Posts

~ લોકો મારા જીવનના ~

મારા જીવનમાં આવનજાવન કરતાં, સ્થાઈ-અસ્થાઈ લોકોની બાબતમાં હું જ્યારે પણ વિચારું છું, ત્યારે એક વૃક્ષ સાથે તેમની સરખામણી કર્યા વિના હું રહી શકતો નથી. ભલેને પછી તે વ્યક્તિ મારો મિત્ર હોય, પરીવારજન હોય, પાડોશી હોય, ઓફિસનો કોઈ સહ-કર્મચારી હોય, કે પછી કોઈ પણ હોય.. આ બધાને હું જે નિરીક્ષણ-ક્રિયા હેઠળ પસાર કરું છું, તે ક્રિયાને મેં નામ આપ્યું છે- ‘વ્રુક્ષ-કસોટી’..! અને કસોટી બાદ, આ બધાં લોકો મારા માટે બની જાય છે -કાં તો ‘પાનજીભાઈ’.. અથવા તો ‘શાખજીભાઈ’..અને કાં તો ‘મૂળજીભાઈ’ ... આ માટેનો તર્ક નીચે મુજબ છે. . . . પાનજીભાઈ- અમુક લોકો તમારી જીંદગીમાં એવી રીતે રીતે આવે છે, જાણે કે ઝાડ ઉપર પાંદડા. આવા લોકો બહુ અલ્પ સમય માટે તમારા જીવનમાં રહે છે…એમ કહોને કે, એક ચોક્કસ ઋતુ-કાળ માટે. તમે તેમના પર નિર્ભર ના રહી શકો, બીજા શબ્દોમાં કહું તો..-તેમને તમે ખાસ કંઈ ગણી ના શકો. કારણ.. આ લોકો નબળા હોય છે. થોડો ઘણો છાંયડો કદાચ મળી રહે એમના થી.. બસ એટલું જ. બહુ ફાયદો નથી હોતો આવા લોકોથી. પરંતુ પાંદડાઓની જેમ જ, આ લોકો તમારા જીવનમાં આવે છે પોતાની જરૂરિયાત માટે.. પોતાને ખપ હોય તેટલું લઇ જવા માટે. ...

પપ્પા

આ પપ્પા એટલે ? પપ્પા એટલે ખાલી એક નામ ? પપ્પા એટલે ખાલી એક દેખાવ ? પપ્પા એટલે ખાલી એક પદ ? પપ્પા એટલે ખાલી બાયોડેટા્માં જોડવું પડતું એક નામ  ? ના …. પપ્પા એટલે પરમેશ્વરના પુરાણો કરતા પણ વધુ પ્રેકટિકલ પ્રેરણાદાઇ પુસ્તક... આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણા માંથી ઘણા પુરાણો વાંચવાની અને સમજવાની વાતો કરે છે પણ ઘરમાં બેઠેલા પપ્પાને નથી વાંચી શકતા... આ પપ્પા નામે પ્રોફાઇલને ક્રેડિટ સાથે બહુ લેવાદેવા નહી.. મા ને ઇશ્વર માની લેનાર સમાજ પપ્પાને પપ્પા જ સમજે કારણકે આ પપ્પાએ કોઇ દિવસ પોતાની જાતને એ કેટેગરી માંટે નોમીનેટ કરી જ નથી. "ખબરદાર જો આમ કર્યુ છે તો... આવવા દે તારા પપ્પાને.. બધ્ધું જ કહી દઇશ" આવા વાક્યો દરેક મા એ કયારેક ને કયારેક પોતાના બાળકને નાનપણમાં કહ્યાં જ હશે.. અને ન છૂટકે પણ પેલો ઓફિસમાં ફેમીલી માંટે કમાતો બાપ બાળકનો અજાણ્યો દુશ્મન બની ગયો હોય છે.. અને બાળક સાથેનું આ છેટું ઘણું લાંબુ ચાલે છે. ઘણા કિસ્સાઓમાં તો બાપની ખરી કિંમત સમજાય છે ત્યા સુધીમાં બાપ ખીલ્લી પર ટાંગેલ ફોટો બની ગયો હોય છે. બાકી પપ્પાતો એવા પરમેશ્વર છે જેને પામવા વ્રત, ઉપવાસ કે અધરા શ્લોકના ...

શિક્ષક એટલે કોણ?

શિક્ષક એટલે કોણ? ખુબજ મજાની વાત છે!  અને છતાંયે છે કંપાવી મૂકે તેવી... એક શાળાના આચાર્ય એ વિદાય સમારંભના પ્રવચન માં કહેલું કે, “ડોક્ટર તેના બાળકને ડોક્ટર બનાવવા માગતો હોય છે, એંજીનીયર તેના બાળકને એંજીનીયર બનાવવા માગતો હોય છે, અને કોઈ બિઝનેસમેન તેના બાળકને કોઈ કંપની નો સીઈઓ બનાવવા માગતો હોય છે! પરંતુ એક શિક્ષક પણ તેના બાળકને આમાનું જ કૈંક બનાવવા માંગતો હોય છે! કોઈ નેય પોતાની અંગત પસંદગીથી શિક્ષક બનવું નથી. ઘણું દુ:ખદ છે, પરંતુ હકીકત છે! ભોજન સમારંભમાં ટેબલ ની ફરતે બેઠેલા મહેમાનો જિંદગી વિષે ચર્ચા કરી રહ્યા હતા. એક વ્યક્તિ જે કોઈ કંપની ના સીઈઓ હતા, તેમણે શિક્ષણ માં રહેલ મુશ્કેલી ની ખુલાસાવાર ચર્ચા કરવાનો નિર્ણય કર્યો. તેમણે દલીલ કરી કે, “જે વ્યક્તિ એ પોતાની જિંદગી ના ઘડતર માટે શિક્ષણને શ્રેષ્ઠ વિકલ્પ તરીકે પસંદ કરેલ હોય, તેની પાસેથી કોઈ એક બાળક શું શીખી શકે?” પોતાના મુદ્દા ઉપર વધુ વજન આપવાના હેતુથી તેમણે ટેબલના બીજા છેડે બેસેલા એક મહેમાન ને કહ્યું, “પ્રામાણિકતાથી કહેજો બોની, તમે શું બનાવો છો?” એમનો મતલબ કમાણી થી હતો. શિક્ષિકા શ્રીમતિ બોની, પોતાની પ્રામાણિક્તા ત...

તળીયા વગર ની ઇચ્છાઓ

કયારેક વિચારો તડકા ની જેમ ઝીંકાઈ છે મારા ઉપર......મારા એકાંત ને ....મારા અંધકાર ને તહસનહશ કરી નાખે છે .સરનામુ નથી.......... ને ,એ "દિવા"માથી નીકળેલા જીન ની જેમ પ્રગટ થયા જ કરે છે . મારા અંધારા મન મા ....કોઈ ગાઢ જંગલ ની જેમ ઊંચી....લીલી....ને ધનધોરફ ...તળીયા વગર ની ઈચ્છા મારી હસ્ત રેખાઓ દાવાનંળ ની જેમ ફેલાઈ છે ...પળે.....પળે ...વિટળાઈ પડે છે એ ગાઢ જંગલ ને ....!!!!....ભીની ,ગાઢી, વાંસ ....લીલાશ પહેરી ને ભડ ભડ ....બળે છે.......!!! અસ્તીત્વ નો પયાઁય પૂછતા ઉચા લીલા વ્રૄક્ષો ની છાલ ઉખડે છે વરસોવરસ .......ને, ફરી નવી ઉગે છે ......સાપ ની કાચડી ની જેમ !! ....તળીયા વગર ની ઇચ્છા કાચ ની બોટલ ની જેમ પારદશઁક બની  લલચાવે મનેકયીરેક.....પણ એ પ્રવાહી પીવા જતા.....બે ખોબા તરસ ઉમેરાય છે ....મારા ગળા મા ....! રકત્ વાહીની ઓ નુ જાળુ સંકોચાતુ જાય છે ...અસ્તીત્વ ચારે.....તરફ ફેલાઇ છે......તુટેલી બોટલ ની જેમ મન ટુટે છે ને ખુપે છે પેટ મા ......ને ધબ ધબ કરતી લાલ ચોળ અપેક્ષાઓ વહી નીકળે છે .......એ લાલ ચોળ અપેક્ષાઓમા.....એ ગરમ ગરમ પ્રવાહી ના વહેણ મા વાળ પલાડી ને ........ભર સભા મા થયેલા અપમાન નો બદલો લ...

સંબંધો નું સમીકરણ

સરસ વાત એ છે કે મને સંબંધો વિષે બહુ સમજ નથી , મારી અલગ અલગ અનેક વ્યાખ્યા ઓ છે , હું બીજા થી તદ્દન જુદું વિચારું છું એવી તો મને પેહલા થી જ ખબર હતી . કદાચ સમય કરતા વહેલો જન્મ્યો હોય એવું કોઈકવાર સમજાય , હું સમય કરતા આગળ પણ જીવી ચુક્યો હોય એવું પણ અનુભવ્યું . અને જે લોકો સમય કરતા વેહલા જીવે છે એની પાસે સમય સારી એવી કિંમત પણ વસુલે છે . મેં પણ મારા સબંધ ની કિંમત ચૂકવી છે અને બહુ આકરી ! હું જે માનુ છું તે જીવયો છું એવું હું માનુ છું ! મને નથી ખબર કે આ મારા મન ની કોઈ એક વાત અમુક  રીતે આપ વાચકો સુધી પોહ્ચશે કે નહિ , પણ મારે જે કેહવું છે તે તે આ જ , એટલું નક્કી છે ! માણસ માત્ર એના સંબંધો ને આધારે જીવે છે . બુદ્ધિશાળી હોય કે અભણ .....લૂચ્ચોહોય કે ખુબ ભોળો ..... લાગણીશીલ હોય કે અલ્ટ્રા પ્રેકટીકેલ.....કે પછી સ્માર્ટ ..... એને એના પોતાના આગવા સંબંધો હોય છે . જેને તોડવાના -સાચવવાના એના પોતાના કારણો એની પાસે હોય જ છે . આપણે સૌઉ સંબંધો માંથી જન્મેલા અનુભવ અને અનુભવ માંથી જન્મેલા વ્યક્તિત્વો છીએ . સમજદારી ખુબ સારી વાત છે!!  પણ વાત ને તોડી ને ઉખાડીને જોવાથી એનાવિષે બધું સમજાય જ જાય એવ...

ન્યુકલીયર ફેમીલી

વિભક્ત કુટુંબમા નું આ એક મોટા માં મોટું દુષણ છે .જયારે ચાર જ જણા એકબીજાની સાથે રહેતા હોય ત્યારે એકબીજાની જિંદગી માં સતત દખલ દીધા કરવાની એક અજબ જેવી આદત સહુ કોઈ ને પડી જાય છે . કોણ શું ખાશે ??થી શરુ કરી ને કોણ શું પેહરશે !! કેમ અને કઈ રીતે જીવવું જોઈએ ?? અને શું ના કરવું જોઈએ એના બધા જ નિર્ણયો એકબીજા ને બદલે કરતા ,આ લોકો ધીમે ધીમે તણાવાના ની જેમ એક બીજા માં એવી રીતે ગુંથાય જાય છે કે કોઈ પાંચમી વ્યક્તિ એમના ઘરમાં ક્યારેક કે ક્યારે દાખલ થશે એવો ખ્યાલ શુધ્ધ પણ રહેતો નથી . બહુ ધ્યાન માં લેવા જેવી બાબત એ છે કે મોટા ભાગ ના માતા પિતા દીકરી ને ફક્ત એના પતિ પૂરતા જ સંબંધો નું જ્ઞાન આપેછે " સમજદારી " કે સહનશીલતા " ની જરૂર એમને કદાચ વિભક્ત કુટુંબ ના લીધે સમજાયી જ નહિ હોય ! ફક્ત ચાર જણ ની જિંદગી માં આ બે શબ્દ અને બે શબ્દ ના અનુભવ પ્રત્યક્ષ અને પરોક્ષ કે કોઈ પણ આડકતરી રીતે થયા જ ના હોય એવું પણ બનતું જ હશે !! ભણેલી , સ્માર્ટ , મોર્ડર્ન અને અર્બન યુગ ની સ્ત્રી , મોટા ભાગે કમાતી અને સ્વતંત્ર જીવન જીવેલી દીકરી જયારે પરણી  ને બીજા ને ઘેર જાય છે ત્યારે એ, બીજા ના ઘરે  ચાલી રહેલી સિસ...

 ખુવારીની ખુમારી !!

એક અતિધનાઢય માણસ હતો- મિલિયોનરમાં તેની ગણતરી થતી..તે લાસવેગાસ ગયો..જુગાર રમવા..તેની બધી જ સંપત્તિ તેણે દાવ પર લાગવી દીધી-જો એ હારી જાય તો, કડકો બાલુસ થઇ જાય,અને જીતી જાય તો, તેની સંપત્તિ બે ગણી થઇ જાય.એનો દાવ ખુલે ‘ને પરીણામ આવવાનું હતું ..એનો દાવ ઓપન કરવા પત્તા એણે જ ખોલવાના હતા !! ખોલતા પહેલાં થોડો વિચાર કર્યો..એકાદ મિનિટ વિચાર કરતો બેસી રહ્યો..સ્વસ્થ થઇ ગયો અને દાવ ઓપન કર્યો..તો, તે હારી ગયો હતો .. !!!પછી તે બે – એક મિનિટ શૂન્યમનસ્ક થઇ ગયો..! પછી ઉભો થયો.. અને ચહેરા પર સ્મિત સાથે ચાલવા માંડયો.બીજા દિવસે પ્રેસ રીપોર્ટરોએ તેના ઘેર જઇને તેનો ઇન્ટર્વ્યુ લીધો.. ત્યારે પણ તે સ્વસ્થ હતો.પ્રેસ રીપોર્ટરોએ તેને પુછ્યુઃ-‘‘દાવ ઓપન કર્યા પછી તમને કેવા વિચાર આવ્યા હતા ? અને આજે પણ તમે તદ્દન સ્વસ્થ છો !! હારી જવાનો રંજ તમને નથી થતો ?  તમે તમારી અબજોની બધી જ સંપત્તિ ગુમાવી દીધી છે..તમે એક જ ક્ષણમાં સાવ ખુવાર થઇ ગયા … તમે કેવી રીતે સ્વસ્થ રહી શક્યા છો ?…બીજો હોય તો ગાંડો થઇ જાય… હારી ગયા પછી તમને કેવા વિચારો આવ્યા હતા…? ’ ’જવાબ આપ્યોઃ- ‘‘કે હારી ગયા પછી, બે – એક મિનીટ હું મૌન થઇ ગયો હત...