Posts

પ્રેરક પ્રસંગ- આચરણ

 ભારતીય સંસ્કૃતિ નો ડંકો વિશ્વ માં વગાડનાર સ્વામી વિવેકાનંદ ના જીવન નો એક પ્રસંગ ધર્મ નજીક કેવળ તેઓ જ રહી શકે છે જે દુ:ખ પોતાના માટે રાખે છે અને સુખ અને સુરક્ષા અન્યને આપે છે. વિવેકાનંદ હિન્દુસ્તાનથી અમેરિકા જતા હતા. રામકૃષ્ણ પરમહંસનાં પત્ની શારદા માના આશીર્વાદ લેવા ગયા.  એ સમયે રામકૃષ્મ પરમહંસ અવસાન પામ્યા હતા. શારદા મા રસોડામાં કામ કરી રહ્યાં હતાં. વિવેકાનંદજીએ આવીને કહ્યું, ‘મા, મને આશીર્વાદ આપો હું અમેરિકા જઉં છું.’ શારદા માએ પૂછ્યું, ‘અમેરિકા જઇને શું કરશો?’ ‘હું હિંદુ ધર્મનો સંદેશ પ્રસરાવીશ.’ શારદા માએ કોઇ પ્રતિભાવ ન આપ્યો.  ચૂપ રહ્યાં. થોડી પળ પછી પોતાનું કામ કરતાં કરતાં બોલ્યાં, ‘પેલી શાક સુધારવાની છરી મને આપશો?’ વિવેકાનંદજીએ છરી ઉપાડીને શારદા માને આપી. શારદા માએ છરી આપતા વિવેકાનંદજીના હાથ પર એક નજર કરી. પછી વિવેકાનંદજીના હાથમાંથી છરી લેતાં બોલ્યાં, ‘જાઓ, મારા આશીર્વાદ છે તમને’.હવે વિવેકાનંદજીથી ન રહેવાયું. ‘મા છરી ઉપાડવાને અને આશીર્વાદ આપવાને શો સંબંધ છે?’ શારદા માએ કહ્યું, ‘હું જોતી હતી કે તમે છરી કેવી રીતે ઉપાડીને મને આપો છો. સામાન્ય રીતે કોઇ છરી ઉપાડીને આપે ત્...

દિકરા દિકરી ના ધડતર નુ મહત્વ

 પિન્ટુ હસતા હસતા મારી પાસે બેસી બોલ્યો.. આવતા જનમ માં... ભગવાન જોડે એક ડીલ કરવી છે..., એમને કહેવું છે... તમે મને એક કિડની ઓછી આપશો તો ચાલશે... પણ દિલ ❤️ બે આપજો....!!! હું તેની સામે જોઈ હસી પડ્યો...કેમ શું થયું  બેટા ? પપ્પા લગ્ન પછી એક દિલ થી કામ નથી ચાલતું..., પત્ની અને માઁ બાપ  વચ્ચે  એક દિલ હોવાથી બેલેન્સ નથી રહેતું...! કોઈ વખત બેલેન્સ કરવા જાઉં છું તો...મગજ નું બેલેન્સ ગુમાવી દઉં છું...!!! પપ્પા...આ જૂઓ ને લગ્ન પછી મમ્મી વાતે વાતે મને કહે છે તું બૈરા નો ગુલામ..થઈ ગયો છે...પત્ની કહે તું માવડિયો થઈ ગયો છે.. પિન્ટુ થોડો ગંભીર થઈ બોલ્યો..પપ્પા સ્ત્રીના રુદન પરથી તેનાં દુઃખ દર્દ ની ઊંડાઈ માપી શકાય... પણ... પુરુષના હાસ્ય પરથી જીદંગી માં એ કેટલાં ઘા સહન કરીને બેઠો છે એ દુનિયાની કોઈ તાકાત ના માપી શકે...!!! સ્ત્રી પિયરમાં જઈ..રડીને હળવી થઈ જાય...,પુરુષ રડે તો માઁ બાપ કહે...ડૂબી મર...,મર્દ થઈ રડે છે...?!! એક પત્ની ને હેન્ડલ નથી કરી શકતો ? વાત વધારે ગંભીર ન બને એટલે મેં પિન્ટુ ને હસતા હસતા કીધુ...બેટા સ્ત્રી પુરુષ ની હાલત પણ ચેસ  નાં ક્વીન - કિંગ જેવી છે.  રાણી ...

સૌના સંવાદનો નાદ શંખનાદ

સૌના સંવાદનો નાદ શંખનાદ 22 માર્ચ 2020 ભારતના ઇતિહાસમાં ઉમેરાયેલું તારીખનું નવું પાનું. ન ભૂતો ન ભવિષ્યતિ. કોરોનાને પણ રડવું આવ્યું હશે એવો પડઘો બ્રહ્માંડમાં પડ્યો. મારે કોરોના વિશે કોઈ જ વાત નથી કરવી કારણ કે એના જાણકારો કરી જ રહ્યા છે. મારે તો વાત કરવી છે આજે ફક્ત અને ફક્ત સૌ ભારતીયોના અંતરના નાદની, જે શંખનાદ દ્વારા એક સચોટ અને મજબૂત સંવાદ બની રહ્યો. કોઇ જ પક્ષપાત નહીં, કોઈ જાતિ તે મહાન બનવાની કે કોઈ રાજકારણની વાત નહીં. આજે તો એક હતું તો ફક્ત ભારત, દિવાળીમાં જેમ સેટેલાઇટ દ્વારા પૃથ્વી નો ફોટો લેવામાં આવે અને ઝળહળતી દેખાઈ એમ આજે પણ એકાદ ફોટો લેવાયો હોય તો સારું. કારણ બ્રહ્માંડ માં આજે પૃથ્વી નાચતી દેખાય હશે. એક સ્વર એકતાનો, એક જ ધર્મ માનવતાનો. વડાપ્રધાનની એકવારની અપીલ અને જયઘોષ- ધ્વનિઘોષ. સંધ્યાકાળે મંદિરમાં કે પછી મસ્જિદમાં અજાન ના સમયે જે અવાજ થતો હોય એ બ્રહ્મનાદ આજે બે કલાક આપણે ભારતીયોએ વહેલો કર્યો અને બ્રહ્માંડને ડોલાવ્યુ. અવસરનો આનંદ હોય એમ ઝૂમી ઉઠ્યું ભારત. વાતાવરણ એકદમ આહલાદક - સકારાત્મક બની રહ્યું. સ્વયં ભારતમાતા જાણે આજે આખો દિવસ પંખીઓના કલરવમાં ગીત ગાતા રહ્યા અને આપણે ...

જિંદગી અને જહાજ

જ્યારે ટાઈટેનીક ડૂબ્યુ ત્યારે એની આસપાસ ત્રણ જહાજો હતાં... એકનું નામ 'સેમ્પસન' હતું જે ટાઈટેનીકથી ૭ માઈલ જ દૂર હતું. તેઓએ ટાઈટેનીકમાંથી આવતાં સફેદ ધૂમાડાની ખતરાની નિશાની જોઈ પણ તે જહાજનો ક્રૂ ત્યાં ગેરકાયદેસર સીલ માછલીનો શિકાર કરતો હતો આથી તે ટાઈટેનીક પાસે જવાને બદલે વિરુદ્ધ દિશામાં જતું રહ્યું... આ જહાંજ દર્શાવે છે કે આપણામાંના અમૂક એવા લોકો હોય છે જે પોતાના પાપ માં અને જિંદગીમાં એટલાં વ્યસ્ત હોય છે કે 'બીજાને આપણી જરૂર છે' એ પારખી નથી શકતાં... બીજુ શીપ હતું 'કેલિફોર્નીઅન' આ શીપ માત્ર ૧૪ માઈલ દૂર હતું પણ એ બધી બાજુથી બરફથી ઘેરાયેલું હતું અને જહાંજના કેપ્ટને સફેદ ધૂમાડો જોયો પણ પરિસ્થિતી અનૂકુળ નહોતી અને અંધારું પણ હોવાથી તેઓએ ત્યારે સુઈ જવાનું અને સવાર સુધી રાહ જવાનુ નક્કી કર્યું. ક્રૂ પોતાને જ મનાવતું રહ્યું કે કંઈ નહીં થાય... આ શીપ આપણામાંના એવાં લોકોને દર્શાવે છે જેઓ વિચારતા હોય છે કે 'હું અત્યારે કંઈ નહીં કરી શકું, પરિસ્થિતી બરાબર નથી એટલે આપણે અનુકૂળ પરિસ્થિતી થવાની રાહ જોઈશું અને પછી કામ કરશું' અને છેલ્લું શીપ હતું 'કાર્પેથીઆ' આ...

પુરૂષ ના સપ્તરંગો 🌈

એક સ્ત્રી માટે પુરૂષ શું હોય શકે? તમારા નામની પાછળ લખાતું દિવાલ જેવું અડીખમ નામ? હાથમાં દર મહિને આવી જતી ઘર-ખર્ચની રકમ? તમારા સંતાનોનો પિતા? સમય કરતાં વહેલાં ભરાઇ જતાં લોનનાં હપ્તા? સોલિટેરની ગિફ્ટ? લાઇફ ઇન્સ્યોરન્સ, મેડિક્લેમનાં પ્રિમિયમ્સ વચ્ચે વહેંચાઇ જતો, તમારા નામે રોકાણ કરતો અને તમને સલામતી આપવા લોહી-પાણી એક કરીને પોતે કમાયેલું ઘર તમારા નામે કરી દેતો એક મર્દ? પુરૂષ શું છે? પિતા? પ્રેમી? પતિ? કે દોસ્ત? પુરૂષ એક મેઘ-ધનુષ છે. એની પાસે સાત રંગો છે અને એ સાતેય રંગ દ્વારા એ તમારા જીવનમાં ઢગલેબંધ રંગ ઠાલવતો રહે છે. પુરૂષનાં આ સાત રંગ છે.🌈 સલામતી, સ્વીકૃતિ, સંવેદના, સહકાર, સમર્પણ, સંગાથ અને સંવાદ. પુરૂષ એ સલામતી છે… અડધી રાત્રે તમને ઘરે મૂકવા આવે એ પુરૂષ નથી-પણ જેનાં સાથે હોવા માત્રથી તમારા દરેક ડર પૂંછડી દબાવીને ભાગી જાય એ પુરૂષ છે. આર્થિક રીતે સ્વતંત્ર સ્ત્રી પોતાની માલિકીનાં ઘરમાં સલામતી મહેસૂસ કરતી નથી પણ ગમતા પુરૂષની છાતી વચ્ચે એ પોતાની જાતને સૌથી વધારે સલામત મહેસૂસ કરતી હોય છે. સ્ત્રી આખી જીંદગી સલામતી ઝંખતી રહે છે અને પુરૂષ લાગણીઓથી લઇને લગ્ન સુધીની ...

ખેડુત નો ગધેડો

એક ખેડૂતના ખેતરમાં એક ઊંડો ખાડો હતો.એક દિવસ એ ખેડૂતનો વૃદ્ધ ગધેડો એ ખાડામાં પડી ગયો.હવે શું કરવું? કોઈ સંજોગોમાં એ ગધેડો એ ઊંડા કુવા જેવા ખાડામાંથી બહાર નીકળે એમ નહોતો કે નહોતો કોઈ ઉપાય સુજતો.ગધેડો બહુ વૃદ્ધ હતો અને ખાડો આમ પણ પૂરવાનો હતો.ખેડૂતે ગધેડા સહીત એ ખાડાને પૂર્વનું નક્કી કર્યું. ખેડૂતે પોતાના મજૂરોને બોલાવ્યા અને પાવડાથી એ કુવા કમ ખાડામાં માટી નાખવાનું શરુ કર્યું. ગધેડાને ખ્યાલ આવી ગયો કે શું થવા જઈ રહ્યું છે.મોતનો ભય દેખાતા એણે જોર જોરથી ભોંકવાનું કરવાનું શરુ કર્યું પણ કોઈ ફાયદો નહિ.અચાનક ગધેડાને કાંઈક સુજ્યુ અને તે શોર કરતો બંધ થઇ ગયો... ખેડૂત અને એના મજુરે પાવડાથી ઘણી માટી પુરી.ખાડો લગભગ હવે પુરાવા આવ્યો હતો.અને ખેડૂતે અંદર જોયું તો આ શું? જેમ જેમ માટી નંખાતી હતી તેમ તેમ એ ગધેડો એ માટી ઉપર ચડીને કહો કે માટીના પગથિયાં બનાવીને ઉપર આવતો ગયો અને છેવટે જયારે ખાડો સાવ પુરાવા આવ્યો એટલે ગધેડો છલાંગ લગાવીને ખાડાની બહાર આવી ગયો... જયારે તમે સફળતાનાં માર્ગે હશો અથવા લોકોનો સ્વાર્થ જયારે પૂરો થશે ત્યારે હંમેશા લોકો તમારા રસ્તામાં પથ્થર નાખવાનું શરુ કરશે....એ તમારા પર નિર્ભર કરે છે...

કેન્સર જાગૃતી

"હવે હું એન્જેલિના જોલીનું હાફ ઇન્ડીયન વર્ઝન બની ગઈ છું!" આ આશ્વર્ય આપતું વાક્ય હમણાં જ કોઈકે કહ્યું હતું યાદ છે? તાહિરા કશ્પયનું આ સ્ટેટમેન્ટ છે! ૨૦૧૩માં હોલિવૂડની ખ્યાતનામ અભિનેત્રી એન્જેલિના જોલીને બ્રેસ્ટ કેન્સર થયેલું અને તેણે પોતાના બંને બ્રેસ્ટની સર્જરી કરાવી હતી. બોડીમાંથી બ્રેસ્ટને બાતલ કર્યાં બાદ પણ પ્રબળ જિજીવિષા વડે એ અભિનેત્રી હાલ જીવી રહી છે, બહુ સારી રીતે! તાહિરા કશ્યપ ખુરાના એટલે આયુષ્યમાન ખુરાનાની અર્ધાંગિની એવી ઓળખ તો જાણે ઠીક, પણ એક રેડિયો કાર્યક્રમની હેડ, થિયેટર રાઇટર, ડાયરેક્ટર અને મીડિયા ટ્રેઇનર તરીકે તાહિરાની એક સ્વતંત્ર અલગ ઓળખ પણ છે. આ તાહિરા બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની 'હતી'. હજુ એકાદ મહિના પહેલાંની એ બાબત હવે ભૂતકાળ બની ગઈ એમ કહેવામાં કદાચ બહુ અતિશ્યોક્તિ નહી રહે. કેમ કે, ૧૨ કિમોથેરાપીની અગ્નિરેખા પસાર કરીને તાહિરા બહાર નીકળી ચુકી છે.... સારવાર દરમિયાન તાહિરાએ ઇન્સ્ટાગ્રામ પર ઘણાં ફોટા શેર કર્યા. તેમાં તેને કેન્સર સામે ઝઝૂમતી અને ધૈર્ય ધરતી જોઈ શકાય છે. પૈસો છે, હાયર સુવિધાઓ છે, હજારો લોકોની હૂંફ છે; છતાં હિંમત હોવી - આત્મવિશ્વાસ હોવો બહ...

પ્રેમની_પરાકાષ્ટા

"હ્રદયદ્રાવક સત્ય ઘટના" હંમેશા મુજબ સાન્જે ૬.૦૦ વાગ્યે ઓફીસથી નીકળી ઘરે પાછા જવા ૬.૩૦ ની ભાયંદર ફાસ્ટ પકડી ઘરે જવા નીકળ્યો. રસ્તા માં મારા મિત્ર પ્રથમનો ફોન આવ્યો કે ફાઉન્ટન પાસે ઊભો રહેજે મને થોડું કામ છે. હું ત્યાં તેની રાહ જોઈ બાજુમાં બનેલા પાર્કીંગની રેલીંગ પર બેઠો હતો. એક ૭૦-૭૫  વર્ષના વૃદ્ધ જેને જાડા કાચના ચશ્મા પહેરેલા હતા અને મેલાં-ઘેલા કપડાં પહેર્યાં હતાં તે મારા પાસે આવી મારા પગ પકડીને બોલ્યા : "સાહેબ બહુ ભુખ લાગી છે એક વડાપાવ ખવડાવશો ? " તે કોઈ ભિખારી હોય તેવુ લાગતું ન હતું કે તેને ભિક્ષા માંગવાની આદત હોય તેમ પણ લાગતું ન હતું. અચાનક પગ પકડવાથી હું હડબડી ને નીચે ઉતરી ગયો. આ વ્યક્તિ ને જોઈ મને સંકોચ થયો. મેં કહ્યું: "કાકા ભુખ લાગી છે ?" ને પછી ખીસામાં હાથ નાખી 50 ની નોટ કાઢી તેમના હાથમાં મુકી તો તેઓએ તરતજ પાછી આપી કહે: "નહી ભાઇ આટલા બધા નહીં મને ફક્ત વડાપાઉ જેટલાં જ પૈસા આપો". હું જઈ ને બે વડાપાઉં લઇ આવ્યો. કાકા ત્યાં જ નીચે બેસીને ખાવા લાગ્યા.  મેં પૂછ્યું ,"કાકા ક્યાંથી આવો છો? કયાં જાવું છે ? કોઇ ને શોધવા નીકળ્યા છો ...

પાસવર્ડે જીવન બદલી નાખ્યું..

એક સરસ મજાની સવારે ઓફિસ પહોંચી મેં મારું કોમ્પ્યુટર ઓન કર્યું ત્યાં જ સામે મેસેજ આવ્યો "તમારો પાસવર્ડ એક્સપાયર થઈ ચૂક્યો છે." ઓફિસમાં સુરક્ષા પોલીસીને ધ્યાનમાં લઈ અમારે દર મહિને પોતપોતાના કોમ્પ્યુટર નો પાસવર્ડ ચેન્જ કરવો પડે છે. મારા થોડા જ સમય પહેલા થયેલા છૂટાછેડા ને લીધે હું ઘણો વ્યથિત હતો. તેણે - મારી પત્નીએ મારી સાથે જે કર્યું એ તે કઈ રીતે કરી જ શકે એવા વિચારો મને સતત સતાવતા હતા. પાસવર્ડ બદલતી વખતે મારા બોસે મને એ અંગે આપેલી ટીપ મને યાદ આવી. તેમણે કહેલું,"હું એવો પાસવર્ડ રાખીશ  જે મારું જીવન બદલી નાખે." મારી વર્તમાન  મન:સ્થિતી એવી હતી કે હું કોઇ પણ એક કામ પુરું કરવા તેના પર ધ્યાન કેન્દ્રીત કરી શકતો નહોતો. આ પાસવર્ડ વાળી બીનાએ મને વિચાર કરવા પ્રેર્યો કે મારે મારા છૂટાછેડાની ઘટનાને મારા પર હાવી થવા દેવી જોઇએ નહિ અને મારે પરિસ્થિતી બદલવા થોડા મજબૂત મનોબળ સાથે ચોક્કસ કંઈક કરવું જોઇએ. મેં મારો પાસવર્ડ રાખ્યો 'Forgive@her'. હવે દિવસમાં ઘણી વાર જ્યારે મારું કોમ્પ્યુટર લોક થઈ જાય ત્યારે તે અનલોક કરવા મારે મારો આ નવો પાસવર્ડ ટાઈપ કરવો પડતો. રોજ જમ્યા પછી ક...

એક વિદ્વાન બ્રામ્હણ

એક વિદ્વાન બ્રામ્હણ પોતાના ગામનાં ખેતરોમાં ફરી રહ્યા હતા, ત્યારે અચાનક એક વેદનાભરી ચીસ સંભળાઈ. તે સમજી ગયા કે આ ચીસ કોઈ સ્ત્રીની હતી. તેમણે માન્યું કે મહિલા કોઈ સંકટમાં હોવી જોઈએ. તેમણે ઘટનાસ્થળે દોડી જઈ જોયું કે આ સ્ત્રીના પગે સર્પદંશ થયો હતો. આ સ્ત્રી ખેતરમાં કામ કરતી દલિત મજૂર હતી. ડંખવાળા ભાગને કસીને બાંધવા માટે દોરી આમતેમ ખોળવા લાગ્યા પણ દોરી ક્યાંયથી મળી નહીં. તરત જ તેમણે પોતાની જનોઈ ઉતારીને તે સ્ત્રીના પગે બાંધી દીધી અને ડંસેલા ભાગ પર તેમણે ચીરો મૂકી, દબાવી વિષયુક્ત લોહી બહાર કાઢી નાખ્યું. ત્યાં સુધીમાં તો અન્ય લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા. પેલી સ્ત્રી બચી ગઈ. આ ઘટનાના સમાચાર જ્યારે ગામમાં પહોંચ્યા ત્યારે કેટલાક સંકુચિત વિચારોવાળા લોકો આ વિદ્વાનની ટીકા કરતાં કહેવા લાગ્યા, ‘બ્રામ્હણ થઈ પોતાની પવિત્ર જનોઈ એક અછૂત જાતિની સ્ત્રીના પગે બાંધી તમે અપકૃત્ય કર્યું છે.’ પરંતુ આ મહાશયે આ ટીકાની કોઈ પરવા ન કરતાં કહ્યું, ‘આપણો સાચો ધર્મ તો વિપત્તિમાં પડેલ વ્યક્તિના પ્રાણ બચાવવાનો છે. એક જ ઈશ્ર્વરે બનાવેલા જીવોમાં ભેદભાવ કેવો?’ આ મહાપુરુષ હતા હિન્દી સાહિત્યના પ્રખર સાહિત્યકાર આચાર્ય હ...

દોસ્તી

માણસને મળતી મોટાભાગની વસ્તુઓ સુખ સગવડો કે વૈભવ વારસામાં મળી જતાં હોય છે પરંતુ સંપૂર્ણપણે પોતાની પસંદગીની કોઈ બાબત હોય તો એ મિત્રતા છે. મિત્રતા હંમેશા સ્વપાર્જિત હોય છે. અને એની પસંદગીમાં આપણે સંપૂર્ણપણે મુક્ત હોઈએ છીએ. ઈશ્વરે દરેક માણસને આપેલી આ અણમોલ ભેટ છે. આપણા સહુનો એ અનુભવ હોય છે કે બે મિત્રો કે બે બહેનપણીઓ જ્યારે ભેગા થાય છે ત્યારે એમની વચ્ચેનો સંવાદ બિલકુલ પારદર્શક હોય છે. એમાં કાંઈ છુપાવવાનું હોતું નથી. માણસમાત્રનું દિલ તેના અંગત દોસ્ત આગળ અનાયાસ ખુલી જતું હોય છે. આપણા સહુની એવી શ્રદ્ધા હોય છે કે મિત્રને કહેલી કોઈ વાત કે દુઃખનું કારણ હંમેશા સલામત રહેશે અને એમાંથી કોઈ મદદ ચોક્કસ મળશે. દુઃખની કોઈ વિકટ ઘડીમાં કે મુશ્કેલીઓથી ઘેરાઈ ગયા હોઈએ ત્યારે સાચા મિત્રનો સધિયારો જીવવાનું પ્રેરક બળ બની જતાં હોય છે. મિત્રના ખભે માથું મૂકીને રડવાની બાબત એ વાતની ખાત્રી આપે છે કે મિત્રનો ખભો એ દુનિયાનું સૌથી સલામત સ્થળ હોય છે જેનું ઉષ્ણતામાન હંમેશા સમઘાત હોય છે. એક મિત્ર બીજાને માટે જે કાંઈ કરે છે એમાં કેવળ નિસ્વાર્થ ભાવના હોય છે એમાં ‘થેંક્યૂ’ કે ‘આભાર’ જેવા ઔપચારિક શબ્દોની જરૂરિયાત રહેતી...

બાજ પક્ષી ની કેળવણી

બાજ પક્ષી પોતાના બચ્ચા ના જન્મ પછી થોડા જ સમય માં એને પોતાની પાખો માં સમેટી ને ઉપર આકાશ માં લઈ જાય છે... એટલું ઊચે કે જ્યાં વિમાન ઉડતા હોય... આટલે ઉપર જઇ ને એ સ્થિર થઈ જાય છે...A highest distance from earth where  a natural creature can fly... અને પછી શરૂ થાય છે ખતરનાક ટ્રેનીંગ... એક એવી ટ્રેનીંગ કે જેમાં બાજ પક્ષી પોતાના બચ્ચા ને એ સમજાવવા માગે છે કે એ કોઈ સામાન્ય પક્ષી નથી અને એનું કામ આસમાન ની બુલંદીએ ઊડવાનું છે નહીં કે મકાનની છત પર બેસીને ચુ-ચુ કરવાનું... પછી એ બચ્ચાને આટલી ઊચાઈએ થી છૂટું મૂકી દેવામાં આવે છે... આટલી ઊચાઇએ થી નીચે પડતી વખતે બચ્ચાને એ સમજાતું નથી કે મારી સાથે આ શું થઈ રહ્યું છે !!! થોડું નીચે આવવા થી બચ્ચા ની પાંખ ખુલવા લાગે છે અને ધરતી થી અંદાજે 9 કિલોમીટર ઉપર સુધી માં એની પૂરી પાંખો ખૂલી જાય છે અને એ પાંખ ફફડાવે છે એટ્લે એને એહસાસ થાય છે કે એ કોઈ સામાન્ય પક્ષી તો નથી જ !!! એ હજુ વધુ નીચે આવે છે પણ હજુ એની પાંખ એટલી સક્ષમ તો નથી જ કે એ ઊડી શકે અને જમીન થી 700-800 મીટરે ઊચાઇ થી નીચે પડતી વખતે એને એમ લાગવા લાગે છે કે આ એની જિંદગી ની આખરી સફર છે  ત્યા...

ત્રણ શિકારી

ત્રણ શિકારી એકવાર તો જરૂરથી વાંચજો...ખૂબ મજા આવશે... આ લેખ વાંચતા માત્ર 37 સેકન્ડ લાગશે અને તમારો વિચાર બદલાઇ જશે... ત્રણ શિકારી હતા. ત્રણે જુદી જુદી દિશામાં શિકાર કરવા નીકળ્યા. ધનુષ-બાણ સાથે આખો દિવસ રખડ્યા.. પેહલો શિકારી ઘણી બધી જગ્યાએ ફર્યો, ઝાડીઓમાં પ્રાણી ને શોધ્યા, ઝાડ પર ચઢી દુર દુર નજર દોડાવી. નદી અને સરોવરે ગયો (કદાચ કોઈ પ્રાણી પાણી પીવા આવે અને તેનો શિકાર થાય), પણ ત્યાં પણ તેને કોઈ શિકાર ન મળ્યો. વનમાં પ્રાણીઓ જોયા પણ કોઈ હાથ ન આવ્યું, નિશાન લઇ તીર છોડ્યા પણ તીર નિશાન પર ન વાગ્યા. આખા દિવસનો થાક્યો-પાક્યો, ધૂંધવાતો-ધૂંધવાતો, નસીબને ગાળો આપતો, ઈશ્વરની નિંદા કરતો એ રાતે ઘરે પોહાચ્યો. પાડેલું કુતરું વ્હાલ કરવા ઝાંપે પોહચ્યું તો તેને એક લત લગાવી દીધી. છોકરાઓને ઢીબ્યા, પત્ની સાથે બોલાચાલી કરી અને ખાધા પીધા વગર ગુસ્સામાં સુઈ ગયો. બીજો શિકારી પણ બધાજ સ્થળે ફર્યો, બધો જ પ્રયાસ કર્યો પણ નિષ્ફળ નીવડ્યો. ‘ચાલો જેવી ભગવાનની ઈચ્છા’ મનોમન બોલી એ ઘરે ગયો અને કોઈની સાથે કઈ પણ બોલ્યો નહિ અને એટલુ જ કહ્યું કે ‘શિકારમાં આજે કઈ મળ્યું નથી. ઘરમાં જે કઈ હોય તેનાથી ચલાવી દેજો.’ એમ કહી તેન...

મૈત્રી

પ્રેમથી આગળનું એક પગલું " મૈત્રી " વિશ્વના આટલા માનવ મહેરામણમાં જે આપણને પ્રેમપૂર્વક ગાળ આપી શકે અને ક્રોધપૂર્વક ચાહી શકે એનું નામ મૈત્રી.... મૈત્રી એટલે વરસાદમાં તરતી કાગળની હોડીનું પાણીમાં ડૂબ્યા વગર સતત વહેવું.... મૈત્રી માટે સૌ પ્રથમ આપણી જાત સાથે દોસ્તી બાંધવી જરૂરી છે, કારણ કે આમ ન કરીએ તો વિશ્વમાં આપણે કોઈની પણ સાથે દોસ્તી બાંધી શકીએ નહીં..... જેમાં ગુણ અને દોષ ઓગળીને એકરૂપ થઈ જાય તે જ ખરી મૈત્રી સાબિત થઈ શકે.... મૈત્રી એટલે જે દીવો બનીને આપણા એકાંતના અને ઉદાસી, વ્યથા તથા પીડાના અંધકારને દૂર કરતું ઓસડ.... મૈત્રી એટલે જ્યાં રુચિ-અરુચિનો લોપ થઈ જાય, જ્યાં અસ્તિત્વ પોતે એકાગ્રતા સાધી શકે. જેને આપણી દરેક ઇચ્છાની અગાઉથી જાણ થઈ જતી હોય તે વ્યક્તિ એટલે મિત્ર.... જે આપણા જીવનના અનાજમાં પડેલાં કાંકરા અને ફોતરાઓને તારવીને અલગ કરી આપે... અને આપણને એની ખબર પણ ન પડવા દે તે ઉત્તમ મિત્ર. મૈત્રી એટલે સમજણપૂર્વકનું શબ્દમય મૌન. મૈત્રી એટલે આપણા આંતરિક વિશ્વને ખોલી આપતી ચાવી. હર્ષ અને શોકનાં આંસુઓનું મિશ્રણ જ્યારે સધાય ત્યારે સમજવું કે બે મિત્રો વર્ષો પછી મળ્યા લાગે છ...

"છતાં પણ કરે જ જાઓ "

"છતાં પણ કરે જ જાઓ " તમને રચનાત્મક કામ સાકાર કરવા માં વર્ષો લાગે , એનો નાશ એક જ રાત માં થાય , "છતાં પણ કાર્ય કરે જ જાઓ " લોકો ભલે તર્કહીન હોય , સ્વાર્થી હોય , "છતાં પણ તેમને પ્રેમ કરતા જ રહો . આજે તમે જે સારું કામ કારસો તે કદાચ ભૂલાય જશે , "છતાં પણ સારા કામ કરે જ જાઓ " જો તમે કોઈ સારું કામ કારસો તો લોકો તમારે માથે કોઈ છુપા અને સ્વાર્થી હેતુ નો આરોપ મુકશે " છતાં પણ સારા કામ કરતા જ રહો " પ્રમાણિક અને સ્પષ્ટ વક્તા બનવા થી તમને મુશ્કેલી પડી સકે ! "છતાં પણ પ્રમાણિક અને સ્પષ્ટ વક્તા જ બનો વિશ્વ ને તમારું શ્રેષ્ઠ અર્પણ કરો...મો પર લાત ખાવ "છતાં પણ વિશ્વ ને તમારું શ્રેષ્ઠ અર્પણ કરતા જ રહો" મહાન વિચારો ધરાવતા મહાન માણસો ને પણ નાના માં નાનું મગજ ધરાવતા નાના માં નાના માણસો નષ્ટ કરી સકે છે . "છતાં પણ તમે મહાન વિચારો કરતા જ રહો " જે નવું છે તે નવું પણ હોય , નવા સ્વરૂપ માં જુનું પણ હોય , "છતાં પણ નવા નવા પ્રયોગો ચાલુ જ રાખો " લોકો તો કહે છે કે કચડાયેલા ઓ ની તેમને ચિંતા છે , પણ હકીકતે તો માત્ર તેઓ પ...

યુગ નો અનુભવ

એકવખત યુધિષ્ઠીર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કળયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને કળીયુગમાં કેવી સ્થિતી પ્રવર્તતી હશે એ જાણવાની ઇચ્છા બતાવી એટલે ભગવાન શ્રીકૃષ્ણએ ચારે દિશાઓમાં એક એક બાણ છોડ્યુ અને પછી ચારે ભાઇઓને એ બાણ શોધી લાવવા માટે આજ્ઞા કરી. અર્જુન જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એણે એક વિચિત્ર ઘટના જોઇ. એક કોયલ મધુર અવાજે ગીતો ગાતી હતી. અર્જુનના પગ થંભી ગયા એણે કોયલ તરફ જોયુ તો આશ્વર્યથી આંખો પહોળી થઇ ગઇ. મધુર કંઠે ગીતો ગાનારી કોયલ એક સસલાનું માંસ પણ ખાતી જતી હતી. સસલુ દર્દથી કણસતુ હતુ અને કોયલ ગીત ગાતા ગાતા એનું માંસ ખાતી હતી. ભીમ જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એને પણ એક કૌતુક જોયુ. એક જગ્યાએ પાંચ કુવાઓ હતા. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા. આ ચારે કુવાની બરોબર વચ્ચે પાંચમો કુવો હતો જે સાવ ખાલી હતો. ભીમને એ ન સમજાણું કે ચાર કુવાઓ ઉભરાય છે તો વચ્ચેનો પાંચમો કુવો સાવ ખાલી કેમ છે ? નકુલ જે દિશામાં બાણ લેવા ગયો હતો ત્યાં તેણે એક ગાયને બચ્ચાને જન્મ આપતા જોઇ. બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય એને ચાટવા લાગી. થોડીવારમાં બચ્ચાના શરીર પરની ગંદકી સાફ થઇ ગઇ ...

અદભૂત શિક્ષિકા, અદભૂત લિસ્ટ...

એક દિવસ એક શિક્ષિકા બહેને નવમાં ધોરણના વિદ્યાર્થીઓને બે મોટા કાગળમાં પોતાના ક્લાસના વિદ્યાર્થીઓના નામ લખવા કહ્યું. દરેક નામની સામે તેમ જ નીચે બે લીટી ખાલી રાખવાનું કહ્યું. વિદ્યાર્થીઓને નવાઈ લાગી. થોડીક ઇન્તેજારી પણ થઇ કે બહેન શું કરવા માંગે છે ? શિક્ષિકા બહેને ત્યારબાદ દરેક વિદ્યાર્થીના નામની સામે જે તે વિદ્યાર્થીના સૌથી સારા ગુણો વિષે બધાને યાદ આવે તેટલું લખવાનું કહ્યું. દરેકે દરેક વિદ્યાર્થીના સદગુણને યાદ કરીને લખવામાં બધા વિદ્યાર્થીઓને ખાસ્સી વાર લાગી. આવા નવતર પ્રયોગનો આનંદ પણ આવ્યો. ક્લાસનો બાકીનો સમય પણ આજ કામમાં પૂરો થયો. શાળા છૂટ્યા બાદ દરેકે પોતાનું લખાણ શિક્ષિકા બહેનને સુપરત કરીને વિદાય લીધી. અઠવાડિયાના અંતે શિક્ષિકાબહેને દરેક વિદ્યાર્થીના નામવાળો એક એક કાગળ તૈયાર કર્યો. પછી તેના પર દરેક વિદ્યાર્થીએ તેના વિષે શું સરસ લખ્યું છે તેની યાદી તૈયાર કરી. સોમવારે ફરીથી ક્લાસ મળ્યો ત્યારે તેમણે દરેકને પોતાના નામવાળું લિસ્ટ આપ્યું. દરેક વિદ્યાર્થી આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયો. દરેકના મોઢેથી આનંદના ઉદગારો સરી પડ્યા. અરે ! ભગવાન ! બધા મારા વિષે આટલું સરસ વિચારે છે ? દરેકના હૃદયમાં ...

પુરુષ વિશે અનુભવેલુ અછાંદસ...

એના આંસુ તમે જોયા નથી, એટલે એવું ધારી લેવાનું કે એને ખારાશ વિશે ખબર જ નથી? રાત્રે દસ વાગે, થાકીને ને ક્યારેક હારીને પણ, જ્યારે કદમ સાચવીને... એ ઘેર આવે છે... ત્યારે આવકાર ને સ્વીકારના બદલે... એક ગ્લાસ પાણી માંગે છે ફક્ત.... બદલામાં એને પાણીની સાથે, બીજું કેટલું આપીએ છીએ ને ખડકીએ છીએ એના માથે? ક્યારેય વિચાર નહિ આવતો હોય કોઈને..? કે પુરુષોને પણ સપના હોય છે? ને જવાબદારીઓને લીધે એણે એ સપના... પડતાં મૂક્યા છે, જેમ કોઈ નદીમાં પડતું મૂકે- એમ જ.... સાચી વાત છે. સ્ત્રી સંવેદનશીલ હોય છે.... એને લગભગ દરેક બાબતમાં અન્યાય થાય છે.... પણ, એમાં ફક્ત પુરુષનો વાંક છે? વિચારવા જેવું છે.... એકવાર પુરુષને - ફક્ત માણસ તરીકે જોઈને... એના વિશે વિચારો.... એની જિંદગી નથી બદલાતી દરેક પડાવે? એ પણ કેટલાથી છૂટે છે.... કેટલું તૂટે છે... કેટલો ખૂટી જાય છે અંદર અંદર.... એના ખાલીપાનો વિચાર... કેમ કોઈ નારી સંસ્થાને નહિ આવતો હોય? એક જ વાત સમજાઈ છે હજી સુધી.. કે જે ચૂપ થઈ ગયો છે ને... એને એકવાર સાંભળી લેવો જોઈએ... શક્ય છે કે, થોડાક પડ ઉખેડવાથી, એક દટાતો જતો જીવ- ભૂતકાળ બનત...

BUSY અને BE-EASY

એક ખિસકોલી રોજ પોતાના કામ પર સમયસર આવતી હતી અને પુરી મહેનત અને ઇમાનદારી થી કામ કરતી હતી.... ખિસકોલી જરૂરત થી વધારે કામ કરીને પણ ખુબ ખુશ હતી. કેમ કે તેનો માલિક, જંગલ નો રાજા સિંહે તેને દસ બૉરી અખરોટ  આપવા નો વાયદો કરી રાખ્યો હતો.... ખિસકોલી કામ કરતાં કરતાં થાકી જતી હતી તો મનમાં વિચાર આવી જતો કે લાવ, થોડો આરામ કરી લઉં, તરત જ યાદ આવી જતું કે સિંહ તેને દસ બૉરી અખરોટ દેવાનો છે. તે પાછી કામ પર લાગી જતી ... તે જ્યારે બીજી ખિસકોલીઓ ને રમતા જોતી તો તેને પણ રમવાનું મન થઇ આવતું, પણ અખરોટ યાદ આવી જતાં અને પાછી કામ પર..... એવું નહોતું કે સિંહ તેને અખરોટ દેવા નથી માંગતો, સિંહ બહુ ઇમાનદાર હતો.... આમ જ સમય વિતતો રહ્યો..... એક દિવસ એવો આવ્યો કે સિંહ રાજાએ ખિસકોલી ને દસ બૉરી અખરોટ આપી આઝાદ કરી દિધી. પણ... ખિસકોલી અખરોટ ની પાસે બેસી વિચાર કરવા લાગી કે હવે અખરોટ મારે શું કામ ના ? *આખી જિંદગી કામ કરતાં કરતાં દાંત તો ઘસાઇ ગયા, આને ખાઇશ કઇ રીતે ! ! !* *આ વાત આજ જીવન ની હકીકત બની ગઇ છે ! મનુષ્ય પોતાની ઇચ્છાઓ નો ત્યાગ કરે છે, પુરી જિંદગી નોકરી, વ્યાપાર અને ધન કમાવા માં વિતાવી દે છે ! ૬૦ વ...

આત્મ અવલોકન

આપણે સતત ફરિયાદ કરીએ છીએ કે સમાજ હિંસક બનતો જાય છે. આજ નું બાળક અત્યંત અશાંત, જિદ્દી અને ક્ષુબ્ધ બનતું જાય છે... તો સરવાળે એના માટે ક્યાંક મા-બાપ તરીકે આપણો જ વ્યવહાર જવાબદાર નથી ને ? તેવું આત્માવલોકન કરવાની આવશ્યકતા છે.... એક વિચારકે બહુ જ સરસ વાત કરી, “To be in your children's memory tomorrow, you have to be in their lives today” (આવતીકાલે તમારા બાળકોની યાદોમાં રહેવા માટે તમારે તેની આજની જિંદગીમાં રહેવું પડશે.)... હવે નક્કી આપણે કરવાનું છે કે, આપણે તેના માટે કેવી યાદો છોડી જવી છે ? અંગ્રેજીનું એક સુંદર વાક્ય છે, “We worry about what a child will become tomorrow, yet we forgot that he is someone today.” એ બાળકને આપણે કેવું ભવિષ્ય આપવા ઈચ્છીએ છીએ અને તેના આધારે આવતીકાલના સમાજના તાણાવાણા કેવાં હશે તેનો સમગ્ર આધાર આજના યુવા દંપતીના વ્યવહાર પર રહેલો છે. આવો... એક જવાબદાર મા-બાપ બની જવાબદાર નાગરિક બનીએ... બાળક ને બાળક જ રહેવા દો , તમારી રેષના ઘોડા ના બનાવશો કે તેને સારા નાગરિક બનાવવાની ચેષ્ઠા ના કરશો, સારા નાગરિક તો તમારે બનવાની જરૂર છે તે તો હજી બાળક છે... તમે સારા નાગરિક હ...