યું. રાજકપુર ના રણધીર અને રાજીવ બંન્ને છોકરાં કલાકાર તરીકે નિસ્ફળ રહ્યા.  કેમ....? એતો ઘર અને કુટુંબમાંજ પ્ટેટફોર્મ લૈને જનમ્યા હતા. એવુંજ રાજેન્દ્ર કુમાર ના કુમાર ગૌવરવ નું થયું.... કેમ કે એમના પોતાનામાં એ સફળતા માટેની...

~ લોકો મારા જીવનના ~

મારા જીવનમાં આવનજાવન કરતાં, સ્થાઈ-અસ્થાઈ લોકોની બાબતમાં હું જ્યારે પણ વિચારું છું, ત્યારે એક વૃક્ષ સાથે તેમની સરખામણી કર્યા વિના હું રહી શકતો નથી. ભલેને પછી તે વ્યક્તિ મારો મિત્ર હોય, પરીવારજન હોય, પાડોશી હોય, ઓફિસનો કોઈ સહ-કર્મચારી હોય, કે પછી કોઈ પણ હોય.. આ બધાને હું જે નિરીક્ષણ-ક્રિયા હેઠળ પસાર કરું છું, તે ક્રિયાને મેં નામ આપ્યું છે- ‘વ્રુક્ષ-કસોટી’..! અને કસોટી બાદ, આ બધાં લોકો મારા માટે બની જાય છે -કાં તો ‘પાનજીભાઈ’.. અથવા તો ‘શાખજીભાઈ’..અને કાં તો ‘મૂળજીભાઈ’ ... આ માટેનો તર્ક નીચે મુજબ છે. . . . પાનજીભાઈ- અમુક લોકો તમારી જીંદગીમાં એવી રીતે રીતે આવે છે, જાણે કે ઝાડ ઉપર પાંદડા. આવા લોકો બહુ અલ્પ સમય માટે તમારા જીવનમાં રહે છે…એમ કહોને કે, એક ચોક્કસ ઋતુ-કાળ માટે. તમે તેમના પર નિર્ભર ના રહી શકો, બીજા શબ્દોમાં કહું તો..-તેમને તમે ખાસ કંઈ ગણી ના શકો. કારણ.. આ લોકો નબળા હોય છે. થોડો ઘણો છાંયડો કદાચ મળી રહે એમના થી.. બસ એટલું જ. બહુ ફાયદો નથી હોતો આવા લોકોથી. પરંતુ પાંદડાઓની જેમ જ, આ લોકો તમારા જીવનમાં આવે છે પોતાની જરૂરિયાત માટે.. પોતાને ખપ હોય તેટલું લઇ જવા માટે. ...

પપ્પા

આ પપ્પા એટલે ? પપ્પા એટલે ખાલી એક નામ ? પપ્પા એટલે ખાલી એક દેખાવ ? પપ્પા એટલે ખાલી એક પદ ? પપ્પા એટલે ખાલી બાયોડેટા્માં જોડવું પડતું એક નામ  ? ના …. પપ્પા એટલે પરમેશ્વરના પુરાણો કરતા પણ વધુ પ્રેકટિકલ પ્રેરણાદાઇ પુસ્તક... આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણા માંથી ઘણા પુરાણો વાંચવાની અને સમજવાની વાતો કરે છે પણ ઘરમાં બેઠેલા પપ્પાને નથી વાંચી શકતા... આ પપ્પા નામે પ્રોફાઇલને ક્રેડિટ સાથે બહુ લેવાદેવા નહી.. મા ને ઇશ્વર માની લેનાર સમાજ પપ્પાને પપ્પા જ સમજે કારણકે આ પપ્પાએ કોઇ દિવસ પોતાની જાતને એ કેટેગરી માંટે નોમીનેટ કરી જ નથી. "ખબરદાર જો આમ કર્યુ છે તો... આવવા દે તારા પપ્પાને.. બધ્ધું જ કહી દઇશ" આવા વાક્યો દરેક મા એ કયારેક ને કયારેક પોતાના બાળકને નાનપણમાં કહ્યાં જ હશે.. અને ન છૂટકે પણ પેલો ઓફિસમાં ફેમીલી માંટે કમાતો બાપ બાળકનો અજાણ્યો દુશ્મન બની ગયો હોય છે.. અને બાળક સાથેનું આ છેટું ઘણું લાંબુ ચાલે છે. ઘણા કિસ્સાઓમાં તો બાપની ખરી કિંમત સમજાય છે ત્યા સુધીમાં બાપ ખીલ્લી પર ટાંગેલ ફોટો બની ગયો હોય છે. બાકી પપ્પાતો એવા પરમેશ્વર છે જેને પામવા વ્રત, ઉપવાસ કે અધરા શ્લોકના ...

શિક્ષક એટલે કોણ?

શિક્ષક એટલે કોણ? ખુબજ મજાની વાત છે!  અને છતાંયે છે કંપાવી મૂકે તેવી... એક શાળાના આચાર્ય એ વિદાય સમારંભના પ્રવચન માં કહેલું કે, “ડોક્ટર તેના બાળકને ડોક્ટર બનાવવા માગતો હોય છે, એંજીનીયર તેના બાળકને એંજીનીયર બનાવવા માગતો હોય છે, અને કોઈ બિઝનેસમેન તેના બાળકને કોઈ કંપની નો સીઈઓ બનાવવા માગતો હોય છે! પરંતુ એક શિક્ષક પણ તેના બાળકને આમાનું જ કૈંક બનાવવા માંગતો હોય છે! કોઈ નેય પોતાની અંગત પસંદગીથી શિક્ષક બનવું નથી. ઘણું દુ:ખદ છે, પરંતુ હકીકત છે! ભોજન સમારંભમાં ટેબલ ની ફરતે બેઠેલા મહેમાનો જિંદગી વિષે ચર્ચા કરી રહ્યા હતા. એક વ્યક્તિ જે કોઈ કંપની ના સીઈઓ હતા, તેમણે શિક્ષણ માં રહેલ મુશ્કેલી ની ખુલાસાવાર ચર્ચા કરવાનો નિર્ણય કર્યો. તેમણે દલીલ કરી કે, “જે વ્યક્તિ એ પોતાની જિંદગી ના ઘડતર માટે શિક્ષણને શ્રેષ્ઠ વિકલ્પ તરીકે પસંદ કરેલ હોય, તેની પાસેથી કોઈ એક બાળક શું શીખી શકે?” પોતાના મુદ્દા ઉપર વધુ વજન આપવાના હેતુથી તેમણે ટેબલના બીજા છેડે બેસેલા એક મહેમાન ને કહ્યું, “પ્રામાણિકતાથી કહેજો બોની, તમે શું બનાવો છો?” એમનો મતલબ કમાણી થી હતો. શિક્ષિકા શ્રીમતિ બોની, પોતાની પ્રામાણિક્તા ત...